Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું આહ્વાન અને પાંચ હજાર રાષ્ટ્રપ્રેમીઓ જોડાયાં

'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) ની ઉજવણી હાલમાં દેશના ખૂણે ખૂણે ચાલી રહ્યી છે. આ વર્ષે 15 મી ઓગસ્ટે ભારતને બ્રિટિશ રાજની ગુલામીમાંથી મુક્ત થયે 75 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આ અમૃત વર્ષની ઉજવણી દેશભરમાં રંગેચંગે કરાઇ રહી છે. જાણીતા મીડિયાહાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ પણ આ અભિયાનમાં જોડાયું છે. ગુજરાતના 75 જીલ્લા અને શહેરોમાં તિરંગા રેલી યોજાઇ રહી છે. વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને સુર
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું આહ્વાન અને પાંચ હજાર રાષ્ટ્રપ્રેમીઓ જોડાયાં
'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) ની ઉજવણી હાલમાં દેશના ખૂણે ખૂણે ચાલી રહ્યી છે. આ વર્ષે 15 મી ઓગસ્ટે ભારતને બ્રિટિશ રાજની ગુલામીમાંથી મુક્ત થયે 75 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આ અમૃત વર્ષની ઉજવણી દેશભરમાં રંગેચંગે કરાઇ રહી છે. જાણીતા મીડિયાહાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ પણ આ અભિયાનમાં જોડાયું છે. ગુજરાતના 75 જીલ્લા અને શહેરોમાં તિરંગા રેલી યોજાઇ રહી છે. વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ગોંવિદ ધોળકીયાએ પણ વધાવ્યું છે. ગોવિંદભાઈએ તેમની શ્રી રામકૃષ્ણ ડાયમંડ સાથે જોડાયેલા તમામ 5800 કર્મચારીઓને તિરંગા વિતરણ કર્યાં. કર્મચારીઓને પહેલ કરી કે, આ તિરંગો તમારા ઘરે ફરકાવજો. એનો વિડીયો ઉતારજો. પરિવાર સાથે રાષ્ટ્રપ્રેમ અને તિરંગાની વાતો કરીને એ વિડીયો બધાંને મોકલજો. રાષ્ટ્રપ્રેમ માટે આઝાદી કા અમૃત મહોત્સવથી વધારે રુડો કોઈ અવસર ન હોય શકે. ગોવિંદભાઈ ધોળકીયાની શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપનીના 5800થી વધુ કર્મચારીઓ એક સાથે રહીને આ અભિયાનમાં જોડાયા છે.
હર ઘર તિરંગા અભિયાનમાં દેશના ખૂણે ખૂણેથી લોકો જોડાઇ રહ્યા છે, સુરતના હીરા ઇન્ડસ્ટ્રીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા પણ આ અભિયાનમાં જોડાયા છે. SRK ગ્રુપના ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ અનોખી પહેલ કરતા કંપનીમાં કામ કરતા 5,000થી વધુ કર્મચારીઓને તિરંગા વિતરણ કર્યું હતું.
 
SRK ગ્રુપ ઓફિસ પરિસરને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. સાથે જ તમામ કર્મચારીઓ એ આજે બિલ્ડીંગમાં આક સાથે ભેગા મળી પોતાના ઘરે તિરંગો લહેરાવવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે તિરંગા સાથે સમગ્ર પરિસર સુંદર લાગી રહ્યું હતું. તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા. તમામે પોતાના ઘરે તિરંગા લહેરાવાની પ્રતિજ્ઞા લીધી હતી. 
હાલમાં દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત લોકો આ અભિયાનમાં જોડાઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ઘર ઘર તિરંગા' અભિયાનને ટેકો આપી રહ્યાં છે. હાલમાં દેશના ખૂણે ખૂણેથી લોકો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. દેશ હાલમાં તિરંગા સાથે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું છે. 
 
Advertisement
Tags :
Advertisement

.