Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કામરેજની શાળાની શિક્ષણમંત્રીએ મુલાકાત લીધી, બાળકોના જાતે નખ કાપ્યા, વિદ્યાર્થીઓ વચ્ચે બેસી શિક્ષણ વિશે આપી સમજ

સુરતના (Surat) કામરેજ (Kamrej) વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ (Praful Panseria) અચાનક મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેઓએ શાળાના શિક્ષકો અને આચર્ય સાથે ચર્ચાઓ કરી હતી તેમજ શિક્ષણમંત્રીએ (Education Minister) બાળકોના જાતે જ નખ કાપ્યા હતા.શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા શિક્ષણમંત્રી બન્યા બાદ અવાર નવાર તેઓ શાળાની મુલાકત લઇ રહ્યા છે થોડા દિવસો પહેલા શાળાની મુલાકાત દરમ્યાન તેઓએ ટોàª
કામરેજની શાળાની શિક્ષણમંત્રીએ મુલાકાત લીધી   બાળકોના જાતે નખ કાપ્યા  વિદ્યાર્થીઓ વચ્ચે બેસી શિક્ષણ વિશે આપી સમજ
સુરતના (Surat) કામરેજ (Kamrej) વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ (Praful Panseria) અચાનક મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેઓએ શાળાના શિક્ષકો અને આચર્ય સાથે ચર્ચાઓ કરી હતી તેમજ શિક્ષણમંત્રીએ (Education Minister) બાળકોના જાતે જ નખ કાપ્યા હતા.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા શિક્ષણમંત્રી બન્યા બાદ અવાર નવાર તેઓ શાળાની મુલાકત લઇ રહ્યા છે થોડા દિવસો પહેલા શાળાની મુલાકાત દરમ્યાન તેઓએ ટોયલેટમાં જાતે જ સાફ સફાઈ પણ કરી હતી ત્યારે આજે તેઓ કામરેજની નનસાડ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી.
શાળામાં જઈ તેઓએ શિક્ષકો અને આચાર્ય સાથે ચર્ચાઓ કરી હતી તેમજ ક્લાસ રૂમમાં અભ્યાસ કરતા બાળકો સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન શિક્ષણમંત્રીએ જાતે જ બાળકોના હાથના વધેલા નખ કાપ્યા હતા તેમજ મંત્રીએ વિદ્યાર્થીઓ વચ્ચે બેસીને શિક્ષણ વિષે સમજ આપી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અલગ અલગ ક્લાસમાં જઈને તેઓએ વિદ્યાર્થીઓએ સાથે ચર્ચાઓ કરી હતી.
વધુમાં શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સ્વચ્છતા જોઈ શિક્ષણમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ શાળાના શિક્ષકો,આચાર્યને અભિનંદન આપ્યા હતા બીજી તરફ શાળાના શિક્ષકોને પણ શાલ ઓઢાડી શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.