Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૂક બધીર બાળકી સાથે યુવકે કર્યા અડપલા, CCTV ફૂટેજના આધારે યુવકની ધરપકડ

સુરતના ( surat)ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવક દ્વારા દિવ્યાંગ બાળકી સાથે અડપલા કરાયા હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. નરાધમની બાળકી સાથેની હરકતો બિલ્ડિંગના પેસેજમાં લાગેલા સીસીટીવીમાં (CCTV)દેખાઈ આવી હતી. જેના આધારે બાળકીના પરિવારજનો અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.સુરતના ગોપીપુ
મૂક બધીર બાળકી સાથે યુવકે કર્યા અડપલા  cctv ફૂટેજના આધારે યુવકની ધરપકડ
સુરતના ( surat)ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવક દ્વારા દિવ્યાંગ બાળકી સાથે અડપલા કરાયા હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. નરાધમની બાળકી સાથેની હરકતો બિલ્ડિંગના પેસેજમાં લાગેલા સીસીટીવીમાં (CCTV)દેખાઈ આવી હતી. જેના આધારે બાળકીના પરિવારજનો અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
સુરતના ગોપીપુરાના કાઝીના મેદાન વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગમાં 13 વર્ષીય શારીરિક રીતે બીમાર દિવ્યાંગ  બિલ્ડીંગમાં રહેલા પેસેજમાં અન્ય નાના બાળકો સાથે રમી રહી હતી. દરમિયાન બાળકીની દિવ્યાંગતાનો લાભ ઉઠાવી 28 વર્ષીય યુવક વિરલ શાહ દ્વારા શારીરિક છેડતી કરી હતી. યુવકની હરકતને લઈ 13 વર્ષીય દિવ્યાંગ બાળકી ગભરાઈ ગઈ હતી. આ અંગે કોઈને જ કાંઈ કહી શક્તિ ન હતી.ગત આઠ ઓક્ટોબરના રોજ બાળકી સાથે બનેલી શારીરિક અડપલાની ઘટનાની પરિવારને જાણ સુધા ન હતી. 
આ બિલ્ડિંગમાં રહેતો વિરલ શાહ દ્વારા બાળકી સાથે ગંભીર રીતે શારીરિક અડપલા કર્યા તેનાથી બિલ્ડિંગના સૌ કોઈ અજાણતા હતા. જોકે બે દિવસ બાદ બિલ્ડીંગના એક સભ્ય દ્વારા બાળકીના પિતાને જણાવવામાં આવ્યું હતું કે આપણા બિલ્ડિંગમાં રહેતો વિરલ શાહ નામનો યુવક તમારી છોકરી સાથે ચોથા માળે શંકાસ્પદ હરકતો કરતો હતો. જેને લઈ પરિવાર દ્વારા બિલ્ડીંગના સીસીટીવી તપાસ કરાયા હતા. જ્યાં સ્પષ્ટપણે સીસીટીવીમાં નરાધમ યુવક વિરલ શાહની શંકાસ્પદ હરકતો કેદ થયેલી જોવા મળી હતી.
બાળકી સાથે બનેલી ઘટના બાદ તેના પિતાએ જણાવ્યું હતું કે આ પ્રકારના હેવાનને સખતમાં સખત સજા થવી જોઈએ. જેથી બીજા કોઈ પણ બાળકીઓ સાથે આવું કૃત્ય કરે નહીં. મારી દીકરી એટલી ગભરાઈ ગઈ હતી કે તેને જોઈને તે રડી પડતી હતી. આ તો બધું ઘટના બહાર આવ્યા ત્યાર પછી અમને માલુમ પડ્યું. નરાધમના કૃત્યને કારણે મારી દીકરી બે દિવસ થી ગુમસુમ થઈ ગઈ છે.નરાધમને એવી સજા મળવી જોઈએ કે બીજા કોઈ પણ આવા પ્રકારનું કૃત્ય કરતા સો વખત વિચાર કરે.
સમગ્ર ઘટના બાદ અઠવાલાઇન્સ પોલીસે પોક્સો એક્ટ હેઠળ અને બાળકી સાથેની શારીરિક છેડતીની ફરિયાદ નોંધી નરાધમ યુવકની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.