ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉમેદવારી નોંધાયા બાદ હવે શરૂ થશે રાજકીય જંગ, સુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

ઉમેદવારી નોંધાયા પછી હવે શરૂ થશે રાજકીય જંગસુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોએ દાવેદારી નોંધાવીસુરતમાં ત્રીપાખ્ય જંગ હોવાથી રાજકીય માહોલ બરાબર ગરમાશેગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે સોમવારે ઉમેરવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દાવેદારોએ તેમના સમર્થકો સાથે આવી ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા હતા. આ પૈકી ભાજપના પ્રત્યેક àª
05:47 AM Nov 15, 2022 IST | Vipul Pandya
  • ઉમેદવારી નોંધાયા પછી હવે શરૂ થશે રાજકીય જંગ
  • સુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
  • સુરતમાં ત્રીપાખ્ય જંગ હોવાથી રાજકીય માહોલ બરાબર ગરમાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે સોમવારે ઉમેરવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દાવેદારોએ તેમના સમર્થકો સાથે આવી ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા હતા. આ પૈકી ભાજપના પ્રત્યેક ઉમેદવારે ચાર ફોર્મ ભર્યા હતા. પક્ષનો મેન્ડેટ મેળવનારા ઉમેદવાર સાથે ભાજપમાં બેઠક દીઠ એક ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યુ હતું. ડમી ઉમેદવાર તરીકે ભાજપે વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો ઉપર પસંદગી ઉતારી હતી. સુરત શહેરની 12 વિધાનસભા ઉપર ચૂંટણીનો જંગ લડવા દાવેદારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે.
સોમવારે દાવેદારીના અંતિમ દિવસે ચૂંટણી
અધિકારીની ઓફિસે રાજકીય માહોલ બરાબર ગરમાયો હતો. ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે આવી ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું હતું. પક્ષના મેન્ડેટ સાથે સત્તાવાર ઉમેદવારી કરનારા ભાજપના ઉમેદવારો સાથે પાર્ટીમાંથી મળેલી સૂચના મુજબ વધુ એક સભ્યે વધુ ફોર્મ ભર્યું હતું. ડમી ઉમેદવાર તરીકે આ ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ વખતે ભાજપે ડમી ઉમેદવાર તરીકે મહદઅંશે વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરના નામ ઉપર જ પસંદગી ઉતારી હતી. સુરત શહેરની સુરત ઉત્તર, કરંજ, કતારગામ અને કામરેજ એમ ચાર બેઠકો ઉપર વર્તમાન કોર્પોરેટરોએ ફોર્મ ભર્યું હતું. તો, સુરત પૂર્વ, વરાછા સહિતની બેઠકો ઉપર પૂર્વ નગરસેવક અને પક્ષના આગેવાનો દ્વારા ડમી ઉમેદવાર તરીકે દાવેદારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - ભારે વિરોધ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022Election2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstRegistration
Next Article