Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સગ્ગા માસાએ ભાણેજ સાથે અડપલાં કર્યાં, પોલીસ ફરિયાદ નોંધાઈ

વિકૃત માસાએ બાળકીનો હોઠ કરડી લીધોકોઈને કહેશે તો માર પડશે તેવી ધમકી આપીછેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયોસુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 11 વર્ષની સગીર બાળકી સાથે તેના સગ્ગા માસાએ અડપલાં કરી અને કોઈને કહેશે તો માર પડશે તેવી ધમકી આપી હતી. જે બાદ બાળકીએ હિંમત કરી એક અઠવાડીયા પછી બાળકીએ હિમ્મત કરીને સમગ્ર વાત તેની નાનીને કરતા અંતે પોલીà
12:17 PM Dec 11, 2022 IST | Vipul Pandya
  • વિકૃત માસાએ બાળકીનો હોઠ કરડી લીધો
  • કોઈને કહેશે તો માર પડશે તેવી ધમકી આપી
  • છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 11 વર્ષની સગીર બાળકી સાથે તેના સગ્ગા માસાએ અડપલાં કરી અને કોઈને કહેશે તો માર પડશે તેવી ધમકી આપી હતી. જે બાદ બાળકીએ હિંમત કરી એક અઠવાડીયા પછી બાળકીએ હિમ્મત કરીને સમગ્ર વાત તેની નાનીને કરતા અંતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અડપલાં કર્યાં
મળતી વિગતો અનુસાર બાળકીના પરિવારને તેના માસીના ઘરની આજુબાજુના વિસ્તારમાં રહેવા આવવાનું હોવાથી તેઓ ભાડાનું મકાન શોધી રહ્યાં અને તે માટે બાળકીનો પરિવાર તેના માસીના ઘરે આવ્યો હતો અને ત્યારે એકલતાનો લાભ લઈ બાળકીના સગ્ગા માસાએ બાળકી સાથે અડપલા કરી જબરદસ્તીથી તેના હોઠ પર ચુંબન કરી લીધું હતું અને આવેશમાં આવીને બચકું ભરી લીધું હતું અને આ વાત કોઈને કરશે તો માર પડશે તેવી ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ
બાળકી અઠવાડિયા સુધી તો કંઈ બોલી નહી પણ તે પછી તેણે હિંમત કરી આ ઘટનાની વાત તેના પરિવારજનોને કરી હતી. બાદમાં બાળકીની માતા અને નાની દ્વારા પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પાંડેસરા પોલીસ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વિકૃત માસાની શોધખોળ હાથ ધરીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - વાહન ચાલકને RTOનો મેમો મળતા અને ધ્રૂસકે અને ધ્રૂસકે રડી પડ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsGujaratGujaratFirstGujaratiNewsMolestedPandesaraPoliceSurat
Next Article