Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાલીયા નેત્રંગમાં દીવાલ કુદીને શિકાર કરવા આવેલ દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો

વાલિયા તાલુકો દીપડા સહિતના પ્રાણીઓનું આશ્રય સ્થાન બની રહ્યો છે. તાલુકામાં શિકાર મળી રહેતો હોવાથી દીપડાની સંખ્યા પણ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પશુઓના શિકારની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સમાં 8 ફૂટની દીવાલ કુદી અંદર પ્રવેશ કરી દીપડાએ પાલતું રોટ વીલર શ્વાનનું મારણ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.à
03:12 PM Aug 23, 2022 IST | Vipul Pandya
વાલિયા તાલુકો દીપડા સહિતના પ્રાણીઓનું આશ્રય સ્થાન બની રહ્યો છે. તાલુકામાં શિકાર મળી રહેતો હોવાથી દીપડાની સંખ્યા પણ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પશુઓના શિકારની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સમાં 8 ફૂટની દીવાલ કુદી અંદર પ્રવેશ કરી દીપડાએ પાલતું રોટ વીલર શ્વાનનું મારણ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


તાજેતરમાં જોખલા ગામના એક ફાર્મ હાઉસમાં દીપડાએ મારણ કર્યા બાદ ગ્રામજનોએ તેને પકડી પાડવા ઘેરો નાખ્યો હતો. પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે વાલિયા ગામની સીમમાં થોડા દિવસ પહેલા દીપડાએ એક ગૌ-વંશનું મારણ કર્યું હતું. જે બાદ સોમવાર રાતે 10:40 કલાકે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા આશાપુરા ટ્રેડર્સમાં દીપડો ઘૂસી આવ્યો હતો. કિરણ લીમ્બાણીની કમ્પાઉન્ડની 8 ફૂટ દીવાલ કુદી દીપડાએ અંદર પ્રવેશ કરી પાલતું રોટ વીલર શ્વાનને ફાડી ખાધો હતો.

મંગળવારે સવારે તેઓને શ્વાન જોવા નહીં મળતા તેને શોધવા ગયા હતા. તે દરમિયાન તેઓને શ્વાન મૃત હાલતમાં જોવા મળ્યો હતો. તેઓએ કમ્પાઉન્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા તેમાં દીવાલ કુદી અંદર આવતો ભક્ષક દીપડો નજરે પડ્યો હતો. આ અંગે તેઓએ વન વિભાગમાં જાણ કરતા વાલિયા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ વાલિયા, નેત્રંગ અને ઝઘડિયાની પ્રજા દીપડાના આતંકમાંથી મુક્તિ અપાવવા વન વિભાગને રજુઆત કરી આવેદન આપ્યું છે. પાલતું શ્વાન રોટ વીલરનો દીપડાએ શિકાર કરતા હાલ વાલિયા નેત્રંગમાં શિકારી દીપડાને લઈ ભારે ભય ફેલાયો છે.
Tags :
CCTVcameraGujaratFirstleopardjumping
Next Article