આજે સુરતથી ગુજરાત ફર્સ્ટની નીકળશે ભવ્ય તિરંગા યાત્રા, CR પાટીલ આપી શકે છે લીલી ઝંડી
આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીની પૂરજોર તૈયારીઓ થઇ રહી છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તમામ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની આ એક કડી છે. વળી ગુજરાતમાં પણ આ ખાસ અવસરને યાદગાર બનાવવાની પૂરી તૈયારીઓ થઇ રહી છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.રાજ્યમાં અલગ-અલગ શ
આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીની પૂરજોર તૈયારીઓ થઇ રહી છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તમામ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની આ એક કડી છે. વળી ગુજરાતમાં પણ આ ખાસ અવસરને યાદગાર બનાવવાની પૂરી તૈયારીઓ થઇ રહી છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.
રાજ્યમાં અલગ-અલગ શહેરોમાંથી તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ રાષ્ટ્રહિતમાં પહેલ કરનાર પ્રથમ મીડિયા-હાઉસ બન્યું છે. આ અંતર્ગત આજે સુરતથી ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા નીકળવાની છે. આ તિરંગા યાત્રા 7 કિમી લાંબી હશે. ભીમરાડ નમક સત્યાગ્રહ સ્મારકથી વાય જંકશન સુધી આ તિરંગા યાત્રા નીકળશે. આ તિરંગા યાત્રાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ લીલી ઝંડી આપે તેવી પૂરી સંભાવના છે. સાંજે 4 કલાકે આ તિરંગા યાત્રા નીકળવાની છે. આપને જણાવી દઇએ કે, તિરંગા યાત્રા આઝાદી દરમિયાન ગાંધી બાપુએ કરેલા નમક સત્યાગ્રહના ઐતિહાસિક સ્થળેથી નીકળશે.
યાત્રા દરમિયાન રાષ્ટ્રગીત સાથે મહાનુભાવોના હસ્તે સત્યાગ્રહ સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવશે. ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા દરમિયાન સ્થાનિક ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ, મેયર હેમાલી બોધાવાલા, ડે.મેયર દિનેશ જોધાણી જોડાશે. ઉપરાંત શાશક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, ધારાસભ્ય વિવેક પટેલ, ધારાસભ્ય અરવિંદ રાણા પણ આ યાત્રામાં જોડાશે. વળી આ યાત્રામાં અનેક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે 200 જેટલા બાઇકર્સ તિરંગા બાઇક યાત્રામાં જોડાશે.
જોકે, આઝાદીના અમૃત મહોત્સવની વાસ્તવિક ઉજવણી 13થી 15 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે, પરંતુ 2 ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાનને લગતા કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ અભિયાનનો હેતુ લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવાનો છે. તેનાથી લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થશે અને તેઓ તિરંગા વિશે વધુ સમજી શકશે.
મહત્વનું છે કે, અમૃત મહોત્સવના એક વિડીયો ટ્વીટને રીટ્વીટ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હર ઘર તિરંગા અભિયાનને લઈને દેશવાસીઓમાં જે પ્રકારનો ઉત્સાહ છે તે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવનાનું પ્રતિક છે. આ અનુભૂતિ અમૃતકાળમાં ભારતવર્ષને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે. કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે લોકોને તેમના ઘર પર રાષ્ટ્રધ્વજ લગાવવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો - રાષ્ટ્રહિતમાં પહેલ કરનાર પ્રથમ મીડિયા-હાઉસ ગુજરાત ફર્સ્ટ દ્વારા આણંદ ખાતે યોજાઇ તિરંગા યાત્રા
Advertisement