નકલી ચલણી નોટોનું કૌભાંડ: અત્યાર સુધીમાં 334.78 કરોડની નકલી બનાવટ નોટ સાથે 8 ઝડપાયા
સુરત પોલીસની સતર્કતાથી ખરી એકવાર દેશને મોટું નુકશાન થતાં બચ્યુ છે. દિલ્હીથી વધુ એક આરોપી 17.75 કરોડની બનાવતી નકલી નોટ સાથે ઝડપાયો છે, અત્યાર સુધીમાં 334.78 કરોડની નકલી બનાવટનોટ સાથે 8 ઝડપાયા છે, હજી પણ સુરત પોલીસની સતર્કતાથી ગુજરાત, દિલ્હી,મુંબઇ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તપાસનો ધમધમાટ ચાલુ છે. દેશના ગદારોને સુરત ગ્રામ્ય પોલીસે કર્યા બેનકાબ સુરતના કામરેજથી પકડાયેલી નકલી બનાવટ નોટનો ર
04:03 AM Oct 09, 2022 IST
|
Vipul Pandya
સુરત પોલીસની સતર્કતાથી ખરી એકવાર દેશને મોટું નુકશાન થતાં બચ્યુ છે. દિલ્હીથી વધુ એક આરોપી 17.75 કરોડની બનાવતી નકલી નોટ સાથે ઝડપાયો છે, અત્યાર સુધીમાં 334.78 કરોડની નકલી બનાવટનોટ સાથે 8 ઝડપાયા છે, હજી પણ સુરત પોલીસની સતર્કતાથી ગુજરાત, દિલ્હી,મુંબઇ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તપાસનો ધમધમાટ ચાલુ છે.
દેશના ગદારોને સુરત ગ્રામ્ય પોલીસે કર્યા બેનકાબ
સુરતના કામરેજથી પકડાયેલી નકલી બનાવટ નોટનો રેલો મુંબઇથી દિલ્હી સુધી પોહચ્યોં
અત્યાર સુધીમાં પોલીસે 6 આરોપીને 317 કરોડની નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે
નકલી નોટ મળી આવ્યા બાદ કરાઈ સીટની રચના
ડી.વાય.એસ.પી બી.કે .વનાર ની આગેવાનીમાં 3 પી.આઈ,4 પી.એસ.આઈ લાગ્યા કામે
વધુ એક આરોપીને દિલ્હીથી 17.75 કરોડ સાથે ઝડપી પાડતા અત્યાર સુધીમાં 334.78કરોડની નકલી બનાવતી નોટ કરી કબ્જે
હજી પણ પોલીસ ગુજરાત,મુંબઇ ,દિલ્હી જેવા રાજ્યોમાં કરી રહી છે તપાસ
આમતો ભારતનું અર્થતંત્ર મજબૂત છે કેમકે દેશની આર્મી અને પોલીસ સજાગ છે. જોકે છતાં દેશના અર્થ તંત્ર ને કમજોર કરવા નકલી બનાવતી નોટો બજારમાં ઘુસાડવાનું મસમોટું કૌભાંડ સુરત ગ્રામ્ય પોલીસે ઉજાગર કર્યું છે અત્યાર સુધી સુરત ગ્રામ્ય પોલીસે મુંબઇ,ગુજરાત,દિલ્હી જેવા રાજ્યોમાં સક્રિય દેશના ગદારોને 334.78 કરોડની નકલી બનાવતી નોટ સાથે આઠ આરોપીને ઝડપી પાડ્યાં છે, હજી ગુજરાત,દિલ્હી,મુંબઇ માં ધામાં નાખી પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેનાથી દેશના ગદારોમાં ફફડાટ મચી ગયો છે
સુરત ગ્રામ્ય પોલીસના જપતામાં રહેલાં આરોપીએ હાલમાં દેશના અર્થ તંત્ર ને નુકશાન કરવા ભારતીય બનાવટની અસલી ચલણી નોટ સાથે નકલી બનાવતી નોટ ભેળવી બજારમાં ફેરવતા હતા. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસરએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, પોલીસે સક્રિય રહીને તબક્કાવાર દેશના દુશ્મનોને પકડી પાડ્યા છે. સુરત ગ્રામ્ય પોલીસની બાજ નજરમાં આખું કૌભાંડ આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. અને તપાસનો ધમધમાટ શરૂ કરતાં ગુજરાતના સુરતથી શરૂ થયેલું નકલી નોટ પકડવાનું કૌભાંડ મુંબઇ વાયા દિલ્હી સુધી પોહચ્યું છે, અને વધુ એક આરોપીને 17.75 કરોડની નકલી નોટ સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે
જાણો અત્યાર સુધી ક્યાંથી અને કેટલી નકલી નોટ મળી
1.સુરતના કામરેજ નજીકથી દીકરી એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી હિતેશ કોટડીયા નામના ઇસમને 25.80 કરોડની નકલી નોટ સાથે ઝડપી પાડ્યો
2. આરોપી હિતેશની પૂછપરછમાં તેના વતન જામનગર મોટા વડાણાથી 52.74 કરોડની નકલી બનાવતી નોટ મળી આવી હતી.
3. આરોપી હિતેશની વધુ પૂછપરછમાં આણંદ ખાતેથી 11.40 કરોડ મળી આવ્યા. અને મુંબઇના મુખ્ય આરોપી વિકાસ જૈનનું નામ ખુલ્યું
4. પોલીસે મુખ્ય આરોપી વિકાસ જૈનના ત્યાં મુંબઇ દરોડા પાડતા ગોડાઉનમાંથી 227 કરોડ મળી આવ્યાં
5. દિલ્હી ખાતે મુખ્ય આરોપી ગુરમીત સિંગની ઓફિસમાંથી 17.75 કરોડ મળી આવતા અત્યાર સુધી માં 334.78 કરોડની નકલી બનાવતી નોટ સાથે આઠ આરોપીને ઝડપી પાડ્યા છે.
સુરત ગ્રામ્ય પોલીસની શરૂઆતની તપાસમાં મળેલી નકલી નોટ ફિલ્મમાં ઉપયોગમાં લેવાનું હોવાનું બહાર આવ્યું પણ ડી.વાય.એસ.પી બી.કે.વનારને આ વાત ગળે નહિ ઉતરી અને ગંભીરતાથી તેમની ટીમને કામે લગાવી અને આંતર રાજ્ય નકલી નોટ કૌભાંડ બહાર આવતા સરકારે સીટની રચના કરી, જેમાં ડી.વાય.એસ.પી બી.કે વનારની આગેવાનીમાં 3 પી.આઈ,4 પી.એસ.આઈ સમાવેશ તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને એક પછી એક જગ્યા પરથી ભારતીય બનાવટની નકલી ચલણી નોટો મળતી ગઈ અને અત્યાર સુધીમાં 8 આરોપી ઝડપાઇ ચુક્યા છે, અને હજી પણ પોલીસ તપાસ કરી રહી છે સુરત ગ્રામ્ય પોલીસ પોતાની ક્ષમતા પુરવાર કરી આપી છે .અને દેશના ગદારોને બેનકાબ કરી દેશના ગદારો ને શાનમાં રહેજો દેશની અસ્મિતા અને દેશની આન બાન શાન સામે પોલીસ સજાગ છે.
Next Article