Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં લાગી આગ, ફાયર વિભાગની 17 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

સુરત શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરા GIDC પ્લોટ નંબર 85માં અમીન નામની મિલમાં આ આગ લાગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ આગ મોડી રાત્રે લાગી હતી. વળી આ અંગે ફાયર વિભાગને જાણ કરતા તે તુરંત જ ઘટના સ્થળે પહોંંચી હતી. આગ કેટલી ભયાનક હશે તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 17 ગાડીઓ બોલાવવી પડી હતી. મોડી રાત્રે લાગે
શહેરના પાંડેસરા gidc વિસ્તારમાં લાગી આગ  ફાયર વિભાગની 17 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

Advertisement

સુરત શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરા GIDC પ્લોટ નંબર 85માં અમીન નામની મિલમાં આ આગ લાગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ આગ મોડી રાત્રે લાગી હતી. વળી આ અંગે ફાયર વિભાગને જાણ કરતા તે તુરંત જ ઘટના સ્થળે પહોંંચી હતી. 
આગ કેટલી ભયાનક હશે તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 17 ગાડીઓ બોલાવવી પડી હતી. મોડી રાત્રે લાગેલી આગ લગભગ વહેલી સવારે શાંત થઇ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમીન મીલમાં સીલ્ક કાપડ રાખવામાં આવે છે, જે કેમિકલવાળું છે. આ જ એક કારણ છે કે આગે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે મીલમાં રાખેલો તમામ માલ-સામાન બળીને ખાક થઇ ગયો છે. જોકે, આ આગ કેવી રીતે લાગી તે હજુ સામે આવ્યું નથી. પરંતુ હા, આ આગના કારણે હાલમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ફાયર બ્રિગેડની 17 ગાડીઓએ સતત પાણીનો છટકાવ કરી આખરે વહેલી સવારે આગ પર કાબુ મેળવી લીધો હતો. 
ઉલ્લેખનીય છે કે, સુરત શહેર જે ડાયમંડ માટે જાણીતું છે તે હવે શહેરમાં મોટી આગની દુર્ઘટનાના કારણે પણ જાણીતું થયું છે. શહેરની આવી ઓળખ પાછળ કોણ જવાબદાર? જીહા, એવું નથી કે શહેરમાં આગની આ પહેલી ઘટના છે આ પહેલા પણ ઘણીવાર આગ લાગવાની ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સવાલ એ છે કે, આગ પર કાબુ મેળવી શકાય તે માટે કેમ પહેલાથી જ યોગ્ય કાળજી લેવામાં આવતી નથી. કેમ કોઇ દુર્ઘટના બને તે પછી જ તેેના પર ધ્યાન આપવાનું કહેવાય છે. આવા ઘણા સવાલો આજે ઉભા થઇ રહ્યા છે. 
Tags :
Advertisement

.