નૂપુર શર્માને સમર્થન આપનારા વેપારીને મળી ધમકી, કહ્યું- સુરત મેં રહેના હૈ યા...
નૂપુર શર્મા (Nupur Sharma) એ આપેલા નિવેદન બાદ જે પ્રકારે તેમના સમર્થન કરનારાઓને ધમકી આપવામાં આવી રહી છે અને જાનથી મારી નાખવામાં આવી રહ્યા છે તેને લઈને પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. તાજેતરમાં સુરત ના વેસુમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વિશાલ પટેલ નામના વેપારીએ તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રà
નૂપુર શર્મા (Nupur Sharma) એ આપેલા નિવેદન બાદ જે પ્રકારે તેમના સમર્થન કરનારાઓને ધમકી આપવામાં આવી રહી છે અને જાનથી મારી નાખવામાં આવી રહ્યા છે તેને લઈને પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. તાજેતરમાં સુરત ના વેસુમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
વિશાલ પટેલ નામના વેપારીએ તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર નૂપુર શર્માના સમર્થનમાં સ્ટોરી અપલોડ કરી હતી જેને લઈને અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોતની ધમકી આપવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નૂપુર શર્માની થયેલી આ સ્ટોરી બાબતે માફી માંગતા હોય તેવી કોમેન્ટ કરી હતી. આ સ્ટોરી તાત્કાલિક ડીલીટ કરી તેમ છતા પણ નીચેની ઇન્સ્ટાગ્રામ IP ઓ પરથી ગાળો બોલેલા તથા ઇન્સ્ટાગ્રામ ID nyatan.natash પરથી સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલ હાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે.
નીચેની ઇન્સ્ટાગ્રામ ID ઓ પરથી ધમકી આપવામાં આવી હતી.
( 1 ) # yaan.aatishhttp : //instattam.com/avan.ashash નો યુઝર્સ નામે મોહમદ અયાન મોહમદ નઇમ આતસબાજીવાલા
( 2 ) 1_sid_007 http://instagram.com/t_ild 007 નો યુઝર્સ નામે રાસીદ રફીક ભુરા
( 3 ) aaliya_md.ali_65 https://instagram.com/2zliya md.ali65 નો યુઝર્સ નામે આલીયા મોહમ્મદ અલી ગગન
( 4 ) hamz_malik_07 https://instagram.com/muna melik_07 )
sehjad_cutpicewala https://instagram.com/vebird_cutpicewala ( s ) beingwasimak
( 7 ) mr_fala__1460 https://www.instagram.com/m ફૈઝાન
સોશિયલ મીડિયા ઉપર નૂપુર શર્મા (Nupur Sharma) નો સમર્થન પણ જો કોઈ વ્યક્તિ કરે તો સીધા તેને જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપવાની શરૂ થઈ ગઈ છે. એક ચોક્કસ વર્ગના વ્યક્તિઓ કે જેઓ સોશિયલ મીડિયા ઉપર ધાક ધમકી આપીને ડરનો માહોલ ઉભો કરવા માંગી રહ્યા છે. પોલીસ પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે કારણ કે જે પ્રકારે કનૈયાલાલની હત્યા થઈ ત્યાર પછી કોઈપણ રાજ્યની પોલીસ કોઈપણ ધમકીને હળવાશથી લેતી નથી. થોડા દિવસ અગાઉ સીતિલ એડ વિસ્તારના યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મહંમદ અયાન આતસબાજીવાલા સુરતના જાણીતા પરિવારમાંથી આવે છે. તેની ધરપકડ થતાં જ શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Advertisement