Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્લાસ બન્ક કરવા માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું : ફિલઝાહ કાદરી

સુરતમાં (Surat) 36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) ટેબલ ટેનિસની (Tabble Tennis) રમતના ત્રીજા દિવસે માનવ ઠક્કર (Manav Thakkar) અને ફિલઝાહ ફાતેમા કાદરીએ ગુરુવારે અહીં 36મી નેશનલ ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મિક્સ્ડ ડબલ્સમાં ટોચના પ્લેયર સાનિલ શેટ્ટી અને મહારાષ્ટ્રના રેત્રીષ્યા ટેનિસનને હરાવી સૌને અચંબાના મુકી દીધાં હતા.ફિલઝાહ ફાતેમા કાદરી (Filzah Fatema Qadri) સિનિયર નેશનલ સર્કિટમાં નવી હોઈ શકે છે. પરંતુ સુરàª
ક્લાસ બન્ક કરવા માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું   ફિલઝાહ કાદરી
સુરતમાં (Surat) 36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) ટેબલ ટેનિસની (Tabble Tennis) રમતના ત્રીજા દિવસે માનવ ઠક્કર (Manav Thakkar) અને ફિલઝાહ ફાતેમા કાદરીએ ગુરુવારે અહીં 36મી નેશનલ ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મિક્સ્ડ ડબલ્સમાં ટોચના પ્લેયર સાનિલ શેટ્ટી અને મહારાષ્ટ્રના રેત્રીષ્યા ટેનિસનને હરાવી સૌને અચંબાના મુકી દીધાં હતા.
ફિલઝાહ ફાતેમા કાદરી (Filzah Fatema Qadri) સિનિયર નેશનલ સર્કિટમાં નવી હોઈ શકે છે. પરંતુ સુરતની 19 વર્ષીય આ યુવતીએ ટેબલ ટેનિસની રમતમાં તે કેટલી એક્ટિવ છે તે બતાવી દીધું. તેણી ગેમમાં આગળ વધવું ખુબ જ જરૂરી છે તે સારી રીતે જાણે છે. ફિલઝાહે માનવ ઠક્કર (Manav Thakker) સાથે મળીને ગુરુવારે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે બીજા રાઉન્ડમાં મહારાષ્ટ્રના મિશ્ર ડબલ્સમાં ટોચના ખેલાડી સાનિલ શેટ્ટી અને રેત્રીષ્યા ટેનિસનને હરાવી અપસેટ સર્જ્યો હતો. ફિલઝાહ ફાતેમાએ મેચ અને ટેબલ ટેનિસની જર્ની વિષે કેટલીક રોચક વાતો શેર કરી હતી.
ક્લાસ બન્ક કરવા રમવાનું શરૂ કર્યું
પોતાની ટેબલ ટેનિસની (Tabble Tennis) જર્નીની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે તેમણે જણાવ્યું કે, જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મેં ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. મેં આ રમતની શરૂઆત એટલે કરી હતી કે હું મારી સ્કૂલના કલાસ બન્ક કરી શકું પરંતુ આ ગેમમાં મને રસ આવવા લાગ્યો અને મેં આ ગેમ રમવાનું ચાલુ રાખ્યું.

આ પ્રથમ નેશનલ ગેમ
તેમણે જણાવ્યું કે, આ મારી પ્રથમ નેશનલ ગેમ્સ છે. હું ખરેખર ખુશ છું કે આ આયોજન સુરતમાં થઈ રહ્યું છે, જ્યારે અમે રમતના મેદાનમાં પ્રવેશ્યા ત્યારે લોકોએ અમારો ઉત્સાહ વધાર્યો અને તે જોઈને સારૂ લાગ્યું. આજે અમે ખૂબ જ મજબૂત ટીમને હરાવવામાં સફળ રહ્યા છીએ અને હું ટેબલ ટેનીસમાં વધુ સારું કરવા માંગુ છું. અમે પ્રથમ વખત ટીમ બનાવી છે. તેની (માનવ ઠક્કર) સાથે રમવાનો અનુભવ સારો હતો. તેઓ ખૂબ જ સપોર્ટિવ છે. હું સ્ટાર્ટર છું અને તે ફિનિશર છે. હું તેની પાસેથી ઘણું શીખી છું.
સરકારનો સપોર્ટ મળ્યો
તેમણે જણાવ્યું કે, મને સરકાર તરફથી ઘણો સહયોગ મળી રહ્યો છે. અગાઉ હું ખેલો ઈન્ડિયા (Khelo India) યોજનામાં હતી. તેમાં હું ખેલો ઈન્ડિયા સેન્ટરમાં તાલીમ લઈ શકતી હતી. મને રાજ્ય સરકાર દ્વારા શક્તિદૂત યોજના દ્વારા પણ મદદ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત મને ટુર્નામેન્ટ અને અન્ય સપોર્ટ માટે આર્થિક મદદ મળે છે.
Advertisement
Tags :
Advertisement

.