Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાળવાયો 2231 નંબર, ગૃહ મંત્રી ગ્રીષ્માના ઘેર પહોંચ્યા

સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા  ફટકારવામાં આવી છે ત્યારે જેલમાં ફેનિલ ગોયાણીને પાકા કામના કેદી તરીકેની પ્રક્રિયા શરુ કરાઇ છે. ફેનિલ ગોયાણીને ફાંસીની સજા બાદ 2231 નંબર મળ્યો છે. ફાંસીની સજા મળ્યા બાદ ફેનિલને નવો કેદી નંબર આપવામાં આવ્યો છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ શુક્રવારે ગ્રીષ્માના ઘેર પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી. સુરàª
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાળવાયો 2231 નંબર  ગૃહ મંત્રી ગ્રીષ્માના ઘેર પહોંચ્યા
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા  ફટકારવામાં આવી છે ત્યારે જેલમાં ફેનિલ ગોયાણીને પાકા કામના કેદી તરીકેની પ્રક્રિયા શરુ કરાઇ છે. ફેનિલ ગોયાણીને ફાંસીની સજા બાદ 2231 નંબર મળ્યો છે. ફાંસીની સજા મળ્યા બાદ ફેનિલને નવો કેદી નંબર આપવામાં આવ્યો છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ શુક્રવારે ગ્રીષ્માના ઘેર પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી. 
સુરચના ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે અદાલતે ફાંસીની સજા ફટકારી છે. ફેનિલ ગોયાણીને જેલમાં રાખવામાં આવ્યા બાદ તેને 2231 નંબર મળ્યો છે અને તે હવે આ નંબરના આધારે ઓળખાશે. હાલ ફેનિલને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે અને આવતીકાલે તેની પાકા કામના કેદીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. ફેનિલને ફાંસીની સજા વાળા આરોપીઓની બેરેકમાં રખાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. 
આ તબક્કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મે વચન આપ્યું હતું અને વાયદા મુજબ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં એસઆઇટચીની રચના કરી હતી. કોઇ પણ ચૂક ના રહી જાય તે મુજબની તપાસ કરવામાં આવી હતી અને મજબૂત તપાસ કરવામાં આવી હતી. ગુજરાતમાં નવો ઇતિહાસ રચાયો છે અને 70 દિવસમાં હત્યારાને ફાંસીની સજા આપી છે. તેમણે કહ્યું કે આ પ્રકારના કેસો ગુજરાતમાં ના બને તે માટે પોલીસ તૈયાર છે અને મે પરિવારને ન્યાય આપવાનો વાયદો આપ્યો હતો તે પૂર્ણ થયો છે અને તેમને સાંત્વના આપવા આવ્યો છું. વંદન કરવા આવ્યો છું. 
તેમણે ચીમકી આપી હતી કે કોઇ ટપોરી ગુજરાતની દિકરી સામે આંખ ઉંચી કરીને જોશે તો તેને ગુજરાત પોલીસ છોડશે નહી. તેમણેકહ્યું કે ગુજરાતમાં આવી એક પણ ગ્રીષ્મા ગુમાવવી ના પડે તે માટે પોલીસ તૈયાર છે. 
બીજી તરફ ગ્રીષ્મા હત્યા કેસના ચૂકાદાથી તેનો પરિવાર ખુશ છે અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીના સન્માન માટે તેના ઘેર ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીષ્માના ઘેર આ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. રામધૂન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરિવાર માની રહ્યો છે કે કોર્ટના ચૂકાદાથી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. ગ્રીષ્માનો પરિવાર પણ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓનું સન્માન કર્યુ . 
માત્ર 81 દિવસના ટૂંકા ગાળામાં ગ્રીષ્માના પરિવારને ન્યાય મળ્યો છે જેથી ખુદ ગૃહ રાજય મંત્રીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે હું મારા તમામ કાર્યક્રમો રદ કરીને ગ્રીષ્માના પરિવારને મળીશ અને તેના માતા પિતાને વંદન કરીશ. આ અગાઉ ગુરુવારે ચૂકાદા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે અને હું તેના પરિવારને મળીશ. ભૂપેન્દ્ર પટેલ સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે અને માતા બહેન દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે. 
Advertisement

ઉલ્લેખનિય છે કે અદાલતે ગુરુવારે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. આ ટ્રાયલમાં કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ તરીકે લીધો હતો. પોલીસે માત્ર પાંચ દિવસમાં આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી અને કોર્ટ દ્વારા પણ રોજીંદી ટ્રાલ ચાલી હતી. બંને પક્ષનેદલીલો સાંભળ્યા બાદ અદાલતે આ ચૂકાદો આપ્યો હતો. 
Tags :
Advertisement

.