ડ્રગ માફિયાઓનો સુરતમાં ડ્રગ ઘુસાડવાનો નવો કીમિયો, મહિલાઓ મારફતે ડ્રગ્સ સપ્લાય કરાઇ
શહેરમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ બની છે. ત્યારે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવાની કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન પાસેથી બે મહિલાઓની અંગઝડતી લેતા તેમની પાસેથી 209.06 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ બંàª
શહેરમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ બની છે. ત્યારે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવાની કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન પાસેથી બે મહિલાઓની અંગઝડતી લેતા તેમની પાસેથી 209.06 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને મહિલાઓ મુંબઈથી સુરત ખાતે ટ્રેન મારફતે આ ડ્રગ્સ લાવી હતી. તેમની પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 20 લાખ રૂપિયાથી પણ વધુ નોંધાઈ છે.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ડ્રગ્સ માફિયા ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરત જેવા મેગા સીટી ની અંદર પણ યુવા ધન નશાખોરીને રવાડે ન ચડે તે બાબતે પણ સુરત પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી રહી છે. જેમાં ગઇકાલે જ સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના મુંબઈથી બે મહિલાઓ ટ્રેન મારફતે સુરતમાં ડ્રગ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવીને આ બંને મહિલાઓને રેલવે સ્ટેશનની બહાર આવેલા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી હતી. બંને મહિલાઓની જડતી લેતા તેમના પર્સમાં છુપાવીને રાખેલ 209 ગ્રામનો એમડી ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 20 લાખ રૂપિયા કરતા વધુ થાય છે. જેને આધારે આ બંને મહિલાઓ હિના શેખ અને હસમત સૈયદ ની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
એમડી ડ્રગ સાથે ઝડપાયેલી બંને મહિલાઓ પૈકી હિના શેખનો પતિ બે મહિના અગાઉ મુંબઈ પોલીસના હાથે ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. જેથી કરીને હિના તેની સહેલી હસમત સાથે ટ્રેન મારફતે સુરતમાં તેમજ ગુજરાતના અન્ય રાજ્યોમાં ડ્રગ સપ્લાય કરતી હોવાનું હાલ પોલીસને લાગી રહ્યું છે. બંને મહિલાઓ મુંબઈના મુંબ્રા થી પોતાના પર્સમાં છુપાવીને રેલવે મારફતે આ ડ્રગ્સને સુરત લાવી રહી હતી. પોતે મહિલા હોવાનો ફાયદો ઉઠાવીને હિના અને હસમત દ્વારા રેલવેમાં રિઝર્વેશન કરાવીને આસાનીથી અન્ય શહેરોમાં તેઓ ડ્રગ્સ નું રેકેટ ચલાવતા હોવાનું પોલીસને માલુમ પડ્યું છે. આ બંને મહિલાઓ સુરતમાં આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાના હતા ? કોની પાસેથી લાવ્યા હતા? તે બાબતેની તપાસ હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
સુરત શહેરમાં અવારનવાર સુરત પોલીસ દ્વારા ડ્રગ પેડલર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા બે વર્ષમાં 20 થી વધુ નાર્કોટિક્સના કેસ કરવામાં આવ્યા હતા. આ તમામ કેસોમાં પણ આ બે મહિલાઓની કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
Advertisement