Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશની જાણીતી વ્યક્તિઓના નામે વ્હોટ્સએપ કોલ કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ

દેશના પ્રતિષ્ઠિત લોકોના નામે વ્હોટ્સએપ કોલ કરીને રૂપિયાની જરૂર છે તેવી માગણી કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ શખ્સ દેશના નામી વ્યક્તિઓના નામે ઉદ્યોગપતિઓને વ્હોટ્સએપ કોલ કરતા હતા અને ધંધા માટે તાત્કાલિક નાણાંની જરૂર છે એવું જણાવીને આંગડીયા મારફત રૂપિયા મંગાવતા હતા. રૂપિયા મેળવી લીધા બાદ તેઓ આ ફોન નંબર àª
દેશની જાણીતી વ્યક્તિઓના નામે વ્હોટ્સએપ કોલ કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ
દેશના પ્રતિષ્ઠિત લોકોના નામે વ્હોટ્સએપ કોલ કરીને રૂપિયાની જરૂર છે તેવી માગણી કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ શખ્સ દેશના નામી વ્યક્તિઓના નામે ઉદ્યોગપતિઓને વ્હોટ્સએપ કોલ કરતા હતા અને ધંધા માટે તાત્કાલિક નાણાંની જરૂર છે એવું જણાવીને આંગડીયા મારફત રૂપિયા મંગાવતા હતા. રૂપિયા મેળવી લીધા બાદ તેઓ આ ફોન નંબર બંધ કરી દેતા હતા. આ સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જ્યારે સુરતની એક જાણીતી ડાઇંગ મિલના માલિક પાસે આરોપીઓએ 40 લાખની માગણી કરી અને આંગડીયા મારફત 40 લાખ લઈ લીધા બાદ ફોન બંધ કરીને રફુચક્કર થઈ ગયા હતા.
કઈ રીતે બહાર આવ્યું ફ્રોડ ?
સુરતની પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી પ્રતિષ્ઠિત પ્રતિભા ડાઇંગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને 1 માર્ચના રોજ અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને 40 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર છે તેવું જણાવ્યું હતું. સામેના વ્યક્તિએ પોતાની ઓળખ બાંગર સિમેન્ટના માલિક પ્રશાંત બાંગર તરીકે આપી હતી. પ્રમોદ ચૌધરીને તેમણે એવું જણાવ્યું કે, તેમને મુંબઇ ખાતે તાત્કાલિક 40 લાખ રૂપિયાની જરૂર છે. જેથી તેઓ આ રકમ આંગડિયા પેઢી મારફત મોકલી આપે અને આ ચાલીસ લાખ રૂપિયા તેમને એક કલાકમાં પરત મળી જશે તેવું પણ જણાવ્યું હતું. પ્રતિષ્ઠિત સિમેન્ટ કંપનીના માલિકના નામે ફોન આવ્યો હોવાથી તેમજ એક જ સમાજના હોવાથી પરિચિત હોવાના કારણે પ્રમોદ ચૌધરીએ તેમના કેશિયરને કહીને સુરતની આંગડિયા પેઢી મારફત 40 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. જોકે મુંબઈ ખાતે આ 40 લાખ રૂપિયા મેળવી લીધા બાદ ફોન કરનાર વ્યક્તિએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા પ્રમોદ ચૌધરીએ સુરત શહેર પોલીસ કમિશનરને આ બાબતે જાણ કરી હતી. જેથી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક આ કેસ બાબતે તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
શું છે આ ઠગ ટોળકી ની મોડસ ઓપરેન્ડી.?
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ ગુગલ પરથી કોઇપણ સમાજની ડીક્ષનરી કાઢીને તેમાં જણાવેલ પ્રતિષ્ઠિત નામ વાળા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. આ ડીક્ષનરીમાંથી તેઓ જે તે ઉદ્યોગપતિઓના નંબર લઈને તે જ સમાજના બીજા મોટા વ્યક્તિના નામે ફોન કરીને રૂપિયાની માગણી કરતા હતા. તેઓ જે નંબરથી ફોન કરતા હતા તે નંબર પણ ટ્રુકોલર માં જે તે ઉદ્યોગપતિનું નામ આવે તે પ્રમાણે સેટ કરતા હતા. જેથી સામેવાળી વ્યક્તિને એ બાબતની ખરાઈ થાય કે ફોન કરનાર વ્યક્તિ સાચે જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. આ પ્રકારે ફોન કરીને તેઓ રૂપિયાની માંગણી કરીને આંગડિયા મારફતે દિલ્હી અથવા બોમ્બે ખાતે મંગાવતા હતા. રૂપિયાની માંગણી કરનાર વ્યક્તિના ફોન બાદ તરત જ બીજા એક વ્યક્તિનો ફોન આવતો કે હું તમારા રૂપિયા પહોંચાડું છું હાલ ટ્રાફિકમાં ફસાયા હોવાથી થોડો સમય લાગશે જેથી રૂપિયા આપનારને ખાતરી થઈ જાય કે તેના રૂપિયા પરત આવવાના છે. જે તે જગ્યાએ આંગડિયા પેઢી મારફત મોકલેલા પૈસા રીસીવ કરી લીધા બાદ જે નંબરથી ફોન કર્યો હોય તે નંબર તેઓ બંધ કરી દેતા હતા. 
ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ 
આ કેસની ગંભીરતાને ધ્યાને લઇને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઠગ ટોળકીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરના પુણા વિસ્તારમાં આ ટોળકીના ત્રણ સભ્યો દશરથ રાજપુરોહિત, મોહન રાજપુરોહિત અને દલપત વાઘેલા બલેનો કારમાં આવવાના છે જેથી ક્રાઈમ બ્રાંચે આ બાબતે વોચ ગોઠવીને પુણા વિસ્તારમાં આવેલ સંગીની માર્કેટ પાસેથી આ ત્રણે ઠગની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન આ ત્રણેય પાસેથી પોલીસને ૧૯ લાખ રૂપિયાથી વધુની રકમ રોકડ મળી આવી હતી.
રાજસ્થાનથી ઓપરેટ કરતા હતા
રાજસ્થાની સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે ફોન કરીને છેતરપિંડી કરતી ગેંગ રાજસ્થાનથી ઓપરેટ થતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. રાજસ્થાનમાં પણ મોટા માથાઓના નામે ફોન કરી ને આ ગેંગ દ્વારા ગુના આચરવામાં આવ્યા હોવાની કબૂલાત કરાઈ છે. આ ગેંગના મુખ્ય સૂત્રધાર દશરથસિંહ રાજપુરોહિતનું મૂળ કાર્યક્ષેત્ર મુંબઈ ખાતે છે અને તે અગાઉ સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ અપહરણના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. પોલીસના જણાવ્યા મુજબ એક હિસ્ટ્રીશીટર છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ તો આ ત્રણે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસે રહેલ રકમ સહિત બલેનો કાર કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.