Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAPની 'બચકાં'ની રાજનીતિ, મહિલા કોર્પોરેટરની ઉદ્ધતાઇ સામે સર્વત્ર ફિટકાર

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતાઓ હવે ગુંડાગીરીના સહારે છે. સુરત (Surat)માં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે ઉદ્ધતાઇ કરીને મહિલા સિક્યોરિટી ગાર્ડને બચકું ભરી લીધું હતું. AAPના કોર્પોરેટરે કરેલી આ બચકાંની રાજનીતિના કારણે લોકો થૂં થૂં કરી રહ્યા છે. રાજકારણની લડાઇમાં સિક્યોરિટી ગાર્ડને શું લેવા દેવા તેવો સવાલ લોકો પુછી રહ્યા છે.  સિક્યોરિટી ગાર્ડ પર ગુસ્સો ઉતાર્યોસુરતમાં ચોંકાવનારો બ
aapની  બચકાં ની રાજનીતિ  મહિલા કોર્પોરેટરની ઉદ્ધતાઇ સામે સર્વત્ર ફિટકાર
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતાઓ હવે ગુંડાગીરીના સહારે છે. સુરત (Surat)માં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે ઉદ્ધતાઇ કરીને મહિલા સિક્યોરિટી ગાર્ડને બચકું ભરી લીધું હતું. AAPના કોર્પોરેટરે કરેલી આ બચકાંની રાજનીતિના કારણે લોકો થૂં થૂં કરી રહ્યા છે. રાજકારણની લડાઇમાં સિક્યોરિટી ગાર્ડને શું લેવા દેવા તેવો સવાલ લોકો પુછી રહ્યા છે. 

 સિક્યોરિટી ગાર્ડ પર ગુસ્સો ઉતાર્યો
સુરતમાં ચોંકાવનારો બહાર આવ્યો છે. AAPના મહિલા કોર્પોરેટર સેજલ માલવિયાએ ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન કર્યું હતું. સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા હોબાળો કરનારા AAPના મહિલા કોર્પોરેટરને સામાન્ય સભામાંથી  બહાર કાઢવામાં આવતા AAPના મહિલા કોર્પોરેટર ઉશ્કેરાયા હતા અને  સિક્યોરિટી ગાર્ડ પર ગુસ્સો ઉતાર્યો હતો.

 AAPના મહિલા કોર્પોરેટર સામે ફિટકાર
AAPના મહિલા કોર્પોરેટરે રાજકીય લડાઇમાં સામાન્ય મહિલા સિક્યોરિટીને નિશાન બનાવી હતી. ખરેખર તો રાજકીય લડાઇમાં હરીફ પક્ષને નિશાન બનાવવા જોઇએ પણ AAPના મહિલા કોર્પોરેટર સેજલ માલવિયાએ સિક્યોરિટી ગાર્ડને બચકું ભરી લીધું હતું. મહિલા કોર્પોરેટરે આ વર્તૂણુંક કરતાં લોકોમાં થૂં થૂં થઇ ગયા હતા. 
સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવતા શાસક પક્ષ પણ નારાજ થઇ ગયો હતો. AAPના મહિલા કોર્પોરેટર પર સર્વત્રથી ફિટકાર વરસી રહ્યો છે. 
 AAPના કોર્પોરેટર ફરી વિવાદમાં 
આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરે તે સ્વાભાવિક છે પણ આ રીતે સિક્યોરિટી ગાર્ડને બચકું ભરીને કરવામાં આવેલો વિરોધ કેટલી અંશે વ્યાજબી છે તેવો સવાલ લોકો પુછી રહ્યા છે. સુરતમાં અવાર નવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના વિવાદ બહાર આવતા રહે છે ત્યારે ફરી એક વાર AAPના મહિલા કોર્પોરેટરનો વિવાદ બહાર આવતા રાજકારણ ગરમાયું છે. 
Advertisement
Tags :
Advertisement

.