Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત શહેરમાં યોજાઈ સાયકલોથોન

સુરત (Surat) મહાનગરપાલિકા,સુરત શહેર પોલીસ અને સુરત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા આજે શહેરમાં સાયક્લોથોન (Cyclothon)નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં નોન મોટરાઈઝડ વ્હિકલોને પ્રોત્સાહન  આપવાના ભાગરૂપે આજે રવિવારે વહેલી સવારે સાયકલોથોનનું આયોજન કરાયું હતું. સાઇકલોથોનને ફ્લેગઓફ કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત ર
03:56 AM Jan 22, 2023 IST | Vipul Pandya
સુરત (Surat) મહાનગરપાલિકા,સુરત શહેર પોલીસ અને સુરત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા આજે શહેરમાં સાયક્લોથોન (Cyclothon)નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં નોન મોટરાઈઝડ વ્હિકલોને પ્રોત્સાહન  આપવાના ભાગરૂપે આજે રવિવારે વહેલી સવારે સાયકલોથોનનું આયોજન કરાયું હતું. સાઇકલોથોનને ફ્લેગઓફ કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

10,000 થી વધુ સુરતીઓ જોડાયા
આ સાયક્લોથોનમાં સુરતીઓનો ઉત્સાહ જબરજસ્ત જોવા મળ્યો હતો. સાયક્લોથોનમાં ફ્રી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું જેમાં 7,000 થી વધુ સાયકલ સ્ટોર દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જોકે વહેલી સવારે જ 10,000 થી વધુ સુરતીઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાયકલોથોનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. સુરતીઓના સહારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ સાયક્લોથન ગુજરાતની સૌથી મોટી સાઇકલોથોન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

સાયકલિંગ ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે
સુરત શહેર પ્રદૂષણ મુક્ત બને અને શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એ વાહનો અને સાયકલિંગ ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે શહેરીજનો સરળતાથી સાયકલ ચલાવી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
 બે પ્રકારની સાયક્લોથોન 
આ સાયકલોથોનને સુરત મહાનગરપાલિકા દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવી હતી.  પ્રથમ ભાગમાં પાંચ કિલોમીટરની ફન સાઇક્લોથન જ્યારે બીજા ભાગમાં 21 km ની સાયક્લોથોન રાખવામાં આવી હતી. પાંચ કિલોમીટરની રેસ માટે નો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ કારગીલ ચોક કારગિલ ચોક થી સુરત કલેકટર ઓફિસ અને ત્યાંથી પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી રાખવામાં આવ્યો હતો જ્યારે 21 કિલોમીટરની રેસ માટેનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સુરત એરપોર્ટ એરપોર્ટ થી સુરત કલેકટર કચેરી અને ત્યાંથી પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો--તાપી જીલ્લાના શિક્ષિત યુવાને ઉપાડી ગરીબ બાળકોના ભણતરની ભૂખ સંતોષવાની જવાબદારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
C.R.PatilCyclothonGujaratFirstHarshSanghviSuratSuratCityPolice
Next Article