સુરતમાં આયુર્વેદિક મીઠાઈઓની ડિમાન્ડ વધી, માત્ર બે દિવસમાં 1 હજાર કિલોથી વધુનો ઓર્ડર
આયુર્વેદના સિદ્ધાંતો અને હર્બલ ઔષધોના ઉપયોગથી ઇનોવેટિવ અને ડિઝાઈનર સ્વીટની ડિમાન્ડ વધી છે. સુરતના એક ડોક્ટર દ્વારા આ દિવાળીના તહેવારમાં ઇનોવેટિવ આયુર્વેદિક મીઠાઈઓ બનાવવામાં આવી છે. જેની દેશ વિદેશમાં પણ દિવાળી પહેલાથી ડિમાન્ડ ઉઠી છે.ઔષધીઓથી બનેલી આયુર્વેદિક મીઠાઈઓ જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. મીઠાઈ બનાવનાર સુરતના ડો. મીરા સાપડિયાએ જણાવ્યું હતું કે, આ વખતે દિવાળી શરૂ
આયુર્વેદના સિદ્ધાંતો અને હર્બલ ઔષધોના ઉપયોગથી ઇનોવેટિવ અને ડિઝાઈનર સ્વીટની ડિમાન્ડ વધી છે. સુરતના એક ડોક્ટર દ્વારા આ દિવાળીના તહેવારમાં ઇનોવેટિવ આયુર્વેદિક મીઠાઈઓ બનાવવામાં આવી છે. જેની દેશ વિદેશમાં પણ દિવાળી પહેલાથી ડિમાન્ડ ઉઠી છે.
ઔષધીઓથી બનેલી આયુર્વેદિક મીઠાઈઓ જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. મીઠાઈ બનાવનાર સુરતના ડો. મીરા સાપડિયાએ જણાવ્યું હતું કે, આ વખતે દિવાળી શરૂ થવા પહેલેથી લોકોના ઓર્ડર વેઇટિંગમાં છે. માત્ર બે દિવસમાં જ અંદાજે 1000 કિલોથી પણ વધુનું આયુર્વેદિક સ્વીટ્સનું વેચાણ થયું છે. આ મીઠાઈની ખાસિયત એ છે કે તે, ઓર્ગેનીક અને પ્રાકૃતિક Ingredientsનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે કેમિકલ ફ્રી, પેસ્ટીસાઈડ ફ્રી, આર્ટિફિશિયલ કલર અને ફ્લેવર ફ્રી સ્વીટ બની છે. આજે લોકોમાં બદલતી લાઈફ સ્ટાઇલને લીધે તથા બહારનું જંક ફૂડનો ઉપાયગ વધુ થવાને લીધે વિટામિન્સ, કેલ્શિયમ અને લોહતત્વની ઉણપ ખૂબ જ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આયુર્વેદના ઔષધોનો ઉપયોગ કરી મીઠાઈ બનાવાઈ છે.
મીઠાઈ બનાવવામાં આ પ્રકારની ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે ગિલોય સત્વ, જે રોગપ્રતિકાર શક્તિ વધારે છે. શંખ અને પ્રવાલ ભસ્મ પાચન, એસીડોટીમાં ઉપયોગી તથા કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર છે. ગ્રંથિક ચૂર્ણ પાચનતંત્ર તેમજ શ્વાસના રોગોમાં ઉપયોગી, મુકતા ભસ્મ એસીડીટી અને નર્વ ટોનિક છે. જ્યોતિષ મતી અને વચા જે બ્રેઇન ટોનિક છે, આ સિવાય પણ ઘણા આયુર્વેદિક હર્બલ્સ અને મિનરલ્સ કે જે લોહતત્વ, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર હોય છે જેને ઉમેરવામાં આવ્યા છે. સાથે ચાંદીની ભસ્મનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મીઠાઈ પચવામાં ભારે હોય જેના કારણે મીઠાઈઓમાં આયુર્વેદના પાચક ઔષધીઓ ઉમેરવામાં આવી છે. નેચરલ મીઠાશ માટે મધ, અંજીર, પામમીશ્રી, ઓર્ગેનિક સુગરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઇનોવેટિવ મીઠાઈઓમાં
1. અર્જુન કટલી- કેલ્શિયમ રિચ સ્વીટ-
આપણે કાજુ કટલી ખાતા જ હોઇએ છીએ પરંતુ આ કાજુ કટલી સ્પેશિયલ અર્જુન ઔષધ સાથે બનાવવામાં આવી છે.
અર્જુનમાં કેલ્શિયમ ખૂબ પ્રમાણમાં હોય છે, સાથે કાર્ડિયો ટોનિક પણ છે. એ સિવાય સુક્તિ ભસ્મ, લોહ ભસ્મ જે કેલ્શિયમ અને આર્યન વધારનાર તથા વાચા જેવા બ્રેઇન ટોનિક પણ ઉમેરેલા છે.
અર્જુન કટલીની કિંમત- રૂ.1290/kg રાખેલ છે.
2. મેધામૃત- બુદ્ધિ વર્ધક સ્વીટ-
મેદ્ય ઔષધ દ્રવ્યોથી બદામના બેઇઝમાં બનાવેલ સ્વીટ છે. જેમાં મુખ્ય ઔષધ મુક્તા પીષ્ટિ અને રજત ભસ્મ છે જે શરીર અને મન બંનેને ઠંડક આપનાર, નર્વસ સિસ્ટમ પર કાર્ય કરનાર, બુદ્ધિ વર્ધક ઔષધો છે.
આ મીઠાઈની કિંમત-રૂ.1390/kg છે.
3. મન મસ્તી- મૂડ એલિવેટર સ્વીટ-
ચોકલેટ ફ્લેવરમાં કાજુના બેઇઝથી બનાવેલ સ્વીટ્સ છે. આ સ્વીટની ખાસિયત એ છે કે તેમાં કોકો પાઉડરની જગ્યાએ કેરોબ પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કેફીન ફ્રી છે, સાથે ડાર્ક અલકલાઈન ડચ કોકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મીઠાઈમાં જ્યોતિષમતી, વચા જેવા મૂડ એલિવેટર ઔષધો ઉમેરવામાં આવ્યા છે, જે સ્ટ્રેસ, ડિપ્રેશન, માનસિક તાણને ઓછી કરે છે. કેફીન ફ્રી હોવાથી અને કોકો બેઝ હોવાથી બાળકોમાં આ મીઠાઈ ચોકલેટની ગરજ સારે છે અને ખૂબ જ પ્રિય છે.
આ મીઠાઈની કિંમત-રૂ.1390/kg છે.
4. રસનામૃત- રસ ધાતુ વર્ધક સ્વીટ
આ કાજુના બેઇઝથી બનેલી મીઠાઈ છે. જે મુખ્ય ઔષધ સ્પેનિશ ઓર્ગનીક કેસર અને સુવર્ણ ભસ્મ છે.
આ કેસર પાચન તંત્ર પર કાર્ય કરતું હોય મીઠાઈ પચવામાં હળવી છે. સાથે કેલ્શિયમ, લોહતત્વ, અને મિનરલ્સ યુક્ત હર્બસ ઉમેરવામાં આવ્યા છે.
આ મીઠાઈની કિંમત-રૂ.1390/kg છે.
5. હની મસ્તી.- ઇમ્યુનિટી બુસ્ટર સ્વીટ-
આ મીઠાઈ અંજીરના બેઇઝથી તૈયાર કરવામાં આવી છે, dryfrut અને સિડ્સથી બનાવવામાં આવતી સૌથી લોકપ્રિય ઇનોવેટિવ મીઠાઈ છે. કેમ કે આ મીઠાઈમાં મીઠાશ માટે અંજીર, મધ અને પામ મીશ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ડાયાબીટીસ, ઓબેસિટી, હાર્ટ પેશન્ટ પણ લઈ શકે છે.
આ મીઠાઈમાં મુખ્ય ઔષધ ગિલોય સત્વ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે, સાથે ત્રિકટુ, શંખ ભસ્મ જેવા પાચક ઔષધો પણ ઉમેરવામાં આવ્યા છે, વચા જેવા બુદ્ધિ વર્ધક ઔષધો તથા સુક્તિ ભસ્મ જેવા કેલ્શિયમ વધારનાર ઔષધો પણ ઉમેરવામાં આવ્યા છે.
આ મીઠાઈની કિંમત રૂ.1390/kg છે.
Advertisement