Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં લેડી ડોન બનવાના સપના જોતી યુવતી ઝડપાઈ, મારામારીમાં ચપ્પુ સાથેનો વીડિયો થયો હતો વાયરલ

સુરતના (Surat) કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં મારામારી  તેમજ ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદી બની લેડી ડોન બનવાના સપના જોતી યુવતી ભાવલી ઉર્ફે ભાવિષા તેમજ તેના સાગરીત રામુને ઝડપી પાડયા હતા.મારામારીની ઘટના બની હતીસુરતમા અવાર નવાર અસામાજીક તત્વોનો આતંક જà
01:26 PM Jan 31, 2023 IST | Vipul Pandya
સુરતના (Surat) કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં મારામારી  તેમજ ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદી બની લેડી ડોન બનવાના સપના જોતી યુવતી ભાવલી ઉર્ફે ભાવિષા તેમજ તેના સાગરીત રામુને ઝડપી પાડયા હતા.
મારામારીની ઘટના બની હતી
સુરતમા અવાર નવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. હથિયાર બતાવી લોકો સામે રોફ જમાવતા હોવાનું સામે આવે છે. આવી ઘટનામાં લોકો પાસેથી રૂપિયા પણ પડાવી લેતા હોવાની ઘટના બને છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા સુરતમા બની હતી. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતી નાલંદા સ્કૂલ પાસે જાહેર રોડ પર મારામારી થઈ હતી સાથે જ એક યુવતી હાથમાં ચપ્પુ લઈ ફરતી દેખાઈ હોવાના CCTV સામે આવ્યા હતા.
પોલીસ પોતે ફરિયાદી બની
કાપોદ્રા પોલીસ મથકના ધ્યાને આ વીડિયો આવતા કાપોદ્રા પોલીસ જાતે ફરિયાદી બની કાપોદ્રા પોલીસ મથકની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને CCTVમાં દેખાતી યુવતું ભાવલી ઉર્ફે ભાવના વાળા તેમજ એનય તેમનો એક સાગરીત રાહુલ ઉર્ફે રામુ બાડા ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
લેડી ડૉન બનવાના અભરખા
મહત્વનું છે કે સુરતના વરાછા વિસ્તારમાં આગાઉ પણ એક લેડી દ્વારા ડોન બનવાની લાલસામા સરેઆમ તલવાર લઈને ફરતી હતી સાથે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી હતી. તેવામાં ફરી કોઈ લેડી ડોન બનવાના અભરખા ના જોય તે માટે કાપોદ્રા પોલીસે ભાવના નામની  યુવતીને ઝડપી પાડી હતી. ભાવના ઉર્ફે ભાવલીને લેડી ડોન બનવાનો ચસ્કો લાગ્યો હતો. તેથી લોકો ને ડરાવવા ધમકાવવા માટે હાથમાં હથિયાર લઈ સરેઆમ ફરતી હતી. લોકોમાં ડર બનાવવા માટે લોકોને ચપ્પૂ બતાવી ડરાવતી હતી.
ગુનાહિત ઈતિહાસ
પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી તપાસ કરતા બને વિરુદ્ધ દમણ મા હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જેમાં ભાવના તેમજ રાહુલ બંને વોન્ટેડ હતા. દમણ ખાતે એક ઇકો કાર ચાલક સાથે મગજમારી થતા બાજુમાં આવેલ હોટલના માલિક વચ્ચે પડતા તેમને ચપ્પુના ઘા મરાયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જેમાં બંને ફરાર હતા.
આવા શખ્સોને જેલ હવાલે કરવામાં આવે
દમણમાં જે ઘટના ક્રમ બન્યો તેના CCTV પણ સામે આવ્યા હતા. જેમાં શરૂઆતમાં બોલાચાલી બાદ યુવક ચપ્પુ કાઢી આડેધડ યુવકને ઘા ઝીંકે છે. પોલીસે ભાવલી ઉર્ફ ભાવના અને રાહુલની ધરપકડ કરી દમણ પોલીસને જાણ કરી છે જેથી બને નો કબજો દમણ પોલીસને સોંપવામાં આવશે. સુરત શહેર ધીમે ધીમે ક્રાઈમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પોલીસે આવા અસામાજિક તત્વોને તાત્કાલિક જેલ કરી જેલને હવાલે કરવા જોઈએ.
આ પણ વાંચો - કોલવડા ના ભુવાએ ગાંધીનગરની પરિણીતા સાથે એવું તે શું કર્યું કે... પરિણીતાએ આપાઘાત કરવો પડ્યો...?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeNewsGujaratFirstLadyDonSuratક્રાઈમન્યૂઝગુજરાતીસમાચારસુરત
Next Article