Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરસાણા ખાતે ત્રિદિવસીય 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨'નો ભવ્ય પ્રારંભ કરાયો

સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામà«
સરસાણા ખાતે ત્રિદિવસીય  ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨ નો ભવ્ય પ્રારંભ કરાયો
સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. 
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું આહ્વાન કર્યું હતું. સંપત્તિવાન જરૂર બનવું જોઈએ, પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલવા. કારણ કે ગ્રામીણ અને કૃષિસંસ્કૃતિ આપણી જડ છે. એગ્રોબેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોસેસિંગમાં અપાર સંભાવનાઓ રહેલી છે. યુવાધન આ તકો ઝડપીને ગ્રામ્ય પ્રગતિમાં ભાગીદાર બને એવી અપીલ પણ તેમણે કરી હતી. તેમણે સરદાર સાહેબનું સ્મરણ કરતાં જણાવ્યું કે, દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી.
 
આપણે ફક્ત આપણા દિમાગ અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવર બનાવવા સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો તેમજ આઝાદીના અમૃત્તકાળ સૌના સાથ અને વિકાસની સાથે સૌના પ્રયાસની ભાવનાથી દેશને પ્રગતિના માર્ગે ગતિમાન કર્યો છે. કોરોનાકાળમાં અનેક પડકારો અને સંઘર્ષ છતાં દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપભેર વિકાસ કરી રહ્યું છે. સરકારે કરોડો રૂપિયાની આર્થિક સહાય કરીને MSME ક્ષેત્ર સહિતની લાખો નોકરીઓ બચાવી હતી અને ફળસ્વરૂપે આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે.
નરેન્દ્ર મોદીએ પાટીદાર ગ્લોબલ સમીટના આયોજનને વધાવતાં કહ્યું કે, રોજગાર, વ્યાપારવૃદ્ધિ અને નવા બિઝનેસની તકો આપતા સરદારધામની 'સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણ'ની ભાવના સરાહનીય છે. છેલ્લાં ૮ વર્ષમાં સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે, હકારાત્મક નીતિઓ અને પગલાઓ દ્વારા દેશના સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને અને ઊંચા સપના જુએ.
વડાપ્રધાન મોદીએ સમિટમાં કૃષિને આધુનિક બનાવવા અને કૃષિમાં રોકાણને આકર્ષવા માટે રચનાત્મક માર્ગો શોધવા અને ખેતીની નવી રીતો, નવા પાકો, એગ્રીબિઝનેસ અને મૂલ્યવર્ધન, ગુજરાતની જમીનનો અભ્યાસ જેવા ઘણાં ક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરવા વિવિધ ટીમો બનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે થોડા દાયકાઓ પહેલા ગુજરાતમાં ડેરી ચળવળનું ઉદાહરણ ટાંકી કહ્યું કે, શ્વેતક્રાંતિએ ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ બદલી નાખી છે, એટલે જ હવે 'અન્નદાતા ઊર્જાદાતા' બની કૃષિ આધારિત ઉદ્યોગોને અપનાવે એવી તાતી જરૂરિયાત છે. દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવરના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવા પણ આ તકે તેમણે ઉપસ્થિત સૌ શ્રેષ્ઠીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન ૨૦૨૬ હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે. આગામી ૨૦૨૪માં રાજકોટ અને ૨૦૨૬માં યુ.એસ.એ.માં બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત પણ તેમણે કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.