Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓનલાઇન શોપિંગને કારણે સુરતના કાપડ ઉદ્યોગના નાના વેપારીઓની હાલત કફોડી

કોરોના કાળના બે વર્ષ બાદ ઓનલાઇન માર્કેટનું ચલણ વધ્યું છે. જેને કારણે સુરતનો ખાસ ઉદ્યોગ ગણાતા કાપડ માર્કેટમાં પણ વેપારીઓ એ ઓનલાઈન વેચાણ શરૂ કરી દીધું હતું. જેને પગલે ગત વર્ષની દિવાળીની સરખામણીએ આ વર્ષે ઓનલાઈન માર્કેટનો વ્યાપ વધ્યો છે. આ ઓનલાઈન માર્કેટનો વ્યાપ વધતા કાપડ માર્કેટના નાના વેપારીઓને મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે દિવાળી પર ઓનલાઇન માર્કેટ માત્ર 10% હતું જ
ઓનલાઇન શોપિંગને કારણે સુરતના કાપડ ઉદ્યોગના નાના વેપારીઓની હાલત કફોડી
Advertisement
કોરોના કાળના બે વર્ષ બાદ ઓનલાઇન માર્કેટનું ચલણ વધ્યું છે. જેને કારણે સુરતનો ખાસ ઉદ્યોગ ગણાતા કાપડ માર્કેટમાં પણ વેપારીઓ એ ઓનલાઈન વેચાણ શરૂ કરી દીધું હતું. જેને પગલે ગત વર્ષની દિવાળીની સરખામણીએ આ વર્ષે ઓનલાઈન માર્કેટનો વ્યાપ વધ્યો છે. આ ઓનલાઈન માર્કેટનો વ્યાપ વધતા કાપડ માર્કેટના નાના વેપારીઓને મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે દિવાળી પર ઓનલાઇન માર્કેટ માત્ર 10% હતું જે આ વર્ષે વધીને 25% સુધી પહોંચી ગયું છે.
સુરત ફેડરેશન ઓફ ટેકસટાઇલસ એન્ડ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેકટર રંગનાથ શારડાએ જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન દુકાનો અને માર્કેટો બંધ રહેવાના કારણે કાપડ માર્કેટના કેટલાક વેપારીઓએ ઓનલાઇન એપ્લિકેશન અથવા તો વેબસાઈટ મારફતે પોતાનો ધંધો વિસ્તારવાનો શરૂ કર્યો હતો. તો બીજી તરફ લોકોને પણ ઘર બેઠા શોપિંગ કરવા મળતી હોવાથી તેને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. 
ગયા વર્ષે તો દિવાળીના સમયે સુરત ટેક્સટાઇલ માર્કેટના 10% વ્યાપાર જ ઓનલાઇન હતો. પરંતુ ગત એક વર્ષની વાત કરીએ તો ઓનલાઇન એપ સિવાય whatsapp, facebook અને instagram ના માધ્યમથી પણ વેપારીઓએ વેચાણ શરૂ કરતાં હાલ આ વેપાર 25% સુધી પહોંચી ગયો છે. આ ઓનલાઈન વેપારને કારણે મોટા અને હોલસેલ વેપારીઓને ખાસ તકલીફ નથી પડી રહી. પરંતુ જે નાના વેપારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, આ વેપારીઓ લોકલ માર્કેટ ઉપર જ નભતા હોય છે. પરંતુ લોકો માર્કેટમાં ખરીદી કરવા આવવાને બદલે ઓનલાઇન જ ખરીદી કરી લેતા હોવાથી નાના છુટક વેપારીઓનો ધંધો ખૂબ જ ઘટી ગયો છે.
સુરત કપડાં માર્કેટમાં જ રિટેલ વેપાર કરતા વેપારી ગૌતમ સાંધાણી ના જણાવ્યા મુજબ, ગયા વર્ષે તો લગ્નસરા અને દિવાળીની સિઝનમાં સારો એવો વેપાર થઈ ચૂક્યો હતો. પરંતુ આ વર્ષે ઓનલાઈન ખરીદી વધતા સુરતની કપડા માર્કેટમાં રિટેલ દુકાનો ધરાવતા વેપારીઓની હાલત હાલ કફોડી થઈ છે. જેનું કારણ છે કે, ખરીદી કરવા માંગતા લોકો માર્કેટની ભીડભાડમાં આવવાને બદલે ઘરે બેઠા જ પોતાની પસંદગીના કપડા ઓનલાઇન મેળવી શકે છે. તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ પર તેમને અલગ અલગ રેન્જ પણ મળી રહે છે તેથી હાલ સુરતના કપડા માર્કેટની વાત કરીએ તો નાના અને રિટેલ વેપારીઓનો બિઝનેસ 75% સુધી ઘટી ગયો છે અને સામી દિવાળીએ ઘરાકી ન નીકળતા નાના વેપારીઓ મુશ્કેલીમાં છે.
તો બીજી તરફ જોવા જઈએ તો આજના વ્યસ્ત સમયમાં લોકો પણ બહાર નીકળવાનું ટાળે છે. અથવા તો માર્કેટની ભીડભાડમાં જવાનું પણ ટાળતા હોય છે. ઓનલાઇન શોપિંગ કરતી જશદીપ બુટ્ટીના કહેવા મુજબ, અમને ઘર બેઠા જ પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર એક જ ક્લિકમાં તમામ બ્રાન્ડના કપડાઓ મળી રહેતા હોય છે અને વધુમાં તેની કોઈ ટાઈમ લિમિટ નથી હોતી. જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે ઓનલાઇન એપ્લિકેશન ખોલીને પોતાના મનગમતા કપડાની ખરીદી કરી શકાય છે. બીજું કે જો કપડા પસંદ ન આવે તો તેમાં રિટર્ન પોલિસી પણ ઉપલબ્ધ છે. જેથી હાલ હું અને મારા પરિવારના લોકો તો સમયની બચત અને ભીડભાળમાં જવાની જગ્યાએ ઘરે બેસીને જ નવરાશના સમયમાં ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પ્રિફર કરી રહ્યા છે.
ડિજિટલ ઇન્ડિયાના કારણે દરેક ક્ષેત્રમાં ઓનલાઇન વ્યાપારનો વ્યાપ વધ્યો છે. જેનો ફાયદો પણ ઘણો છે. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો સુરતના હાર્દ સમા કાપડ વેપારને આ ઓનલાઈન વ્યાપાર ને કારણે નુકસાન થઈ રહ્યું હોય તેવું હાલ વેપારીઓ જણાવી રહ્યા છે. આગામી સમયમાં જો આ જ પ્રકારનો માહોલ રહેશે તો સુરત કપડા માર્કેટના ઘણા વેપારીઓએ પોતાની દુકાન બંધ કરીને ઘરે બેસવાનો વારો આવે તેવું વેપારીઓ માની રહ્યા છે.
Tags :
Advertisement

.

×