Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિવાળીના તહેવાર પહેલાં ડુપ્લિકેટ ઘીનું કૌભાંડ ઝડપાયું

એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે દેશભરમાં ખાધ્ય ચીજવસ્તુઓનું વેચાણ વધે છે. આવા સમયે વધુ નફો મેળવવા નકલી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચવા વાળાનો પણ રાફડો ફાટે છે. ત્યારે આજે સુરતના કતારગામમાંથી ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં મોટી માત્રામાં નકલી ઘી ઝડપાયું છે.અવધૂત સોસાયટીમાં ચાલતો હતો ગોરખધંધોતહેવારની સિઝનમાં વેપારીઓ વધુ નફો મેળવા માટે હલકી ગà
08:37 AM Oct 20, 2022 IST | Vipul Pandya
એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે દેશભરમાં ખાધ્ય ચીજવસ્તુઓનું વેચાણ વધે છે. આવા સમયે વધુ નફો મેળવવા નકલી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચવા વાળાનો પણ રાફડો ફાટે છે. ત્યારે આજે સુરતના કતારગામમાંથી ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં મોટી માત્રામાં નકલી ઘી ઝડપાયું છે.
અવધૂત સોસાયટીમાં ચાલતો હતો ગોરખધંધો
તહેવારની સિઝનમાં વેપારીઓ વધુ નફો મેળવા માટે હલકી ગુણવત્તાની વસ્તુઓનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોય છે. ત્યારે  સુરતના શ્રીરામ ડેરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હતું, જેના હાનિકારક તત્ત્વો લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેનાથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે. આ નકલી ઘી બનાવવાની ડજેરી કતારગામની અવધૂત સોસાયટીમાં ચાલતી હતી. આરોગ્ય વિભાગે મોટી માત્રામાં આ સ્થેળેથી ડુપ્લીકેટ ઘી પકડીને આ આ નકલી એકમ સીલ કર્યું છે.
 
આવા ઘીનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ
આ સમયે ખાવાપીવાની વસ્તુઓમાં સૌથી વધુ મિલાવટ થાય છે અને આવી વસ્તુઓ શુદ્ધ નથી હોતી અને તેને બનાવવામાં કેમિકલ અને અન્ય વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. આજકાલ બજારમાં શુદ્ધ ઘીના નામે વેચાતા નકલી ઘીમાં પણ ખૂબ જ મિલાવટ થાય છે.  દેખાવમાં ભલે તે અસલી દેશી ઘી લાગે તે માટે નકલી ઘીમાં થોડું અસલી મિક્સ કરીને વહેંચવામાં આવે છે જેથી તેને સુગંધથી ઓળખી ન શકાય. જોકે, આવા ઘીનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ રહે છે. 

Tags :
DiwalifestivalDuplicategheeGujaratFirstSurat
Next Article