Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ડાયમંડ વેપારીઓને તેમના હીરા પરત અપાયા

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાંસિટી લાઇટ મહેશ્વરી ભવન ખાતે વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી એ હાજરી આપીઅમરેલીથી સુરત આવતી લક્ઝરી બસમાં ધંધુકા પાસે લૂંટ થઈ હતી બે કરોડ 75 લાખ રૂપિયા હીરાના પાર્સલ અને રોકડ રકમ લુંટાયા હતાસમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આણંદ પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસે કુલ 14 લૂંટારાઓને ગણતરીની કલાકમાં શોધી કાઢ્યા હતા299 પાર્સલ કોર્ટની મંજà«
સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ડાયમંડ વેપારીઓને તેમના હીરા પરત અપાયા
Advertisement
  • રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં
  • સિટી લાઇટ મહેશ્વરી ભવન ખાતે વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી એ હાજરી આપી
  • અમરેલીથી સુરત આવતી લક્ઝરી બસમાં ધંધુકા પાસે લૂંટ થઈ હતી 
  • બે કરોડ 75 લાખ રૂપિયા હીરાના પાર્સલ અને રોકડ રકમ લુંટાયા હતા
  • સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આણંદ પોલીસે કાર્યવાહી કરી હતી.
  • પોલીસે કુલ 14 લૂંટારાઓને ગણતરીની કલાકમાં શોધી કાઢ્યા હતા
  • 299 પાર્સલ કોર્ટની મંજૂરીથી ડાયમંડ એસોસિએશન અને આંગડિયાની હાજરીમાં માલિકોને પરત આપવામાં આવ્યા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે સુરત (Surat)માં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે સિટી લાઇટ મહેશ્વરી ભવન ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી. થોડા મહિના અગાઉ અમરેલીથી સુરત આવતી લક્ઝરી બસમાં ધંધુકા પાસે લૂંટ થઈ હતી. 2 કરોડ 75 લાખ રૂપિયા હીરાના પાર્સલ અને રોકડ રકમ લુંટાયા હતા. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આણંદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે કુલ 14 લૂંટારાઓને ગણતરીની કલાકમાં શોધી કાઢ્યા હતા. 299 પાર્સલ કોર્ટની મંજૂરીથી ડાયમંડ એસોસિએશન અને આંગડિયાની હાજરીમાં માલિકોને પરત આપવામાં આવ્યા છે. મુદામાલ માલિકોને પરત કરવાના આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી હસ્તે ડાયમંડ વેપારીઓને તેમના હીરા પરત આપવામાં આવ્યા છે.
તેરા તુજકો અર્પણ 
હીરા બજાર અને આંગડિયા પેઢી ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તમામને ધેર્ય રાખવા બદલ આભાર વ્યક્ત કરું છું..આ સાથે આ કાર્યક્રમને નામ આપુ છું.....તેરા તુજકો અર્પણ ઓર સન્માન પોલીસ કો અર્પણ..તંત્ર દ્વારા નવી દિશા એ લઈ જવા ની જવાબદારી સરકાર ની છે, ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ, સુરત પોલીસ અને આણંદ પોલીસનો આભાર માનું છું અને જો ઘટનાની વાત કરૂ તો દિવાળીના એક દિવસ પહેલા હીરાની લૂંટ થઈ હતી. આંગડિયાના કર્મી જ્યારે આ હીરા લઈને આવતા હતા ત્યારે લૂંટ થઈ અને ૩૦૦ વેપારીઓની દિવાળી બગડી હતી. પરંતુ અમદાવાદના એસ.પી ને અભિનંદન, જેમણે દિવાળી નહિ મનાવી અને રાત દિવસ એક કરી કેસ સોલ્વ કર્યો. વેપારી અને પોલીસ વચ્ચેની સમજ અને અવિશ્વાસ ને દૂર કરવા પ્રયત્ન કરાયો.અમદાવાદ ગ્રામ્ય પોલીસે ૧૦૦ દિવસમાં માલ છોડાવ્યો.અને પોલીસે સુરત શહેરમાં આવીને માલ આપ્યો.આવી પ્રથમ ઘટના છે કે વગર પોલીસ સ્ટેશને જઈ માલ પરત મળ્યો છે. 

સુરતમાં વિશ્વાસ ઉપર હીરાનો વેપાર થાય છે
વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે ગુજરા ના સુરતમાં વિશ્વાસ ઉપર હીરા નો વેપાર થાય છે. મે આ હીરા બજારમાં વેપાર કર્યો છે. ઉત્તર ગુજરાતમાં લાખો પરિવારનો વિકાસ અને એની સમૃદ્ધીનું કારણ આ વિશ્વાસ છે. નાની મોટી ચીઠ્ઠી એટલા માટે છે કે નાના માં નાની મદદ કોઈક ને પહોંચાડી શકે અને ફેકટરી ખોલી લાખો લોકો ને રોજગારી અપાય છે. એ છે સુરત..માત્ર અરજીઓ થાય અને કેસ ત્યાં જ રહે હવે એવું નહિ થાય. આગળ વધશું અને ચિટીંગ અટકાવીશું. સમય પર સુરત શહેર પોલીસ દ્વારા ગંભીરતા પૂર્વક તપાસ નહિ થઈ હોત લેભાગુ વ્યક્તિ પૈસા ઊભા કરત પરંતુ પોલીસે સારી કામગીરી કરી છે. ભવિષ્યમાં આ પ્રકાર ના બનાવ ના બને ગુનેગાર ને સબક શિખડવા માટે ફરિયાદ દાખલ કરાશે. સુરત શહેર પોલીસને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં સન્માન મળવું જોઈએ. નાની બાળકીઓને બળાત્કારમાં ન્યાય અપાવ્યો છે.પોલીસ ની જવાબદારી છે પરંતુ એમના પણ પરિવાર છે.અને એ પણ સામન્ય લોકો જ છે. શાલ અને ટ્રોફી લઈ ને જ્યારે પોલીસ ધરે લઈ જશે ત્યારે તેમના બાળકો ગર્વ અનુભવશે.

નવી સિસ્ટમ ડાયમંડ માં યથાવત રાખજો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ડાયમંડ ઉદ્યોગ ને અપીલ કરી છે કે આ નવી સિસ્ટમ ડાયમંડ માં યથાવત રાખજો. કોઈ પોલીસ તમારા માલ ને હીરા ને શોધી ને આપે તો એનું સનમાન કરજો, સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ સુરત શહેર ના લોકો ને વચન આપ્યું હતું કે હીરા બજાર હોય કે કપડાં બજાર એની રક્ષણ કરવાની જવાબદારી હમારી રહેશે.જો તમારા થી ભૂલ થશે તો પણ તમારો સાથ હમે આપશું,નાની મોટી તકલીફો છેતરપિંડી માં તમામ માં સાથ આપીશુ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ વ્યાજખોરો વિશે વાત કરતાં કહ્યું હતું કે અમુક વ્યક્તિઓ હમેશા નકારાત્મક ભૂમિકા ભજવતા હોય,એવા સ્વભાવ અમુક લોકોમાં હોય છે,પરંતુ પોલીસ સામે ચાલી ને સોસાયટી સુધી આવી છે .શાકભાજી ની લારી સુધી આવે અને પૂછે કે વ્યાજ લીધું છે એમાં કોઈ તમને હેરાન કરે છે. તમારા દાગીના અને ઘર કોઈ એ હડપ કર્યું હોય તો પોલીસ ને કહેજો. તમારી સમસ્યાનું નિરાકરણ કરી તમને ન્યાય મળશે.હીરા પરત મળતાં હીરા વેપારી અને આંગડિયા પેઢીના કર્મીઓએ પણ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×