Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બાળકીનું અપહરણ, આ કારણે કર્યું હતું અપહરણ

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બાળકીના અપહરણની ઘટના સામે આવી હતી. જે ઘટનામાં ક્રાઈમબ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે અપહરણ કર્તાની ચુંગાલમાંથી બાળકીને સહીસલામત છોડાવી માતાપિતાને સોંપી હતી. સ્માર્ટ સિટી, સિલ્ક સિટી, ડાયમંડ સિટી જેવા હુલામણા નામથી સુરત જાણીતુ છે પરંતુ હવે ધીમે ધીમે સુરત ક્રાઈમ સિટી બની રહ્યું છે. સુરત શહેર હવે ક્રાઈમ સિટીના નામથી જાણીતુ બની રહ્યું છે. à
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બાળકીનું અપહરણ  આ કારણે કર્યું હતું અપહરણ
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બાળકીના અપહરણની ઘટના સામે આવી હતી. જે ઘટનામાં ક્રાઈમબ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે અપહરણ કર્તાની ચુંગાલમાંથી બાળકીને સહીસલામત છોડાવી માતાપિતાને સોંપી હતી. સ્માર્ટ સિટી, સિલ્ક સિટી, ડાયમંડ સિટી જેવા હુલામણા નામથી સુરત જાણીતુ છે પરંતુ હવે ધીમે ધીમે સુરત ક્રાઈમ સિટી બની રહ્યું છે. સુરત શહેર હવે ક્રાઈમ સિટીના નામથી જાણીતુ બની રહ્યું છે. કારણ કે શહેરમાં ધીમે ધીમે ક્રાઈમ રેશિયોમાં વધારો થઈ રહ્યો છે.
અપહરણની ઘટના CCTVમાં કેદ
સુરત શહેરમાં હાલ એક એવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક નાની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી બાળકીને લઈ અપહરણકર્તા ફરાર થઈ ગઈ હતી. પરંતુ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ બાળકીનું અપહરણ ફૂટપાથ પર રહેતી કોઈ મહિલા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું દેખાઈ આવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી.
તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ જોડાઈ
પોલીસને આ ઘટનાની જાણકારી મળતાની સાથે તપાસ શરૂ કરી હતી. જો કે આ તપાસમાં પાછળથી ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. બાળકીનું અપહરણ 21 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ આરોપી પાસે મોબાઈલ ન હોવાને કારણે પોલીસ માટે આરોપીને શોધખોળ કરવી મુશ્કેલ હતી. પોલીસે આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ કરીને બાળકીને શોધી કાઢી હતી.
અપહરણકર્તા ઝડપાઈ
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળકીની શોધખોળ માટે બનાવવામાં આવેલી ટીમો દ્વારા બાળકીની શોધ કરી લેવામાં આવી હતી. બાળકી જોળવા પાટીયા પાસેથી અપહરણ કર્તાની ચુંગાલમાંથી છોડાવી લેવામાં આવી. આ બાળકીને રોજ રમાડવા આવતી રીટા ઉર્ફે રેખા નામની મહિલા દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું હતું. રેખા અને એના પતિ મનિષ સાથે મળીને અપહરણ કર્યું હતું.
કારણ
રેખાની પૂછતાછ કરવામાં આવી ત્યારે પોલીસને માહિતી મળી કે રેખાને સાત મહિનાના ગર્ભનું ગર્ભપાત થયું હતું ત્યાર બાદ તે માતા ન બની શકતાં તેણીએ બાળકીનું અપહરણ કર્યું હતું. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળકીને અપહરણ કરનારની ચુંગાલમાંથી છોડાવવા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી છે ત્યારે બાળકીને છોડાવીને પોલીસે માનવતાનો અભિગમ દાખવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.