દીકરીઓને ડરવાની જરુર નથી પણ ગુનેગારોને ડરવાની જરુર છે, જાણો શું કહ્યું મહિલા પોલીસ અધિકારીએ
સુરતના ચકચાર જગાવનારા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં અદાલતે ગુરુવારે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. ગત 12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજના પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનિલે ગ્રીષ્માનું ગળુ કાપીને તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેણે પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ફેનિલને ઝડપી લઇ ઉંડી તપાસ કરનારી સુરત શà
સુરતના ચકચાર જગાવનારા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં અદાલતે ગુરુવારે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. ગત 12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજના પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનિલે ગ્રીષ્માનું ગળુ કાપીને તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેણે પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ફેનિલને ઝડપી લઇ ઉંડી તપાસ કરનારી સુરત શહેર પોલીસની એસઆઇટીની સભ્ય અને એક માત્ર મહિલા પોલીસ અધિકારી વિશાખા જૈને ચૂકાદા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે દિકરીઓએ ડરવાની જરુર નથી પણ ગુનેગારોને ડરવાની જરુર છે. દિકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી પોલીસની છે.
સુરત જીલ્લાના એએસપી વિશાખા જૈન હાલ પ્રોબેશન પર ફરજ બજાવે છે અને ચકચારી ગ્રીષ્મા હત્યા કેસની તપાસ કરી રહેલી એસઆઇટીમાં પણ તેમને તપાસ સોંપવામાં આવી હતી. વિશાખા જૈને 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીત કરતા કહ્યું કે તેઓ હાલ પ્રોબેશન પર છે પણ તેમને આ તપાસ ટીમમાં સામેલ કરાતા તેમની આ પહેલી તપાસ હતી. તેમને તેમના અનુભવી પોલીસ અધિકારીઓની ટીમમાં સ્થાન મળ્યું હતું. તપાસ માટે તેમણે ગ્રીષ્માની ફેમિલીની મુલાકાત લીધી હતી ત્યારે તેમનો ગુસ્સો, આક્રોષ અને દુખ જોઇને દરેકના મનમાં દીકરીઓ સુરક્ષિત નથી, કામ પર કે કોલેજ જઇ નહી શકે તેવા સવાલો હતા.
તેમણે વધુમાં કહ્યું કે આજે સમય આવી ગયો છે કે દીકરીઓને સહેજે ડરવાની જરુર નથી. ગુનેગારોને ડરવાની જરુર છે. દીકરીઓને કેદ કરવાની જરુર નથી. દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી પોલીસની છે.
ઉલ્લેખનીય છે કે આરોપી ફેનિલને ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને 15 ફેબ્રુઆરીએ એસઆઇટીએ તેની ધપકડ કરી હતી.એસઆઇટીએ તેની ધરપકડ કર્યા બાદ પાંચ દિવસમાં જ ઝીણવટભરી તપાસ કરીને 2500થી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસમાં એસઆઇટીએ 190 સાક્ષી, 27 પ્રત્યક્ષદર્શી, 25 પંચનામા અને ફેનિલના ફોનમાંથી મળેલા પુરાવા,ઓડિયો વીડિયો ક્લીપનો એફએસએલ રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કર્યા હતા. પોલીસના સજ્જડ પુરાવાના કારણે કેસ વધુ સ્ટ્રોંગ બન્યો હતો અને ફેનિલ સામે સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરુ થઇ હતી.
સમગ્ર બનાવનો વિડીયો ગણતરીની મિનિટોમાં સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયો હતો પરિણામે સમગ્ર રાજયમાં અને દેશ વિદેશમાં પણ આ બનાવથી લોકોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. જે તે વખતે સમગ્ર બનાવ ટોક ઓફ ધી સ્ટેટ બન્યો હતો.
આજે જ્યારે ફેનિલને ફાંસીની સજાનું એલાન થયું છે ત્યારે ફરી એક વાર સમગ્ર રાજ્યમાં ગ્રીષ્મા હત્યા કેસની ચર્ચા શરુ થઇ હતી.
Advertisement