Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં સૌથી વધુ ભાજપ અને AAPનો જોવા મળ્યો પ્રચાર, કોંગ્રેસ રહી પાછળ

વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની બેઠક માટે પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. સુરત જિલ્લામાં 12 બેઠક પર ત્રિપાંખિયો જંગ હોય ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપ, AAP અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની હોડ જામી હતી. રોજે રોજે નવા ચહેરા પ્રચાર કરવા માટે આવ્યા હતા અને સભાઓ ગજવામાં આવી હતી. આ ચૂંટણીમાં સુરત એક એપિસેન્ટર બનીને સામે આવ્યું છે.વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર - પ્રસાર જોરદાર રહ્યો હતà«
સુરતમાં સૌથી વધુ ભાજપ અને aapનો જોવા મળ્યો પ્રચાર  કોંગ્રેસ રહી પાછળ
વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની બેઠક માટે પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. સુરત જિલ્લામાં 12 બેઠક પર ત્રિપાંખિયો જંગ હોય ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપ, AAP અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની હોડ જામી હતી. રોજે રોજે નવા ચહેરા પ્રચાર કરવા માટે આવ્યા હતા અને સભાઓ ગજવામાં આવી હતી. આ ચૂંટણીમાં સુરત એક એપિસેન્ટર બનીને સામે આવ્યું છે.
વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર - પ્રસાર જોરદાર રહ્યો હતો. સુરતમાં માત્ર છેલ્લા 15 દિવસમાં ભાજપે 20 તો આમ આદમી પાર્ટીએ 15 અને કોંગ્રેસે માત્ર 3 જાહેરસભા કરી હતી. ચૂંટણીમાં પ્રચાર પ્રસાર શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અરવિંદ કેજરીવાલ તો અશોક ગેહલોતથી લઈને યોગી આદિત્ય સુધીના નેતાઓએ ધામા નાખ્યા હતા. જેમાં ભાજપના સૌથી વધુ સ્ટાર પ્રચારકોએ જોર લગાવ્યું હતું. સૌથી વધુ ભાજપના સ્ટાર પ્રચારકોએ 20થી વધુ જાહેરસભા ગજવી હતી. પ્રચાર ક૨વા માટે વડાપ્રધાન મોદી, પિયુષ ગોયેલ, યુ.પીના સી.એમ યોગી, પ૨સોત્તમ રૂપાલા, પરેશ રાવલ, અનુરાગ ઠાકુર, દેવેન્દ્ર ફડણવીસ, ભૂપેન્દ્ર પટેલ, નિતીન પટેલ, મનસુખ માંડવિયા સહિતના નેતા આવ્યા હતા. મોદીનો એ૨પોર્ટથી સભા સ્થળ સુધીનો 28 કિમીનો રૂટ ભવ્ય રોડ શોમાં ફેરવાઇ ગયો હતો. વરાછા બેઠક પર સૌથી વધુ કપરી સ્થિતિ હોવાથી યોગીએ રોડ-શો સાથે જાહે૨ સભા કરી હતી. રૂપાલાની પણ 2થી વધુ સભા થઇ છે, યોગી દ્વારા પણ સભા કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક ઓછા દેખાયા હતા. કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે સુરતના પુણામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તો લિંબાયતમાં રાજ્ય સભા સાંસદ ઇમરાન પ્રતાપઘડી અને ઓલપાડમાં શંકરસિંહ વાઘેલાની જાહેર સભા થઇ હતી. જ્યારે બાકીનાએ માત્ર પત્રકાર પરિષદ કરી રહ્યા હતા, રાહુલ ગાંધી માત્ર એક દિવસ માટે સુરત જિલ્લાની આદિવાસી બેઠક માટે પ્રચાર કરવા માટે આવ્યા હતા, બાકી સુરત જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જાતે જ પ્રચાર પ્રસાર કરતા નજરે આવ્યા હતા.
સુરતમાં AAP ના અરવિંદ કેજરીવાલ સૌથી વધુ હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલ સુરતમાં સૌથી વધુ દિવસ રહ્યા અને વરાછા- કતારગામમાં રોડ શો સાથે સાથે જાહે૨સભા કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કાપડ-હીરા ઉદ્યોગકારો સાથે સંમેલન કરી તેમના પ્રશ્નો હલ કરવાની બાંહેધરી આપી હતી. AAP ના પ્રચાર માટે સ્ટાર પ્રચારક જ અરવિંદ કેજરીવાલ રહ્યા હતા, જેમણે સુરતમાં અનેકવાર પત્રકાર પરિષદ પણ યોજી હતી અને અનેક દાવા સાથે વાયદાઓ કરતા નજરે આવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.