પાંડેસરા વિસ્તારમાં 5 વર્ષની બાળકીને એક નરાધમની હવસનો શિકાર બનતી બચી
સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીને એક નરાધમ પોતાની હવસનો શિકાર બનાવવા માટે જઈ રહ્યો હતો અપહરણ કરીને આ બાળકીને લઈ ગયા બાદ પોતાનો શિકાર બનાવવાનો યાદ કરતો હતો ત્યાં જ પાર્ટી રડવા લાગી બાળકીનો રડવાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવતા નરાધમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે પોલીસે એને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.નાની બાળકી સંબંધિત ગુના વધ્યાસુરત ઔદ્યોગિક નગરી હોવાàª
04:44 PM Feb 15, 2023 IST
|
Vipul Pandya
સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીને એક નરાધમ પોતાની હવસનો શિકાર બનાવવા માટે જઈ રહ્યો હતો અપહરણ કરીને આ બાળકીને લઈ ગયા બાદ પોતાનો શિકાર બનાવવાનો યાદ કરતો હતો ત્યાં જ પાર્ટી રડવા લાગી બાળકીનો રડવાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવતા નરાધમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે પોલીસે એને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
નાની બાળકી સંબંધિત ગુના વધ્યા
સુરત ઔદ્યોગિક નગરી હોવાને લઈ રોજગારની શોધમાં અલગ અલગ રાજ્યના લોકો સુરતમાં આવીને વસ્યા છે તેવામાં સુરતનો પાંડેસરા અને સચિન વિસ્તારમાં છાશવારે નાની બાળકીઓ સંબંધિત ગુનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવવા માટે નાની બાળાઓને ઉપાડીને લઈ જવાની સતત ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા નથી જવા પામી હતી.
રમતી બાળકીનું અપહરણ કર્યું
સુરત પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ નજીક રહેતી પાંચ વર્ષની બાળાને ઘર નજીક જ રહેતો રંજન યાદવ નામના નરાધમે એકલી રમતી હતી તે દરમિયાન બાળકીનું અપહરણ કરી નજીકની ઝાડીમાં બદ કામ કરવાના ઇરાદે લઈ ગયો હતો કે નરાધમ આ બાળકીને પીખે તે પહેલા જ બાળકી ગભરાઈ ગઈ હતી અને અચાનક જોર જોરથી રડવા લાગી હતી. બાળકીનો રડવાનો અવાજ આવતા ની સાથે રસ્તા પરથી પસાર થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેને લઈને નરાધમ રંજન યાદવ ગભરાઈને ત્યાંથી ભાગી છુટ્યો હતો બાદમાં રાજા યુવા બાળકીને તેના ઘર સુધી લઈ ગયા હતા.
ગુનો નોંધી આરોપીને ઝડપ્યો
સમગ્ર ઘટનાની જાણ તેના માતા-પિતાને કરતા માતા-પિતા તાત્કાલિક મામલે સુરતના સચિન પોલીસની તકે દોડી ગયા હતા અને આ મામલે ફરિયાદ આપતા જ પોલીસે તાત્કાલિક બાળકીના વર્ણન ના આધારે રંજન યાદવ ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. પાંચ વર્ષની નાની બાળકી પર બળાત્કારના પ્રયાસ કરનારા રંજન યાદવને ઝડપી પાડવામાં પોલીસની સફળતા મળી છે ત્યારે લોકોની પણ સતર્કતા હતી કે જેનાથી આ બાળકી પીંખાતા બચી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article