Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લેબોરેટરીમાં બનેલા હીરાની માંગ વિશ્વમાં વધી, જાણો રસપ્રદ માહિતી

સુરતના હીરા ઉદ્યોગમાં  નવી ક્રાંતિ આવીલેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ અચાનક વિશ્વમાં વધી એક જ વર્ષમાં ઓર્ડર થયા બમણા બે વર્ષમાં 300 ટકા લેબરોન ડાયમન્ડ ઉપર કામગીરી વધી છેલ્લા બે વર્ષમાં 248 મિલિયન ડોલરની વેપારમાં આવક વધીસુરત (Surat)માં લેબોરેટરીમાં બનેલા હીરા (Diamond)ની ડિમાન્ડ અચાનક વિશ્વમાં વધી ગઈ છે.એક જ વર્ષમાં ઓર્ડરમાં પણ બમણા થયા હોવાનું હીરા ઉદ્યોગકાર જણાવી રહ્યા છે.સુરતમાં લે
લેબોરેટરીમાં બનેલા હીરાની માંગ વિશ્વમાં વધી  જાણો રસપ્રદ માહિતી
  • સુરતના હીરા ઉદ્યોગમાં  નવી ક્રાંતિ આવી
  • લેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ અચાનક વિશ્વમાં વધી 
  • એક જ વર્ષમાં ઓર્ડર થયા બમણા 
  • બે વર્ષમાં 300 ટકા લેબરોન ડાયમન્ડ ઉપર કામગીરી વધી 
  • છેલ્લા બે વર્ષમાં 248 મિલિયન ડોલરની વેપારમાં આવક વધી
સુરત (Surat)માં લેબોરેટરીમાં બનેલા હીરા (Diamond)ની ડિમાન્ડ અચાનક વિશ્વમાં વધી ગઈ છે.એક જ વર્ષમાં ઓર્ડરમાં પણ બમણા થયા હોવાનું હીરા ઉદ્યોગકાર જણાવી રહ્યા છે.સુરતમાં લેબગ્રોન ડાયમન્ડ (Labgrown Diamond)ની આવક વધવાના કારણે રત્નકલાકરોને રોજગારીમાં વધારો થયો છે. આવનારા વર્ષોમાં રત્નકલાકારો માટે ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં 300 ટકા લેબગ્રોન ડાયમન્ડ ઉપર કામગીરી વધી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં 248 મિલિયન ડોલરની વેપારમાં આવક વધી છે.
લેબમાં ઉગાડેલા હીરાની માગ વધી
ભારતમાં પણ લેબોરેટરીમાં ઉગાડેલા ડાયમંડ જ્વેલરીની માંગ વધવા લાગી છે. સુરતમાં જ સોલિટેર હીરાની વીંટી, મંગળસૂત્ર,બંગડી, 2 કેરેટ સુધીના પેન્ડન્ટની માંગ વધી છે.
સુરતમાં શરુ થયા શો રુમ
આ લેબના કારણે ચેન્નઈ, મુંબઈ,બેંગલોર પહેલા સુરતમાં જ ડાયમંડ જ્વેલરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ડાયમંડ હબ સુરતમાં લેબમાં ઉગાડવામાં આવેલા ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કુદરતી હીરાની જેમ શરૂ થયું છે. લેબગ્રોન ડાયમંડ ના સુરતમાં 300 થી વધુ ઉત્પાદન એકમો થઇ ગયા છે. હવે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના ઉત્પાદકોની સંખ્યા પણ વધી રહી છે. આ સાથે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શો રૂમ પણ શરૂ થઈ ગયા છે, અને આ તમામના કારણે રત્નકલાકારોના પણ હવે સારા દિવસો આવ્યા હોવાનું તેઓ ખુદ જણાવી રહ્યા છે.
ઓર્ડરમાં થયો વધારો
લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો કહે છે કે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી માર્કેટ 14 અબજ ડોલરના દાગીનાના વ્યવસાયમાં માંડ 2 ટકા હિસ્સો ધરાવે છે. આ 2030 સુધીમાં હજી પણ વધવાની ધારણા છે. સુરત લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતી નિર્માતા જણાવે છે કે નેચરલની જેમ સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ વધી છે. અમે 1 વર્ષમાં મળતા ઓર્ડરમાં વધારો જોયો છે. જેમાં ખાસ કરીને રિંગ્સ, બુટીઝ, પેન્ડન્ટ્સ સાથે પરંપરાગત જ્વેલરી લેબમાં ઉગાડવા માં આવેલા હીરાના ઘરેણામાં પણ જોવા મળે છે.
રત્ન કલાકારોનું ભવિષ્ય ઉજ્જવળ
લેબગ્રોન જ્વેલરીના BF નું ટેસ્ટિંગ શરૂ થયું છે. જે અત્યાર સુધી માત્ર છૂટક હીરા સુધી મર્યાદિત હતું. તેના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. 2 વર્ષમાં લેબોરેટરીમાં ઉગાડેલા દાગીના બનાવીને સીધા બજારમાં વેચતા લોકોની સંખ્યા વધીને 19 થઈ છે. આમ, સુરતમાં પ્રથમ લેબ ઉગાડેલા ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન શરૂ થયું હતું. સુરતમાં લેબગ્રોન ડાયમન્ડ ની આવક વધવાના કારણે રત્નકલાકરોને રોજગારી માં વધારો થયો છે. આવનારા વર્ષોમાં રત્નકલાકારો માટે ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં 300 ટકા લેબગ્રોન ડાયમન્ડ ઉપર કામગીરી વધી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં 248 મિલિયન ડોલરની વેપારમાં આવક વધી છે.

લેબરોન ડાયમન્ડના કારણે આવશે સારા દિવસો
પહેલા સિન્થેટિક એટલે કે લેબગ્રોન ડાયમંડની એટલી કિંમત નહોતી પણ હવે ધીરે ધીરે તેની ડિમાન્ડ વધતા ઉત્પાદન પણ વધી રહ્યું છે અને તેની સાથે જોડાયેલા લોકોનો આત્મવિશ્વાસ વધતા તેને વધુ વેગ પણ મળ્યો છે, અને તેથી જ આર્થિક સંકળામણના કારણે રત્નકલાકારો હાલ આપઘાત કરતા બંધ થયા છે અને આવનારા વર્ષોમાં રત્ન કલાકારોના વધુ સારા દિવસો લેબરોન ડાયમન્ડના કારણે આવશે તેવું હાલ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.