Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટેબલ ટેનિસની મેન્સની પ્રથમ મેચમાં ગુજરાત ટીમનો ભવ્ય વિજય

નેશનલ ગેમ્સ (National Games)ની શરૂઆત સુરતના ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે કરવામાં આવી છે. ટેબલ ટેનિસ (Table tennis)ની મેચમાં સૌપ્રથમ ગુજરાતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. નેશનલ ગેમ્સ (National Games)માં ટેબલ ટેનિસની મેન્સ પ્રથમ મેચમાં ગુજરાતે હરિયાણાની ટીમને હરાવી છે. ટેબલ ટેનિસમાં હરિયાણાની ટીમના ખેલાડીને ગોલ્ડમેડાલિસ્ટ હરમીતે પછાડ્યો હતો.ટેનિસમ
ટેબલ ટેનિસની મેન્સની પ્રથમ મેચમાં ગુજરાત ટીમનો ભવ્ય વિજય
નેશનલ ગેમ્સ (National Games)ની શરૂઆત સુરતના ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે કરવામાં આવી છે. ટેબલ ટેનિસ (Table tennis)ની મેચમાં સૌપ્રથમ ગુજરાતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. નેશનલ ગેમ્સ (National Games)માં ટેબલ ટેનિસની મેન્સ પ્રથમ મેચમાં ગુજરાતે હરિયાણાની ટીમને હરાવી છે. ટેબલ ટેનિસમાં હરિયાણાની ટીમના ખેલાડીને ગોલ્ડમેડાલિસ્ટ હરમીતે પછાડ્યો હતો.
ટેનિસમાં ગુજરાતના ખેલાડીઓ ચમક્યા
નેશનલ ગેમ્સ (National Games)અંતર્ગત ટુર્નામેન્ટ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે રમાતા પ્રથમ દિવસે જ ગુજરાતના ખેલાડીઓએ સારું પર્ફોમન્સ કર્યું હતું. ગુજરાતની ટીમે હરિયાણાને 3-1થી હરાવ્યું છે.. હરમીત દેસાઈ Harmeet Desai)હરીયાણાના સૌમ્યજીત ને 3-1થી રાઉન્ડ હરાવ્યો છે. માનવ ઠક્કરે (Manav Thakkar)3-0થી વેસ્લે રોસીરિયોને પછડાટ આપી છે.માનુષ શાહ (Manush Shah)એ જુબીન કુમાર (Jubin kumara)ને 3-1થી હરાવ્યો છે.
હોમ ગ્રાઉન્ડ ઉપર હરમીત દેસાઈ રમ્યો
ટેબલ ટેનિસ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર હારમીત દેસાઈ સુરતનો જ છે. કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર દેશમાં અને વિશ્વમાં સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે. નેશનલ ગેમ્સમાં પણ હરમીત દેસાઈ સુરત શહેરના પોતાના હોમ ગ્રાઉન્ડમાં પર્ફોમન્સ કરીને મેડલ મેળવશે તેવી આશા રાખી રહ્યો છે. સુરતીઓ પણ ઈચ્છે છે કે હરમીત પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર શ્રેષ્ઠ પર્ફોમન્સ આપીને ફરી એકવાર સુરતનું નામ રોશન કરે.
Advertisement
Tags :
Advertisement

.