Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના મહિલા કારોબારી સભ્ય અને પુત્ર વિરોધ ઠગાઈ નો ગુનો નોંધાયો

ગુજરાત સરકાર દ્વારા વડીલોને ઓછા ખર્ચે તીર્થધામોની યાત્રા કરાવવા માટે શ્રવણ તીર્થ (Shravan Tirth Yojna) નામની યોજના ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારની આ યોજનાનો લાભ વડીલોને મળી રહે તે માટે સરકાર અનેક પ્રયાસો કરતી હોય છે પરંતુ સરકારના આ પ્રયાસો પર કેટલાક તત્વો પાણી ફેરવી દેતા હોય છે. આવી જ એક ફરિયાદ સુરતના અથવા લાઈન્સ પોલીસ (Police) સ્ટેશનમાં નોંધાય છે.2.52 લાખની છેતરપિંડની ફરિયાદભારતીય જનતા પાર્ટીનàª
ભાજપના મહિલા કારોબારી સભ્ય અને પુત્ર વિરોધ ઠગાઈ નો ગુનો નોંધાયો
ગુજરાત સરકાર દ્વારા વડીલોને ઓછા ખર્ચે તીર્થધામોની યાત્રા કરાવવા માટે શ્રવણ તીર્થ (Shravan Tirth Yojna) નામની યોજના ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારની આ યોજનાનો લાભ વડીલોને મળી રહે તે માટે સરકાર અનેક પ્રયાસો કરતી હોય છે પરંતુ સરકારના આ પ્રયાસો પર કેટલાક તત્વો પાણી ફેરવી દેતા હોય છે. આવી જ એક ફરિયાદ સુરતના અથવા લાઈન્સ પોલીસ (Police) સ્ટેશનમાં નોંધાય છે.
2.52 લાખની છેતરપિંડની ફરિયાદ
ભારતીય જનતા પાર્ટીના (BJP) મહિલા કારોબારી સભ્ય એવા જયશ્રી લુણાગરિયા અને તેમના પુત્ર અજય વિરુદ્ધ વડીલો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. વડીલોને માત્ર બે હજાર રૂપિયામાં દિલ્લી, હરિદ્વાર અને આગ્રા લઈ જવાની લાલચ આપવામાં આવી હતી. લાલચ આપીને વડીલો પાસેથી 2 લાખ 52 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. જયશ્રી લુણાગરિયા અને તેમના પુત્ર વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઇ છે.
માતા પુત્ર સામે ફરિયાદ
ભાજપના કારોબારી સભ્ય એવા જયશ્રીબેન લુણાગરિયા વિરોધ અડાજણ અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે તેમના પુત્ર અજય વિરુદ્ધ અઠવાલાઇન્સ અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં જયશ્રીબેન અને અજય વિરુદ્ધ 2 લાખ 52 હજારની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં અજય વિરુદ્ધ 1,23,000 થી છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
શ્રવણ તીર્થ યોજના વૃદ્ધો માટે શરૂ કરાઈ છે
સરકાર દ્વારા વૃદ્ધો ઓછા ખર્ચે વિવિધ તીર્થધામોના દર્શન કરી શકે તે માટે યોજના શરૂ કરવામાં આવી છે જેમાં વડીલોને ગુજરાતના તીર્થધામોની ઉપરાંત ઋષિકેશ હરિદ્વાર આગરા દિલ્હી જેવા તીર્થસ્થાનો પર પણ લઈ જવામાં આવે છે આ તીર્થસ્થાનો ઉપર લઈ જવા માટે ભાજપના આવા લેભાગું તત્વો પોતાની સરકારની વાવાહી કરવાના બહાને લોકોની સાથે છેતરપિંડી આચરતા હોય છે.
કડક કાર્યવાહીની માંગ
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર લોકો એટલા માટે આસાનીથી ભરોસો મૂકે છે કારણકે આ યોજના ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ શરૂ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક જયશ્રીબેન જેવા લે ભાગુ તત્વો સરકાર ના નામે વડીલો સાથે છેતરપિંડી કરતા હોય છે પોલીસે પણ આવા કેસોમાં ઝડપથી તપાસ પૂર્ણ કરીને વડીલો સાથે છેતરપિંડી કરતા જયશ્રીબેન જેવા તત્વોને સજા થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.