Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દરિયા કિનારે ભેળ વેચતી મહિલાએ એક દ્રશ્ય જોયું અને ચોંકી ઉઠી..

મહિલાની સમય સૂચકતાને લઈને નાની બાળકી નરાધમના હાથે પીંખાતા રહી ગઈ સ્થાનિક લોકોએ પોલીસને જાનકારી આપતા ઘટના બનતા અટકીસુરતના વેસુ વિસ્તારની ઘટનાશ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી ઘર પાસે આવેલા મેદાનમાં રમતી હતી બાળકીની એકલતાનો લાભ લઈને બાળકી ઉપર નજર બગાડીબાળકીને લલચાવી વસ્તુ આપવાના બહાને ગાડી પર બેસાડી લઈ ગયો ડુમસ વિસ્તારમાં આવેલી ઝાડી ઝાંખરામાં યુવક બાળકીને લઈ ગયો  દરિયા કિનાર
05:23 AM Oct 18, 2022 IST | Vipul Pandya
  • મહિલાની સમય સૂચકતાને લઈને નાની બાળકી નરાધમના હાથે પીંખાતા રહી ગઈ 
  • સ્થાનિક લોકોએ પોલીસને જાનકારી આપતા ઘટના બનતા અટકી
  • સુરતના વેસુ વિસ્તારની ઘટના
  • શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી ઘર પાસે આવેલા મેદાનમાં રમતી હતી 
  • બાળકીની એકલતાનો લાભ લઈને બાળકી ઉપર નજર બગાડી
  • બાળકીને લલચાવી વસ્તુ આપવાના બહાને ગાડી પર બેસાડી લઈ ગયો 
  • ડુમસ વિસ્તારમાં આવેલી ઝાડી ઝાંખરામાં યુવક બાળકીને લઈ ગયો  
  • દરિયા કિનારે મકાઈ ભેળની લારી ચલાવતા બેનને શંકા જતા તેણે તાત્કાલિક ડુમસ પોલીસમાં સંપર્ક કર્યો 
  • પોલીસે સમયસર આવી નરાધમની ધરપકડ કરી
  • બાળકી ને પીંખાતા બચાવી
સુરત (Surat) શહેરના વેસુ વિસ્તારમાંથી 13 વર્ષીય બાળકીને હોટેલમાં જમવાની લાલચ આપી ડુમસ (Dumas)ના દરિયાકાંઠે લઇ જઇ તેની સાથે બદકામની ઘટના રોકવામાં પોલીસ મિત્ર (police friend) તરીકે કામ કરતી ભેળ વિક્રેતા મહિલા મદદરૂપ બની હતી. આ મહિલાની સતર્કતાથી હવસખોર તેના ઇરાદામાં બર આવે તે પહેલાં જ પકડાઇ ગયો હતો.
ભેળ વેચતી મહિલાએ આ શખ્સની હરકતો જોઇ
ડુમસ બિચ ઉપર ભેલ વેચતી રસિલાબેન પટેલને સવારે એક વરવું દ્રશ્ય જોવા મળ્યું હતું. એક નાનકડી છોકરીને પાંત્રીસેક વર્ષનો યુવાન બાઇક ઉપર લઇ આવ્યો હતો. આ બાળકીને ખાદ્ય સામગ્રી આપી તેને ઝાડીઓમાં અંદર તરફ લઇ જવાની કોશિશ કરી રહ્યો હતો. બાળકીના શરીર સાથે જે રીતે અડપલાં કરી રહ્યો હતો, તે જોતાં જ આ મહિલા મામલો ગંભીર હોવાનું સમજી ગઇ હતી. અગાવ ડુમસમાં ગેંગરેપની ગંભીર ઘટના બની હોઇ પોલીસ દ્વારા અહીં નાનું મોટું કામ કરતાં વિક્રેતા તથા ફેરિયાઓ અને માછીમારોને પોલીસ મિત્ર બનાવી શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેના કારણે આ મહિલાને મામલો પામતા વાર લાગી ન હતી.
મહિલાએ તત્કાળ પોલીસને જાણ કરી
આ મહિલાએ ત્વરિત બીચ ઉપર ફરજ બજાવતાં પોલીસને જાણ કરતાં જ દોડી આવેલી પોલીસે આ શખ્સ તેના ઇરાદામાં સફળ થાય તે પહેલાં જ ઝડપી લીધો હતો. ઘટનાની જાણ થતાં ડુમસ પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સોમૈયા તથા ડી.સી.પી. સાગર બાગમર સહિતના અધિકારીઓએ તપાસ કરી હતી. ઝડપાયેલો શખ્સ 35 વર્ષીય દીપક સત્યનારાયણ ચાવલા નીકળ્યો હતો. તે સુરતના ઉધના વિસ્તારના દિવેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. 
આરોપી ફરવાની લાલચ આપી લાવ્યો હતો
 પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરાતા આરોપી હોટેલમાં કામ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું. બાળકી સવારે સ્કૂલમાં એકલી જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ કરવાના ઇરાદે તેને હોટેલમાં જમવાની, વસ્તુ લઇ આપવાની અને ફરવા લઇ જવાની લાલચ આપી ડુમસ લઇ પહોંચ્યો હતો. પોલીસે બાળકીના માતા-પિતાને પણ જાણ કરતાં તેઓ વેસુ પોલીસ મથકે દોડી ગયા અને આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અંતર્ગત ગુનો નોંધાયો હતો.
પોલીસે તપાસ શરુ કરી
આરોપીએ જે રીતે બાળકીને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો તે જોતા પોલીસ દ્વારા આ વ્યક્તિનું બેગ્રાઉન્ડ પણ ચેક કરાઈ રહ્યું છે અને આગળ પણ આ વ્યક્તિ એ અન્ય કોઈ બાળકી ને શિકાર બનાવી છે કે અન્ય કોઈ ગુનામાં એ સંડોવાયો છે એ દિશમાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--વડોદરા પાસે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 6ના મોત, 17 ઘાયલ, જુઓ તસવીરો
Tags :
GujaratFirstSuratSuratpolice
Next Article