Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પલસાણામાં ગત રાત્રીએ ફાયરિંગની ઘટના, 1 ઈજાગ્રસ્ત, ગેંગવોર કે લૂંટ?

સુરત જિલ્લાના પલસાણા ખાતે ગઈ કાલે રાત્રે હળદરૂ ગામમાં અજાણયા બદમાશોએ આતંક મચાવ્યો હતો. મોટર સાયકલ પર જઈ રહેલા બે મિત્રોને આંતરી લઈને મોબાઈલ અને રોકડ લૂંટી લીધી હતી.એટલું જ નહીં યુવક દ્વારા પ્રતિકાર કરવામાં આવતા બદમાશોએ ફાયરિંગ કરતા યુવકને કોણીના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.ગેંગવોર કે લૂંટ?સમગ્ર મામલે ચર્ચાઓ ચાલી રહી છે કે આ ફાયરિંગ બુટલેગરોના ગેંગ વોરમાં બની છે. પલસાણા àª
01:56 PM Dec 28, 2022 IST | Vipul Pandya
સુરત જિલ્લાના પલસાણા ખાતે ગઈ કાલે રાત્રે હળદરૂ ગામમાં અજાણયા બદમાશોએ આતંક મચાવ્યો હતો. મોટર સાયકલ પર જઈ રહેલા બે મિત્રોને આંતરી લઈને મોબાઈલ અને રોકડ લૂંટી લીધી હતી.એટલું જ નહીં યુવક દ્વારા પ્રતિકાર કરવામાં આવતા બદમાશોએ ફાયરિંગ કરતા યુવકને કોણીના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.
ગેંગવોર કે લૂંટ?
સમગ્ર મામલે ચર્ચાઓ ચાલી રહી છે કે આ ફાયરિંગ બુટલેગરોના ગેંગ વોરમાં બની છે. પલસાણા પોલીસના ચોપડે લૂંટની ફરિયાદ નોંધાઈ છે લૂંટ કરી બદમાશો ફરાર થઇ ગયા હતા અને ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
1200ની લૂંટ કરી ફાયરિંગ કર્યું
પલસાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પલસાણા ખાતે આવેલ હળદરૂ ગામના 28 ગાળા ફળિયામાં રહેતો વિનોદ રાઠોડ સહીત બે જણા ગઈ કાલે રાત્રે હળદરૂ ગામ પાસે આવેલ સર્વોત્તમ હોટલ પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવવા ગયા હતા અને પેટ્રોલ ભરાવી પરત જઈ રહયા હતા. તેઓ હળદરૂ ગામ પાસે અંધારામાંથી પસાર થઇ રહયા હતા ત્યારે ત્રણ અજાણયા લૂંટારૂઓએ તેમને આંતરી લીધો હતો અને વિનોદ પાસેથી મોબાઈલ તથા રોકડા રૂ.1200 લૂંટી લીધા હતા ત્યારે યુવકે લૂંટારુંઓનો પ્રતિકાર કરતા તેઓએ તેની કોણીમાં ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા.
પોલીસ તપાસ શરૂ
યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.વધુમાં પલસાણા PI એ.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, ત્રણ લૂંટારુઓ હતા. જોકે હજુ આરોપીઓ પકડાયા નથી તો બીજી બાજુ ચર્ચાઓ ચાલી રહી છે કે માત્ર એક મોબાઈલ ફોન અને રૂ. 1200ની લૂંટના ચક્કરમાં લૂંટારુઓ ફાયરિંગ કરે એ પણ એક સવાલ બની ગયો છે.
આ પણ વાંચો - અમદાવાદ શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે, જાણો આ અહેવાલમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsFirringGujaratFirstGujaratiNewsSuratSuratpolice
Next Article