Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં સાયકલ ઓન ટ્રેક કેમ્પેઇનનો આરંભ, સાયકલીંગને પ્રોત્સાહન અપાશે

સાયકલને પ્રોત્સાહન આપવા 75 દિવસની ઝુંબેશ શરૂ કરાઇશહે૨માં સાયકલને પ્રોત્સાહન આપવા પાલિકાએ પંદર એમ્બેસેડર નીમ્યાસાયકલ ઓન ટ્રેક કેમ્પેઇનનો આરંભ  કુલ 15 એમ્બેસેડરને 15 રૂટ ઉપર સાયકલ ચલાવવા જવાબદારી સોંપાઇએમ્બેસેડરને પાંચ કિલોમીટરના ટ્રેકની જવાબદારી સોંપાઈટોચના 11 શહેરોમાં સુરતનો સામેલસુરત (Surat) શહેરમાં સાયકલ (Bicycle)ને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પાલિકાએ 15 સાયકલ એમ્બેસેડર (Bicycle Ambassador)ની
સુરતમાં સાયકલ ઓન ટ્રેક કેમ્પેઇનનો આરંભ  સાયકલીંગને પ્રોત્સાહન અપાશે
  • સાયકલને પ્રોત્સાહન આપવા 75 દિવસની ઝુંબેશ શરૂ કરાઇ
  • શહે૨માં સાયકલને પ્રોત્સાહન આપવા પાલિકાએ પંદર એમ્બેસેડર નીમ્યા
  • સાયકલ ઓન ટ્રેક કેમ્પેઇનનો આરંભ  
  • કુલ 15 એમ્બેસેડરને 15 રૂટ ઉપર સાયકલ ચલાવવા જવાબદારી સોંપાઇ
  • એમ્બેસેડરને પાંચ કિલોમીટરના ટ્રેકની જવાબદારી સોંપાઈ
  • ટોચના 11 શહેરોમાં સુરતનો સામેલ
સુરત (Surat) શહેરમાં સાયકલ (Bicycle)ને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પાલિકાએ 15 સાયકલ એમ્બેસેડર (Bicycle Ambassador)ની નિમણૂક કરી છે.પંદર સાયકલ એમ્બેસેડરને પાંચ પાંચ કિલોમીટરના સાઇકલ ટ્રેકની જવાબદારી સોંપવામાં આવી છે. આ પંદર સાયકલ એમ્બેસેડર ૩૧મી ડિસેમ્બર સુધી સાયકલને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરશે. સાયકલ અંગે જાગૃતિ આવે તથા શહેરીજનો મોટી સંખ્યામાં સાયકલ તરફ વળે તે દિશામાં પાલિકાએ નવી પહેલ કરી છે.

75 કિમીનો સાયકલ ટ્રેક તૈયાર કરાયો
સાયકલને પ્રોત્સાહન આપવા માટે સુરત મનપાએ શહેરમાં 75 કિલોમીટર લંબાઇનો સાયકલ ટ્રેક તૈયાર કર્યો છે.સાયકલ ટ્રેક પર વાહનોના પાર્કિંગ તથા રજાના દિવસે લારીગલ્લાઓના દબાણ સહિતના અનેક કારણોસર ઓછા લોકો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરે છે. પાલિકાએ કરોડોનો ખર્ચ કરી સાયકલ ટ્રેક તૈયાર કર્યો હોવાથી શહેરીજનો સાયકલ ટ્રેક અને સાયકલનો યોગ્ય ઉપયોગ કરે તે માટે પાલિકાએ સાયકલીંગને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ કરી છે. 
સાયકલ ટ્રેકનો ઉપયોગ કરવા અપીલ
આ અંગે સાયકલ એમ્બેસેડર સહિત ઝુંબેશમાં જોડાનાર લોકો એ જણાવ્યું હતું કે લોકોમાં સાયકલ અને સાયકલ ટ્રેક અંગે જાગૃતા આવે, લોકો વધુમાં વધુ સાયકલ ટ્રેકનો ઉપયોગ પોતાના કામ પર જવા માટે જેથી પ્રદૂષણમાં ઘટાડો થાય અને વાહનોની સંખ્યા ઓછી થાય સાથે જ સાયકલ ચલવવાથી આરોગ્ય સારું રહે અને બીમારીઓથી રક્ષણ કરી શકાય જેથી સાયકલ ઝુંબેશ શરૂ કરાઇ છે.
સાયકલ ઓન ટ્રેક કેમ્પેઇનનો આરંભ
75 દિવસ દરમિયાન કોઇ પણ એક દિવસે પીક અવર્સમાં ટ્રાફિક પોલીસની સાથે સાયકલ ટ્રેક પર સાઇકલ રાઇડનું આયોજન કરવામાં આવશે.સાયકલનો વધુ ને વધુ ઉપયોગ થાય તે માટે સુરત મનપા 75 દિવસ તથા સુરત સ્માર્ટ સિટીએ સુધી ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કર્યુ છે. આ આયોજનના ભાગરૂપે સાયકલ ઓન ટ્રેક કેમ્પેઇનનો આરંભ થયો છે.
Advertisement
Tags :
Advertisement

.