Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટેબલ ટેનિસમાં ટોચના પ્લેયર્સને હરાવી ગુજરાતે સર્જ્યો અપસેટ, ક્વાર્ટર ફાઇનલમાં કરી એન્ટ્રી

માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમાએ નેશનલ રેન્કિંગમાં ટોપ-6માં રહેલી ટીમને હરાવીહરમીત દેસાઈ અને માનવ ઠક્કરે પણ બીજા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરાવીસુરતમાં (Surat) 36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) ટેબલ ટેનિસનો (Tabble Tennis) આજે ત્રીજો દિવસ છે. જેમાં મિક્ષ ડબલ્સમાં ગુજરાતની ટીમ માટે એકંદરે સારો દિવસ રહ્યો હતો. સવારે ગુજરાતની ટીમે સળંગ બે મેચમાં જીત હાંસલ કરી. જેમા માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમાની જોડી એ વ
ટેબલ ટેનિસમાં ટોચના પ્લેયર્સને હરાવી ગુજરાતે સર્જ્યો અપસેટ  ક્વાર્ટર ફાઇનલમાં કરી એન્ટ્રી
  • માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમાએ નેશનલ રેન્કિંગમાં ટોપ-6માં રહેલી ટીમને હરાવી
  • હરમીત દેસાઈ અને માનવ ઠક્કરે પણ બીજા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરાવી
સુરતમાં (Surat) 36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) ટેબલ ટેનિસનો (Tabble Tennis) આજે ત્રીજો દિવસ છે. જેમાં મિક્ષ ડબલ્સમાં ગુજરાતની ટીમ માટે એકંદરે સારો દિવસ રહ્યો હતો. સવારે ગુજરાતની ટીમે સળંગ બે મેચમાં જીત હાંસલ કરી. જેમા માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમાની જોડી એ વિજયી શરૂઆત કરી હતી અને હરમીત દેસાઈ અને ફ્રેનાઝ ચિપિયાનની જોડીએ પણ વિજયી શરૂઆત કરી. હરમીત અને ફ્રેનાઝની જોડીએ સવારે ઉત્તરપ્રદેશ ની ટીમને હરાવી હતી પણ બપોર બાદ હરમીત અને ફ્રેનાઝ એ પશ્ચિમ બંગાળ સામે હારનો સામનો કરવો પડ્યો હતો
ટોપ રેન્કિંગ પ્લેયર્સને આપી હાર
માનવ ઠક્કર (Manav Thakkar) અને ફિલઝાહ ફાતેમા કાદરીએ ગુરુવારે અહીં 36મી નેશનલ ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મિક્સ્ડ ડબલ્સમાં ટોચના પ્લેયર સાનિલ શેટ્ટી અને મહારાષ્ટ્રના રેત્રીષ્યા ટેનિસનને હરાવી દીધા. યજમાન પ્લેયર્સ માટે એકંદરે સારો દિવસ હતો કારણ કે, પુરુષોના સિંગલ્સ સ્ટાર્સ હરમીત દેસાઈ અને માનવ ઠક્કરે પણ બીજા રાઉન્ડમાં સરળતાથી જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. 
બીજો રાઉન્ડ પણ સારો રહ્યો
બીજા રાઉન્ડ પર નજર કરવામાં આવે તો ઠક્કરે ચોથા સેટમાં ચાર મેચ પોઈન્ટ ગુમાવ્યા પરંતુ ઉત્તરપ્રદેશના (Uttarpradesh) સાર્થ મિશ્રાને 11-5, 11-6, 11-6, 14-16, 11-6થી હરાવ્યા, જ્યારે દેસાઈએ તેલંગાણાના મોહમ્મદ અલીને 11-4, 11-5, 11-6, 11-8 થી હરાવ્યા હતા. દિવસની અન્ય પુરૂષ સિંગલ્સ મેચોમાં, ટોચના ક્રમાંકિત જી સાથિયાન અને બીજા ક્રમાંકિત એ શરથ કમલે ત્રીજા રાઉન્ડમાં સરળ જીત નોંધાવી હતી.
ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળ સામે મુકાબલો
માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમા કાદરીએ  સુફૈઝ એકેડેમીમાં રમતની પાયાની બાબતો શીખી પરંતુ તેઓ ભૂતકાળમાં ભાગ્યે જ ક્યારેય એકસાથે રમવાની તક મળી અને તેઓને એકસાથે રમાડવાનો નિર્ણય પણ રમતો પહેલા યોજાયેલી ટ્રેનિંગ  શિબિરમાં લેવામાં આવ્યો હતો.
ફિલઝાહ ફાતેમા કાદરીએ મેચ બાદ જણાવ્યું હતું કે, નેશનલ રેન્કિંગમાં ટોપ 6માં રહેલી ટીમને હરાવવી એ ખૂબ જ સારી લાગણી છે. અમે આવતીકાલે એ જ એનર્જી સાથે રમવાની અને મેડલ જીતવાની આશા રાખીએ છીએ. માનવ ઠક્કર અને ફિલઝાહની આ જોડી હવે ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળની મૌમા દાસ અને અનિર્બાન ઘોષ સામે ટકરાશે.
માનુષ શાહ (Manush Shah) અને કૃતિવા સિન્હા રોયની જોડીએ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે હરમીત દેસાઈ અને ફ્રેનાઝ ચિપિયાને પશ્ચિમ બંગાળના પ્રાપ્તિ સેન અને આકાશ પાલ સામે બીજા રાઉન્ડમાં હારો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના (Gujarat) ખેલાડીઓના મહત્વપૂર્ણ પરિણામો (રાઉન્ડ-2)
મેન્સ સિંગલ્સ
હરમીત દેસાઈએ (Harmit Desai) મોહમ્મદ અલીને 11-4, 11-5, 11-6, 11-8થી હાર આપી જ્યારે માનવ ઠક્કરે સાર્થ મિશ્રાને 11-5, 11-6, 11-6, 14-16, 11-6થી હાર આપી છે.
મહિલા સિંગલ્સ
પ્રાર્થના પરમાર સુહાના સૈની સામે 10-12, 6-11, 3-11, 5-11થી હારી ગઈ જ્યારે કૌશા ભૈરપુરે અનન્યા બાસાક સામે 7-11, 7-11, 11-6, 11-7, 3-11, 5-11થી હારનો સામનો કરવા પડ્યો છે.
મહિલા ડબલ્સ
કૃત્વિકા સિન્હા રોય/ફ્રેનાઝ ચિપિયાએ લક્ષિતા નારંગ/તમન્ના સૈનીને 11-0, 11-13,11-7, 11-8થી હરાવ્યા જ્યારે કાદરી/કૌશા ભૈરપુર એસ. યાશિની/સીઆર હર્ષવર્ધિ સામે 9-11, 5-11, 10-12થી હારી ગયા હતા.
મિક્સ ડબલ્સ
ઠક્કર/કાદરીએ સાનિલ શેટ્ટી/રેત્રીષ્ય ટેનિસન 11-7, 11-8, 11-7 થી હાર આપી, માનુષ શાહ/કૃત્વિકા સિન્હા રોયે જુબિન કુમાર/રીતિ શંકર 11-1, 11-4, 11-7થી હાર આપી અને દેસાઈ/ચિપિયાનો આકાશ પાલ/પ્રાપ્તિ સેન સામે 10-12, 8-11, 5-11થી પરાજય થયો હતો.
Advertisement
Tags :
Advertisement

.