Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવતી અને તેની માતાની સતર્કતાને કારણે સુરતમાં નિર્ભયાવાળી થતાં રહી ગઈ

સુરતના મહિધરપુરામાં રહેતી બે કોલેજીયન વિદ્યાર્થીનીઓ રાહુલરાજ મોલથી આવી રહી હતી. ત્યારે બીઆરટીએસ બસમાં સિટીબસના કંડકટરો દ્વારા છેડતી કરવામાં આવી હતી. સુરત સ્ટેશન બસસ્ટેન્ડ પાસે બીઆરટીએસ બસ ઊભી રખાવીને પોલીસે ત્રણ કંડકટરોની ધરપકડ કરી હતી. આ છેડતીની ઘટનામાં બીઆરટીએસ બસના અન્ય કંડકટરો મુકપ્રેક્ષકોની જેમ ચુપચાપ બધુ જોઇ રહ્યા હતા.સુરત શહેરમાં સતત છેડતી અને નાની બાળકી સાથે દુષ્à
યુવતી અને તેની માતાની સતર્કતાને કારણે સુરતમાં નિર્ભયાવાળી થતાં રહી ગઈ
Advertisement
સુરતના મહિધરપુરામાં રહેતી બે કોલેજીયન વિદ્યાર્થીનીઓ રાહુલરાજ મોલથી આવી રહી હતી. ત્યારે બીઆરટીએસ બસમાં સિટીબસના કંડકટરો દ્વારા છેડતી કરવામાં આવી હતી. સુરત સ્ટેશન બસસ્ટેન્ડ પાસે બીઆરટીએસ બસ ઊભી રખાવીને પોલીસે ત્રણ કંડકટરોની ધરપકડ કરી હતી. આ છેડતીની ઘટનામાં બીઆરટીએસ બસના અન્ય કંડકટરો મુકપ્રેક્ષકોની જેમ ચુપચાપ બધુ જોઇ રહ્યા હતા.
સુરત શહેરમાં સતત છેડતી અને નાની બાળકી સાથે દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષિય યુવતી વેસુની ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે. રજાના દિવસમાં યુવતી પોતાની એક મિત્ર સાથે હરવા-ફરવા જવા ઇચ્છતી હતી. યુવતીના પિતાએ મહિધરપુરાથી બંને બહેનપણીને વેસુની ગીતા રેસ્ટોરન્ટ પાસે લઇ ગયા હતા અને ત્યાંથી તેઓને મુકી પોતે પરત આવી ગયા હતા. આ બંને બહેનપણીઓ પહેલા વેલેન્ટાઇન સીનેમામાં અન્ય મિત્રો સાથે મુવી જોવા માટે ગઇ હતી, ત્યારબાદ તેઓ રાહુલરાજ મોલથી બીઆરટીએસ બસમાં બેસીને મહિધરપુરા આવવા નીકળી હતી.
જોકે બસમાં બ્રેકના કારણે ધક્કામુક્કી થતા યુવતીની સાથે એક યુવકે સામાન્ય સ્પર્શ કર્યો હતો, પરંતુ આ સ્પર્શ જાણીજોઇને થયો ન હોવાનું સમજી યુવતી ચુપ રહી હતી. થોડીવાર બાદ અન્ય પેસેન્જરો આવ્યા હતા, તે બધાની વચ્ચે જ આ યુવકે આ વિદ્યર્થીનીને કહ્યું કે, ‘સરસ સ્માઇલ’, ‘સ્ટેશન જઇને મજા લઇએ’ તેમ કહીને આંખ મારી હતી અને ઇશારા પણ કર્યા હતા. આમ વિધ્યાર્થી બીઆરટીએસ બસના કંડકટરને આ બાબતે ફરિયાદ કરી પરંતુ તે મુકપ્રેક્ષકની જેમ જોઇ રહ્યો અને સામે સવાલ કર્યો કે, તો તારે શું કરવું છે..?. આ દરમિયાન યુવતીએ બુદ્ધિપૂર્વક પોતાની માતાને ફોન કરી દીધો હતો અને સ્ટેશન રોડ ઉપર અમિષા ચાર રસ્તા પાસે ઊભા રહેવા કહ્યું હતું. 
ફોન ઉપર યુવતી ગભરાયેલી હોવાથી યુવતીની માતા તાત્કાલીક મોપેડ લઇને આવી ગઇ હતી અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. રસ્તામાં યુવતીની માતાએ બસને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ ડ્રાઇવરે બસ ઊભી રાખી ન હતી, યુવતીની માતા રસ્તા વચ્ચે ઊભી રહી પરંતુ ડ્રાઇવરે બસ ઊભી રાખી ન હતી. ત્યારબાદ આ બસ સ્ટેશન સર્કલ પાસે ગઇ ત્યારે ઊભી રહી હતી, ત્યાં પોલીસ પણ આવી ગઇ હોવાથી બસને સાઇડ સ્ટેન્ડમાં લઇ લેવા કહ્યું હતું, થોડીવારમાં બસમાંથી યુવતી અને તેની બહેનપણી નીચે ઉતરી હતી અને તેઓએ પોલીસને કહ્યું કે, બસમાં ત્રણ યુવકો અમારી છેડતી કરતા હતા. પોલીસ યુવતીની છેડતી કરનાર શાહરૂખ શેખ નામનો યુવકને પકડી લીધો હતો, આ ઉપરાંત તેની સાથે સમીર શાહ, જયદીપ પરમાર પણ પકડી લીધા હતા. આ ત્રણેય સિટીબસના કંડકટરો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મહિધરપુરા પોલીસે આ ત્રણેય યુવકોની સામે છેડતીની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે.
સુરતના સીટી બસમાં કંડક્ટર દ્વારા તરુણીની છેડતીના  મામલાને પાલિકા દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને છેડતી કરનાર ત્રણેય કંડક્ટરને બ્લેકલીસ્ટ કરાયા છે. સુરત શહેર મેયર હેમાલી બોઘાવાળાના આદેશને લઈ બ્લેકલીસ્ટ કરાયા છે તેમજ અન્ય કોઈ જગ્યાએ નોકરી ન કરી શકે તેવી કામગીરી કરાઈ છે.
Tags :
Advertisement

.

×