Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

36મી નેશનલ ગેમ્સ-2022ના ભાગરૂપે સુરતના આંગણે ત્રણ દિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ યોજાશે

36મી નેશનલ ગેમ્સ, ગુજરાત 2022માં સુરત ખાતે યોજાનાર બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ટેબલ ટેનિસ તથા બેડમિન્ટનની ઈવેન્ટ્સને સફળતા મળે તે માટે રાજ્યના સ્પોર્ટસ વિભાગની સાથે સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રમત-ગમત ક્ષેત્રે ગુજરાતના સકારાત્મક અભિગમ સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમ્યાન પ્રતિષ્ઠિત “36મી નેશનલ ગેમ્સ 2022”ન
01:12 PM Sep 05, 2022 IST | Vipul Pandya
36મી નેશનલ ગેમ્સ, ગુજરાત 2022માં સુરત ખાતે યોજાનાર બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ટેબલ ટેનિસ તથા બેડમિન્ટનની ઈવેન્ટ્સને સફળતા મળે તે માટે રાજ્યના સ્પોર્ટસ વિભાગની સાથે સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રમત-ગમત ક્ષેત્રે ગુજરાતના સકારાત્મક અભિગમ સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમ્યાન પ્રતિષ્ઠિત “36મી નેશનલ ગેમ્સ 2022”ની યજમાની કરવા જઈ રહ્યું છે. 
નેશનલ ગેમ્સના અજમાન બનવાનો અવસર સુરતને મળ્યો ત્યારે સુરતને બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ટેબલ ટેનિસ તથા બેડમિન્ટન એમ ચાર રમતોની યજમાની મળી છે. ત્યારે ડુમસ બીચ અને જી. ડી. ગોયેન્કા આઇકોનિક રોડની સુરત પ્રભારી સચિવ એમ. થેન્નારસનએ સાઈટ વિઝિટ કરી જરૂરી દિશા નિર્દેશ સુચવ્યા હતા. આ સાથે ચોર્યાસી ધારાસભ્ય ઝંખનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ડુમસ બીચની મુલાકાત સમયે સુરત પ્રભારી સચિવશ્રી IAS એમ. થેન્નારસનએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારના માર્ગદર્શન હેઠળ સુરતના લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યમાં 36માં નેશનલ ગેમ્સનું ગેમ્સનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાઈટ ડેવલપમેન્ટ તથા લોજીસ્ટીક્સ સુવિધા અંગેની માહિતી મેળવીને પ્રી-ઈવેન્ટ્સ અંગેની જરૂરી માર્ગદર્શન આપી અધિકારીઓને જવાબદારીઓ સોપાઈ હતી.
સુરત ખાતે 36મી નેશનલ ગેમ્સના ભાગરૂપે તા. 18 થી 20 સપ્ટેમ્બરના રોજ સુધી જી.ડી.ગોએન્કા પાસે કેનાલ વોકવે ખાતે સવારે 7 થી 9 કલાક સુધી સ્પોર્ટસ કાર્નિવલ યોજીને વિદ્યાર્થીઓ અને રમતગમતવીરોને જાગૃત કરવામાં આવશે. તા.18મીના રોજ સવારે 7 વાગ્યે કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે તથા 5મી ઓક્ટોબર સુઘી ફૂડ કોર્ટ ફેસ્ટિવલ યોજાશે, તા.19મીએ સવારે સાયકલીંગ, સ્કેટિંગ અને સાંજે 4 વાગ્યે જુમ્મા- જિમ્નાસ્ટીકના પ્રોગ્રામ યોજાશે અને તા.20મી સપ્ટેમ્બર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નેશનલ ગેમ્સ થીમ આધારીત 36 નેશનલ ગેમ્સના પ્લાટૂનની પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત ખાતે યોજાનાર 36મા નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ સ્પર્ધા તા.20 થી 24 સપ્ટેમ્બર સુધી તથા બેડમિન્ટન સ્પર્ધા તા.1 થી 6 ઓક્ટોબર સુધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે અને બીચ વોલીબોલ સ્પર્ધા તા.6 થી તા.9 ઓક્ટોબર સુધી અને બીચ હેન્ડબોલ સ્પર્ધા તા.30 સપ્ટેમ્બરથી તા.4 ઓક્ટોબર સુધી ડુમસ બીચ ખાતે યોજાશે. અંતે તારીખ 12મી ઓક્ટોમ્બરના રોજ 36મી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં વિવિધ ગેમ્સના વિજેતા ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
Tags :
36thNationalGamesGujaratFirstoutskirtsofSuratSportscarnival
Next Article