કમોસમી વરસાદ, બેવડી સિઝનથી લોકોમાં શરદી, ઉધરસના લક્ષણો મળ્યા
દિવાળીના (Diwali)તહેવારોની તડામાર તૈયારીઓ વચ્ચે આજે અચાનક સુરત ( surat)શહેરના ઉધના, મજુરા અને લિંબાયત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે વધુ એક વાર લોકોએ ના છૂટકે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો, સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોરે સુરત શહેરના અલગ - અલગ વિસ્તારમાં વરસાદનું આગમન થતાં નોકરી - ધંધા માટે નીકળેલા વાહન ચાલકો સહિત રાહદારીઓની – હાલત કફોડી થવા પામી હતી. મજુરા વિસ્તાર ખાતે એક ઝાડà
01:24 PM Oct 12, 2022 IST
|
Vipul Pandya
દિવાળીના (Diwali)તહેવારોની તડામાર તૈયારીઓ વચ્ચે આજે અચાનક સુરત ( surat)શહેરના ઉધના, મજુરા અને લિંબાયત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે વધુ એક વાર લોકોએ ના છૂટકે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો, સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોરે સુરત શહેરના અલગ - અલગ વિસ્તારમાં વરસાદનું આગમન થતાં નોકરી - ધંધા માટે નીકળેલા વાહન ચાલકો સહિત રાહદારીઓની – હાલત કફોડી થવા પામી હતી. મજુરા વિસ્તાર ખાતે એક ઝાડનો ભાગ તુટી પડતા, કાર ને નુકસાન થવા પામ્યું હતું.
ત્યારે બંને ઋતુ ભેગી થવાને કારણે તાવ અને શરદી-ખાંસી વધી છે. કમોસમી વરસાદ પડતાં શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો ,સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન વાઇરલના કેસો વધતા હોય છે.જો કે કમોસમી વરસાદ પડતા સોમવારે ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી છે.
સુરતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધવાની સંભાવનાએ આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે.દર વર્ષે ચોમાસા બાદ તાવ, શરદી, ખાંસીના દર્દીઓની સંખ્યા વધે છે પંરતુ. આ વખતે કમોસમી વરસાદને કારણે મચ્છરજન્ય રોગચાળો થવાની દહેશત ઊભી થઇ છે.
આ અંગે પાલિકાના આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે સામન્ય રીતે ચોમાસામાં રોગચાળામાં વધારો થતો હોય છે.પરંતુ હાલ ચોમાસા ની સીઝન જતાં વરસાદ ખાબક્યો છે એના કારણે રોગચાળો વધવાની શક્યતા નકારી ન શકાય.ગયા વર્ષે એટલે કે 2021 સપ્ટેમ્બર માસ માં મેલેરીયા ના 110 કેસ નોંધાયા હતા જે આ વર્ષે 2022 માં 65 કેસ નોંધાયા છે ગત વર્ષે 2021માં ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 63 કેસ નોંધાયા હતા જે હાલ 2022 ઓકટોબરમાં પણ 63 ઉપર સ્થિર રહયા છે.
જો કે હજી સુધી ચિકન ગુનિયા નો એક પણ કેસ નહિ નોંધાતા ચિંતાની કોઈ વાત નહિ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વાઇરલને કારણે તાવ, શરદી ખાંસીના કેસોની સંખ્યા વધી હતી, હાલ કમોસમી વરસાદ ના કારણે રોગચાળો વક્રતા નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરના દર્દીઓ બમણા થતા તબીબો પણ ચિંતિત થયા છે.
Next Article