Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘર કા ભેદી લંકા ઢાયે, સુરતમાં બની કઇંક આવી જ ઘટના, જાણો પૂરી વિગત

સુરતના સચિન વિસ્તારમાંથી આમલેટની લારી ચલાવનાર વેપારીનો ટેમ્પો ઈંડા લેવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પો ઉભો રખાવી ચોર ખાનામાં મુકેલા 7 લાખથી વધુની રોકડ રકમની લૂંટ કરી પાંચ જેટલા ઈસમો લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.સુરતમાં ચોરી અને લૂંટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં સુરતના સચિન વિસ્તારમાં ગત 30 ત
01:50 PM Feb 01, 2023 IST | Vipul Pandya
સુરતના સચિન વિસ્તારમાંથી આમલેટની લારી ચલાવનાર વેપારીનો ટેમ્પો ઈંડા લેવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પો ઉભો રખાવી ચોર ખાનામાં મુકેલા 7 લાખથી વધુની રોકડ રકમની લૂંટ કરી પાંચ જેટલા ઈસમો લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

સુરતમાં ચોરી અને લૂંટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં સુરતના સચિન વિસ્તારમાં ગત 30 તારીખના રોજ આમલેટનો વ્યવસાય કરતા વેપારીએ ઈંડા લેવા માટે બે આઇસર ટેમ્પો લીધા હતા, જેમાંથી એક ટેમ્પો લઈ ડ્રાઈવર અને ક્લિનરને ઈંડા લેવા માટે નાસિક તરફ મોકલ્યા હતા. જેમાં ક્લિનરની સીટ નીચે ચોર ખાનું બનાવ્યું હતું. જેમાં 7 લાખ 39 હજારની રોકડ મુકેલી હતી. ત્યારબાદ ટેમ્પો રવાના થયો હતો. જોકે, સચિન પોલીસ મથક હદ વિસ્તારમાં ટેમ્પો પહોંચ્યા તે દરમિયાન ખરવાસાથી ભાટિયા તરફ જતા રોડ પર તેમનો ટેમ્પો બે બાઈક દ્વારા રોકી ડ્રાઈવર અને ક્લિનરને લૂંટી લેવાયા હતા. એટલું જ નહીં ચોર ખાનામાં મુકેલા રોકડ 7 લાખ 39 હજારની લૂટ કરી પાંચ જેટલા ઈસમો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ આમલેટ સંચાલક વેપારીને થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરાઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને સચિન પોલીસ સંયુક્ત તપાસમાં લાગી હતી. લૂંટની ઘટનામાં પોલીસે તમામ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, ચોર ખાના વિશે કર્મચારીઓ સિવાય અન્ય કોઈને જાણ નહોતી. જેથી પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી પૂછપરછ કરતા એક યુવકે છેલ્લા પાંચ વર્ષથી ટેમ્પામાં કામ કરતા યુવકે છેલ્લા 6 મહિના પહેલા નોકરી છોડી દીધી હતી. જોકે, થોડા સમય પહેલા ફરી કામ અર્થે આવ્યો હતો. પોલીસે તેમની ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે તેના મિત્રોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. વધુમાં વિકીએ જણાવ્યું હતું કે, માથે દેવું વધી જતાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં વિકી દેવીદાસ જાદવ, રાકેશ ઉર્ફે બાલો એકનાથ મોહિતે, મેહુલ ઉર્ફે ચિલ્લુ રામવિલાસ ગુપ્તા, નયન રાજુ રાઠોડ અને રોહન આમ પાંચ લોકોએ મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. 

જોકે, પોલીસે તાત્કાલિક કામગીરી કરી તપાસ કરતા ચાર આરોપી ઝડપાઇ ગયા હતા. જ્યારે રોહન નામનો ઈસમ હજુ વોન્ટેડ છે. ચાર આરોપી પાસેથી લૂંટમાં વપરાયેલ બે મોપેડ તેમજ 4 લાખ 79 હજાર રૂપિયા રિકવર કર્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વધી રહેલા ગુનાઓને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ દેખાઈ રહી છે. સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે ત્યારે ગુનાઓને ડામવાના ગ્રાફમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - બેંગ્લોરના યશવંતપુરામાં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને સુરત પોલીસે ઝડપ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


Tags :
CrimeGujaratFirstOmletOwner
Next Article