Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હીરા નગરી સુરતે બનાવી વડાપ્રધાન મોદીની સોનાની મૂર્તિ

ગુજરાતમાં 156 સીટ જીત બદલ વડાપ્રધાન મોદીની અનોખી મૂર્તિ બનાવાઈએક મહિના ની મેહનત બાદ કલાકારોએ પોતાની કલાકારી બતાવી156 ગ્રામ સોનાના P.M નરેન્દ્ર મોદીની મૂર્તિ જોઇ સૌ કોઈ આશ્ચર્ય માં પડ્યાસોનાના મોદી બનાવામાં 15 થી 20 કારીગરોની મહેનત મૂર્તિની કિંમત અંદાજીત રૂપિયા 11 લાખરાધિકા ચેન્સ કંપનીમાં બનાવવામાં આવી મૂર્તિમૂર્તિ ને લેવા માટે 15 થી 20 લોકો એ ત્યારી બતાવી તમામ લોકો એ મોદી જી ને મૂર્તિ àª
હીરા નગરી સુરતે બનાવી વડાપ્રધાન મોદીની સોનાની મૂર્તિ
  • ગુજરાતમાં 156 સીટ જીત બદલ વડાપ્રધાન મોદીની અનોખી મૂર્તિ બનાવાઈ
  • એક મહિના ની મેહનત બાદ કલાકારોએ પોતાની કલાકારી બતાવી
  • 156 ગ્રામ સોનાના P.M નરેન્દ્ર મોદીની મૂર્તિ જોઇ સૌ કોઈ આશ્ચર્ય માં પડ્યા
  • સોનાના મોદી બનાવામાં 15 થી 20 કારીગરોની મહેનત 
  • મૂર્તિની કિંમત અંદાજીત રૂપિયા 11 લાખ
  • રાધિકા ચેન્સ કંપનીમાં બનાવવામાં આવી મૂર્તિ
  • મૂર્તિ ને લેવા માટે 15 થી 20 લોકો એ ત્યારી બતાવી 
  • તમામ લોકો એ મોદી જી ને મૂર્તિ સ્વાપ્રેમ આપવાનો દાવો પણ કર્યો
હીરાની ચમક આપનારા સુરતના હીરા વેપારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની ચમચમાંતી અનોખી મૂર્તિ બનાવામાં આવી છે. વિશ્વભરમાં સુરત ડાયમંડ નગરીની એક અલગ ઓળખ ધરાવે છે. સુરતમાં વિવિધ જવેલર્સ પોતાની સખત મહેનતે પોતાની કલાકારી બતાવે છે. તેમાં પણ સુરતના બે જ્વેલરી વેપારી દ્વારા સૌના ચહિતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 156 ગ્રામની સોનાની મૂર્તિ બનાવી સૌ કોઈને આશ્ચર્યમાં નાખી દીધા છે.
સુરતમાં સોના ચાંદીનો ઉપયોગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનોખુ આકર્ષણ પાડે એવી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપે 156 બેઠકો પણ જીતનો ડંકો વગાડ્યો છે. જેને ધ્યાને લઇ સુરતના જ્વેલરી વેપારી દ્વારા PM ની 156 ગ્રામ સોનામાંથી સુંદર પ્રતિમા બનાવી પોતાની કલાકારી બતાવી છે. સુરતમાં વાર તહેવારે અને સમયાંતરે જ્વેલર્સ દ્વારા અનોખી એવી અનેક જ્વેલરી બનાવમાં આવે છે. જે આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. જે ખાસ કરીને સોના અને ચાંદીમાંથી બનાવેલી મૂર્તિઓ સૌ કોઈનું મન મોહી લે છે. દેશ વિદેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. વિદેશ હોય કે દેશ જ્યાં જુઓ ત્યાં મોદીની કામગીરીના વખાણ થતા હોય છે. અને એમાં પણ સુરતમાં અનેક મોદી પ્રેમીઓ વસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લોકોને અતૂટ વિશ્વાસ છે. જેને 156 બેઠકો લાવી ભાજપે યથાવત રાખ્યો છે.
લોકોનો પ્રેમ અને વડાપ્રધાન મોદી ઉપરના વિશ્વાસને જોઈ સુરત શહેર ગોર દોડ રોડ ખાતે આવેલા બે જવેલર્સે સખત મહેનત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી પોતાની કલાકારીનો નમુનો બતાવ્યો છે. સુંદર આકર્ષણ પાડે એવી 156 ગ્રામની 18 કેરેટ સોના એટલે કે ગોલ્ડનો ઉપયોગ કરીને આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિની અંદાજે કિંમત 15 લાખ કરતા વધારે આંકવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીની સોનાની મૂર્તિની લંબાઈ 4.5 ઇંચ અને પહોળાઈ 3 ઇંચ જેટલી છે. જવેલરી વેપારીઓ દ્વારા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે લંબાઈ છે. તેને ધ્યાનમાં લેવાય ત્યાર બાદ તેને ઇંચમાં કઈ રીતે ફેરવવું એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું, અને ત્યાર બાદ તમામ વિચારણા કરી સોનાની મૂર્તિ બનાવવાનું નક્કી કરાયું. વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીત એ સાથે સોને પે સુહાગા જેવું કામ કર્યું, ભાજપનો 156 બેઠકો ઉપર ડબલ મર્જીગથી વિજય થતા જવેલર્સે પણ 156 ગ્રામ સોનાથી મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
વડાપ્રધાનની સુંદર મૂર્તિ બનાવનાર જવેલર્સ બસંત બોહરાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દેશના વિકાસ કાર્યમાં ઐતિહાસિક નિર્ણયો લઈ દેશ માટે વિકાસના કામો કરી એક અલગ ઓળખ આપણા દેશની ઉભી કરે છે. તે ખરેખર ખૂબ જ સરહનીય છે. માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. તો સાથે જ સમગ્ર વિશ્વભરમાં પણ લોકો મોદીને ખૂબ જ પ્રેમ કરે છે, હું પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ જ મોટો ફેન છું. PM એ ગુજરાતને ઐતિહાસિક જીત અપાવી છે. જેને ધ્યાને રાખી બે જવેલર્સ દ્વારા આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. સોનાના વડાપ્રધાન બનાવવા માટે અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. અને અંદાજે 20 થી 25 ડિઝાઈનર સહિત કારીગરોને ટીમ આ મૂર્તિ બનાવવાના કામે લાગી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.