Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈઝરાયલ પદ્ધતિથી માછલીનો કર્યો ઉછેર અને 1 વીઘામાં કરી અધધ કમાણી...

આમ તો દક્ષિણ ગુજરાતમાં ખેતી અને પશુપાલન મુખ્યત્વે વ્યવસાય છે. તેમાં પણ ખેતીમાં છેલ્લા બે-ત્રણ વરસથી ખેડૂતો કુદરતી આફતના કારણે પરેશાન છે. ક્યારેક માવઠું તો ક્યારેક ભારે વરસાદ તો ક્યારેય ઓછા વરસાદના કારણે ખેડૂતો ખેતીમાં ભારે નુકશાન વેઠી રહ્યા છે ત્યારે પલસાણા (Palsana) તાલુકાના એક ગામના યુવા ખેડૂતે ખેતી છોડી ઈઝરાયલ પદ્ધતિ વાપરી માછલી ઉછેર (Israel Method Fish Farming) નો વ્યવસાય કરી એક વીઘામાં ઓછા ખર્à
08:26 AM Mar 02, 2022 IST | Vipul Pandya
આમ તો દક્ષિણ ગુજરાતમાં ખેતી અને પશુપાલન મુખ્યત્વે વ્યવસાય છે. તેમાં પણ ખેતીમાં છેલ્લા બે-ત્રણ વરસથી ખેડૂતો કુદરતી આફતના કારણે પરેશાન છે. ક્યારેક માવઠું તો ક્યારેક ભારે વરસાદ તો ક્યારેય ઓછા વરસાદના કારણે ખેડૂતો ખેતીમાં ભારે નુકશાન વેઠી રહ્યા છે ત્યારે પલસાણા (Palsana) તાલુકાના એક ગામના યુવા ખેડૂતે ખેતી છોડી ઈઝરાયલ પદ્ધતિ વાપરી માછલી ઉછેર (Israel Method Fish Farming) નો વ્યવસાય કરી એક વીઘામાં ઓછા ખર્ચે વધુ પ્રોફિટ કરી ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
પલસાણા તાલુકાના સોયાણી ગામના યુવા ખેડૂત જીગ્નેશ પટેલ પોતાના પારિવારિક વ્યવસાય ખેતી સાથે જોડાયેલા હતા પરંતું ખેતીના વ્યવસાયમાં દર વર્ષે  ખોટ આવતા  જીગ્નેશ પટેલે કઈ ખેતીમાં પરિવર્તન કરવાનું વિચાર્યું અને ઇન્ટરનેટનો સહારો લીધો. ગૂગલ સર્ચ કરતા ખબર પડીકે ઇઝરાયલ પદ્ધતિથી મત્સ્ય ઉદ્યોગ થઇ શકે છે અને એ પણ ઓછી જમીનમાં, ઓછા ખર્ચે. સતત અભ્યાસ કર્યો અને પોતાના એક વીઘાની વાડીમાં કૃત્રિમ તળાવો બનાવી અન્ય રાજ્યોમાંથી માછલીનું બિયારણ લાવી મત્સ્ય ઉછેરનો ધંધો શરુ કર્યો શરુઆતમાં સાત થી આઠ લાખનો ખર્ચ થયો અને ત્યારબાદ સારું પ્રોફિટ મળતા જીગ્નેશ પટેલે આ ધંધામાં ઝંપલાવ્યું અને સફળ થયા.
એક માછલી 110 થી 120 રૂપિયાના ભાવે વેચાઈ છે
સોથી મહત્ત્વની બાબત એ છે કે ખેતીના વ્યવસાયમાં નુકશાન વધુ છે. કેમકે ખેતી સારી થાય ત્યારે કમોસમી વરસાદ, જંગલી ભૂંડનો ત્રાસ અને આ ત્રાસ સહન કરી ખેતીમાં સારું ઉત્પાદન મળે તો બજારમાં ભાવ ન મળે આથી ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે.  ઇઝરાયલ પદ્ધતિ થી માછલી ઉછેર વ્યવસાય ચિંતા વગરનો વ્યવસાય છે. જેમાં નથી વાતાવરણની અસર થતી કે નથી માર્કેટમાં વેચવા જવું પડતું. માછલીનું બિયારણ આંધ્રપ્રદેશ અને કોલકાત્તાથી લાવ્યા બાદ આ માછલીના બચ્ચાંને કૃત્રિમ તળાવમાં નાખ્યા બાદ એ ઝડપી મોટાં થાય છે.  આ માછલી વેચવા બજારમાં જવું પડતું નથી. મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારી તળાવ પર આવી એક માછલી 110 થી 120 રૂપિયાના ભાવે ખરીદે છે.  વરસમાં બે વાર પાક લેવાય છે એટલે ઓછા ખર્ચમાં વધુ ફાયદો થઇ રહ્યો છે. 
જાણો શું કહે છે જીગ્નેશ પટેલ
જીગ્નેશ પટેલ 'ગુજરાત ફર્સ્ટ'  સાથે વાત કરતા જણાવે છે કે, ચાર વરસ પહેલા આ ઈઝરાયલ પદ્ધતિથી માછલી વ્યવસાય શરુ કર્યો હતો ત્યારે સાત લાખ ખર્ચ થયો આજે આ ખર્ચ કર્યા બાદ આજે પ્રોફિટ થઈ રહ્યાો છે.  1 વીઘામાં વાર્ષિક દસ લાખનું પ્રોફિટ થાય છે.  20  ટન ઉત્પાદન મળે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે,   2022માં ખેડૂતોની આવક બમણી કરીશું આ આવક બમણી થશે કે નહીં એ મને ખબર નથી પણ મેં ખેતીમાં બદલાવ કરી ખેતી સાથે ઈઝરાયલ પદ્ધતિથી મત્સ્ય ઉદ્યોગ (Israel Method Fish Farming) શરુ કરતા ચાર ગણી આવક ઉભી કરી છે. 
દક્ષિણ ગુજરાતમાં ખેતીનો વ્યવસાય હવે મોંઘો બની રહ્યો છે. મોંઘા ખાતર, મોંઘા બિયારણ અને મજૂરી ખર્ચ કર્યા બાદ પણ પૂરતા ભાવ ના મળે ત્યારે ખેડૂતો હવે ખેતીમાં બદલાવ લાવી રહ્યા છે. કેટલાક ખેડૂતો ખેતીની સાથે મોતીની ખેતી તો કેટલાક ઝીંગા ફાર્મિંગ (Zinga Farming) તરફ વળ્યા છે. જયારે સુરત ના સોયાણી ગામના જીગ્નેશ પટેલે ઈઝરાયલ પદ્ધતિથી મત્સ્ય ઉછેર શરુ કરી ઓછી જમીન, ઓછા ખર્ચમાં લાખો કમાઈ રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે આવા પ્રગતિશીલ ખેડૂતોને સબસીડીની સહાય આપી પોત્સાહિત કરવા જોઈએ તો જ 2022માં ખેડૂતોની આવક બમણી થશે.
Tags :
FishfarmingGujaratFirstIsraelimethod
Next Article