Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ગુજરાત ભાજપની બે દિવસની કારોબારી બેઠકની શરુઆત

સુરતમાં સરસાણા કન્વેશન સેન્ટરમાં આજથી ગુજરાત ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ થયો હતો. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા. ભાજપના સહ પ્રવક્તા ઋત્વિજ પટેલે કહ્યું કે કારોબારીની બેઠક ચાલી રહી છે. બેઠકમાં જાપાનના પૂર્વ વડાપ્રધાનને શોકાજંલી અપાઇ હતી. તેમણે કહ્યું કે 67 લાખ પેજ કમિટીના સભ્યો બન્યàª
સુરતમાં ગુજરાત ભાજપની બે દિવસની કારોબારી બેઠકની શરુઆત
સુરતમાં સરસાણા કન્વેશન સેન્ટરમાં આજથી ગુજરાત ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ થયો હતો. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા. 
ભાજપના સહ પ્રવક્તા ઋત્વિજ પટેલે કહ્યું કે કારોબારીની બેઠક ચાલી રહી છે. બેઠકમાં જાપાનના પૂર્વ વડાપ્રધાનને શોકાજંલી અપાઇ હતી. તેમણે કહ્યું કે 67 લાખ પેજ કમિટીના સભ્યો બન્યા છે. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમને અભૂતપુર્વ પ્રતિસાદ મળ્યો છે. રાષ્ટ્રીય કારોબારીમાં પણ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમના વખાણ કરાયા હતા. તેમણે કહ્યું કે સંગઠનાત્મક કાર્યક્રમ મારફતે ભાજપ જન જન સુધી પહોંચશે. 
કારોબારી અંગે વધુ માહિતી આપતાં ઋત્વિજ પટેલે કહ્યું કે અધ્યક્ષ સી.આર.પાટીલે મોરચાઓની કામગિરી વખાણીને તેમને અભિનંદન આપ્યા હતા. બીજા સત્રમાં રાજ્ય સરકારની કામગિરી અંગે ચર્ચા કરાઇ હતી. આદિવાસી સમાજ માટે ભાજપે અનેક ઐતિહાસીક નિર્ણય લીધા છે. તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધી આદિવાસી સમાજનો વોટબેંક તરીકે જ ઉપયોગ થયેલો છે પણ  ભાજપે આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે અને દ્રુોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. વિધાનસભાની ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. 
આ બેઠક અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ભાજપની પ્રદેશ કારોબારીનું પ્રથમ સત્ર પૂરું થયું છે.  વિકાસ શબ્દની રાજનીતિ જનતાએ સ્વીકારી છે અને 20 વર્ષમાં વિકાસથી જ ગુજરાત બદલાયું છે. તેમણે કહ્યું કે  વંદે ગુજરાત યાત્રાનો 5 જુલાઈ થી પારંભ થયો છે. કારોબારીમાં વંદે ગુજરાત યાત્રાને વેગ આપવા સંકલ્પ કરાયો છે. 
જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી વખતે બિલાડીના ટોપની માફક વિરોધીઓ નીકળી પડે છે પણ  વિરોધીઓનો અપપ્રચાર લાંબો નહિ ચાલે. 
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રુપાલાએ કહ્યું હતું કે સરકાર અને સંગઠન તાલમેલ સાથે કામ કરવા ટેવાયેલા છે. કારોબારીમાં વડાપ્રધાનની કામગીરી અને વિકાસ મુદ્દે ચર્ચા થઈ છે. કોરોના કાળમાં વડાપ્રધાનના પ્રયાસોને લીધે ભારત મદદ કરનારો દેશ છે તેવી વૈશ્વિક છાપ ઉભી થઇ છે. તેમણે કહ્યું કે રાજકીય પક્ષ તરીકે આપની નોંધ ભાજપ ચોક્કસ લે છે અને ભાજપના આગેવાનોની નજર આપ પર હોય છે પણ કારોબારીમાં આપ ને વિષય બનાવી ચર્ચા કરવાની જરૂર ભાજપને નથી. 
આ બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  નેતૃવમાં દેશ આગળ વધી રહ્યો છે અને દેશ બદલી રહ્યો છે. અગાઉની સરકાર તૂટક તૂટક નિર્ણય કરતી હતી. મોદીજી એ 24 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. 5 કરોડ લોકોના ઘરે ગેસ સિલિન્ડર આવી ગયા છે. વડાપ્રધાને કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકી છે અને ખેડૂતોને  સસ્તા દરે ખાતર મળે છે. તેમણે કહ્યું કે  સરકાર ખેડૂતોને સબસીડી આપે છે
મનસુખ માંડવીયાએ વધુમાં કહ્યું કે 1992માં મનમોહનસિંહ નાણાં મંત્રી હતા ત્યારે તમને GSTનું અમલી કરણનો નિર્ણય લેવાનો હતો પણ તે સમયે લેવાયો ન હતો. દુનિયાનું અર્થતંત્ર ઉભું થવાનો પ્રયાસ કરે છે પણ ભારત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આર્થિક વ્યવસ્થાના આધારે ગરીબ કલ્યાણ થઈ રહ્યું છે. ભાજપ વિકાસની રાજનિતી કરે છે, અને  ગુજરાતની જનતાનો વિશ્વાસ અમારી સાથે છે. 
તેમણે કહ્યું કે અમે 182 સીટ જીતવામાં સંકલ્પ સાથે મેદાન ઉતરીશું. 
કોરોનાની હાલની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે અત્યારે ઓમિક્રોનનો સબવેરિયન્ટ ચાલી રહ્યો છે. સેમ્પલ કલેક્ટ કરીને તેને જીનોમ સિક્વનસિંગમાં મોકલવામાં આવી રહયા છે. આવનારા દિવસોમાં ક્રાઇસીસનો સામનો ન કરવો પડે એટલા માટે લોકોએ સતર્ક રહેવું જોઈએ
Tags :
Advertisement

.