Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માત્ર અઢી વર્ષના બાળક પર કરાઈ મોતિયાની જટિલ સર્જરી..

બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી આંખના મોતિયાની બીમારીનો એક એવો કેસ સુરતમાં જોવા મળ્યો છે .જેમાં માત્ર અઢી વર્ષના બાળકની બંને આંખે મોતીયો થયો હોવાનું નિદાન થયું હતું .જેને મેડિકલની  ભાષામાં ડેવલપમેન્ટ કૅથરેક કહેવામાં આવે છે. જેની સારવાર આજે સુરતની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર રિશી માથુર દ્વારા કરવામાં આવી હતી સામાન્ય રીતેબાળક પાંચ વર્ષથી મોટું થાય ત્યારે મોતિયાના લક્ષણો દેખાà
માત્ર અઢી વર્ષના બાળક પર કરાઈ મોતિયાની જટિલ સર્જરી
બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી આંખના મોતિયાની બીમારીનો એક એવો કેસ સુરતમાં જોવા મળ્યો છે .જેમાં માત્ર અઢી વર્ષના બાળકની બંને આંખે મોતીયો થયો હોવાનું નિદાન થયું હતું .જેને મેડિકલની  ભાષામાં ડેવલપમેન્ટ કૅથરેક કહેવામાં આવે છે. જેની સારવાર આજે સુરતની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર રિશી માથુર દ્વારા કરવામાં આવી હતી સામાન્ય રીતેબાળક પાંચ વર્ષથી મોટું થાય ત્યારે મોતિયાના લક્ષણો દેખાય છે .અને તેને ઓપરેટ કરાય છે.પરંતુ આ એક યુનિક કહેવાય તેવું ઓપરેશન હોવાનું જૂની સિવિલ હોસ્પિટલના ડોક્ટર માથુરે દાવો કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી નો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા થતો હોય છે જ્યારે સિવિલમાં આ સર્જરી વિનામુલ્યે કરવામાં આવી છે.
નવા જન્મેલા દસ હજાર બાળકોમાં ચારથી પાંચ બાળકોને આ પ્રકારની બીમારી જોવા મળતી હોય છે. સુરતના લક્ષીતને થયેલ આ મોતિયો પણ તેમાંનો જ એક કિસ્સો છે. જન્મ સમયે આ બીમારીની જાણ બાળકના માતાપિતાને થતી નથી. પરંતુ જ્યારે બાળક ચાલવાનું શીખે ત્યારે તે કોઈક વસ્તુ સાથે અથડાય કે પડી જાય ત્યારે ખ્યાલ આવે છે કે તેને આ પ્રકારે આંખ નો મોતિયો છે. જેને મેડિકલ ની ભાષા માં ડેવલપમેન્ટ કૅથરેક કહેવાય છે. 
નાના બાળક પર આ પ્રકારની સર્જરી ખૂબ જટિલ હોય છે કારણ કે બાળકની તમામ પ્રકારની તપાસ કર્યા બાદ જ સર્જરી માટે તૈયાર કરવું પડે છે. પુખ્ત વયના એટલે કે ૫૮ વર્ષથી ઉપરની વયના લોકોના મોતિયાના ઓપરેશન ખુબ સરળ હોય છે અને આધુનિક ટેકનોલોજીથી ખૂબ સરળતાથી આ ઓપરેશન પાર પાડવામાં આવે છે.પરંતુ માત્ર અઢી વર્ષના બાળકનું ઓપરેશન એ ખૂબ જ જટિલ ઓપરેશન ગણાય છે .જેમાં બાળકની આંખની કીકીની સાઈઝ તેની સાથે સાથે આંખનો પડદો, બાળકની શારીરિક સ્થિતિ, બાળકના હૃદયના ધબકારા સહિત અનેક ટેસ્ટ કર્યા બાદ આવા બાળકનું ઓપરેશન કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશનનો ખર્ચ ૭૦થી ૮૦ હજાર રૂપિયાની આસપાસ થાય છે એ જ ઓપરેશન સુરત ની જૂની સિવિલ હોસ્પિટલમાં મફતમાં કરી આપવામાં આવ્યું છે.
માત્ર અઢી વર્ષનો બાળક લક્ષિત કાયત થોડા સમય પહેલા બીમાર પડયો હતો અને તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો ડોક્ટરે પ્રાથમિક તપાસમાં લક્ષિત ના આંખમાં કંઈક સમસ્યા હોવાનું નિદાન કર્યું હતું. ત્યારબાદ આંખના નિષ્ણાત ડોક્ટરને બતાવવામાં આવ્યું હતું. જેમણે મોતિયો હોવાની વાત કરી હતી. બીજી તરફ લક્ષિતના પિતા પવન કાયત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં નોકરી કરે છે અને મૂળ રાજસ્થાનનાનિવાસી છે.તેઓ આર્થિક રીતે સદ્ધર નથી દરમિયાનમાં ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતના માધ્યમથી નર્સિંગ વિભાગના પ્રમુખ ઈકબાલ કડીવાલાની મદદથી જૂની સિવિલ હોસ્પિટલ ખાતે લક્ષિત નું આંખના મોતિયાનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
બીજી અગત્ય ની વાત અહીં એ નોંધવામાં આવી કે, આવા કેસમાં જો સમયસર સારવાર કે તકેદારી રાખવામાં ન આવે તો બાળક ની દ્રષ્ટિ ગુમાવવા સુધીનો પણ ભય રહેતો હોય છે.
Advertisement
Tags :
Advertisement

.