Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરહદ સાથે જોડાયેલ ગામડાંઓને વાઈબ્રન્ટ વિલેજમાં જોડવામાં આવશે: પરશોત્તમ રૂપાલા

સુરતમાં કેન્દ્રના રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શની જરદોશ અને કેન્દ્રીય મંત્રી મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ પત્રકારોને સંબોધન કર્યું હતું. કેન્દ્રના રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે અગત્યની જાહેરાત કરતાં કહ્યું કે, 'આવનાર સમયમાં 400 જેટલી નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે, સાથે જ 100 જેટલાં કાર્ગો ટર્મિનલ શરૂ કરવામાં આવશે'. જે  રેલવે મંત્
સરહદ સાથે જોડાયેલ ગામડાંઓને વાઈબ્રન્ટ વિલેજમાં જોડવામાં આવશે  પરશોત્તમ રૂપાલા
સુરતમાં કેન્દ્રના રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શની જરદોશ અને કેન્દ્રીય મંત્રી મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ પત્રકારોને સંબોધન કર્યું હતું. કેન્દ્રના રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે અગત્યની જાહેરાત કરતાં કહ્યું કે, 'આવનાર સમયમાં 400 જેટલી નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે, સાથે જ 100 જેટલાં કાર્ગો ટર્મિનલ શરૂ કરવામાં આવશે'. જે  રેલવે મંત્રાલય માટે આ ગેમ ચેન્જર સાબિત થશે.
આવા પાડોશી મળ્યા છે તો તેમને હવે આપણે ભોગવવા જ પડશે: પરશોત્તમ રૂપાલા
પરશોત્તમ રૂપાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે-  'આ વર્ષનું બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતું બજેટ છે'. સરકાર ઈમ્પોર્ટ ઘટે અને એક્સપોર્ટ વધે તેવી જોગવાઈઓ પર ખાસ ધ્યાન આપ્યું છે. રૂપાલાએ સરહદ સાથે જોડાયેલ ગામડાં ને વાઈબ્રન્ટ વિલેજમાં જોડવાની વાત કરી. આખા દેશની સરહદોને ધ્યાનમાં રાખીને આ બજેટ આપવામાં આવ્યું છે, છેવાડાના ગામડાંઓ ઈન્ટરનેટથી જોડાશે. 
પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનને કારણે સરહદના ગામડાંઓમાં તણાવ વધુ રહે છે. સાથે જ તેમણે કહ્યું કે ,'આવા પાડોશી મળ્યા છે તો તેમને હવે આપણે ભોગવવા જ પડશે'.સહકાર મંત્રાલયનો ફાયદો સૌથી વધુ ગુજરાતને થવાનો છે. આ બજેટમાં સહકરી ક્ષેત્ર માટે સારી જોગવાઈ છે તેનો સીધો લાભ ગુજરાતને મળશે.પશુપાલન માં ઉત્પાદકતા માટે ખૂબ મોટી જોગવાઈ છે જેને કારણે પશુપાલકો ને લાભ થશે. રખડતાં ઢોરોએ બિનઉત્પાદક હોવાથી પશુપાલકો દ્વારા છોડી દેવામાં આવે છે તેમાં ઘટાડો થશે.
Advertisement
Tags :
Advertisement

.