Surat : પોલીસ કૉન્સ્ટેબલ સાથેની લૂંટારૂ ગેંગ હીરાની લૂંટ ચલાવે તે પહેલાં કેવી રીતે પકડાઈ ગઈ ?
- Surat માં કોઈ ફિલ્મની કહાની જેવી ઘટના આવી સામે
- હીરાની લૂંટને અંજામ આપવા આરોપીઓએ બનાવ્યો માસ્ટર પ્લાન
- ડાયમંડની લૂંટ પહેલા રૂમ ભાડે રાખી દોઢ મહિના સુધી રેકી કરી
- સુરતથી વડોદરા બસમાં હીરા લઈ જવાના હોવાથી બસનું મિનિટ ટુ મિનિટ શેડ્યૂલ જાણયું
- બસને હાઇઝેક કરી લૂંટ કરવાનાં હતા પરંતુ, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા
- પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 આરોપીઓની ધરપકડ કરાઈ
સુરતમાંથી (Surat) કોઈ ફિલ્મની કહાની જેવી લૂંટના કાવતરાની ઘટના સામે આવી છે. જો કે, આરોપીઓ લૂંટને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે લુટારુ ગેંગને ઝડપી લીધી છે. આરોપીઓમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 ઇસમ સામેલ છે. મોટા પ્રમાણમાં ડાયમંડ પેઢીનાં હીરા ટ્રાવેલ્સ બસ થકી સુરતથી વડોદરા (Vadodara) લઈ જવાના હતા. લુટારુ ગેંગે આ બસને લૂંટવાનું કાવતરું ઘડ્યું અને આંગણિયા પેઢી પાસે કડોદરા વિસ્તારમાં રૂમ ભાડે રાખી દોઢ મહિના સુધી રેકી કરી અને બસનું મિનિટ ટુ મિનિટ શિડ્યૂલ મેળવ્યું હતું. ગેંગનાં 6 ઇસમ બસને હાઇઝેક કરી લૂંટ કરવાનાં હતા જો કે, આ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Bhavnagar: હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના, અનેક વન્ય પ્રાણીઓ કરે છે વસવાટ
લૂંટની ઘટનાને અંજામ આપવા કડોદરામાં રૂમ ભાડે રાખી દોઢ મહિના સુધી રેકી કરી
સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) લુટારુ ગેંગનાં મનસૂબા પર પાણી ફેરવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે કિંમતી હીરાઓની લૂંટનું કાવતરું ઘડનાર લુટારુ ગેંગનાં 6 સભ્યોની ધરપકડ કરી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે. આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે, જેની સામે મહારાષ્ટ્ર તેમ જ ગુજરાતનાં અલગ-અલગ 20 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. પોલીસ તપાસ અનુસાર, આ લુટારુ ગેંગનાં મુખ્ય આરોપી જેમ્સે આંગણિયા પેઢીના હીરા ચોરી કરવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જે હેઠળ આંગણિયા પેઢી નજીક કડોદરા વિસ્તારમાં લુટારુ ગેંગ દ્વારા એક રૂમ ભાડે રાખવામાં આવ્યું હતું અને દોઢ મહિના સુધી રેકી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Junagadh : MD ડ્રગ્સનું વેચાણ કરવા જતો ઇસમ આ રીતે ઝડપાયો, મોટા ખુલાસા થવાની વકી
4 સભ્ય બસને હાઇઝેક કરી લૂંટવાના હતા, આરોપીઓમાં પો. કોન્સ્ટેબલ પણ સામેલ
દરમિયાન, લુટારુ ગેંગને જાણ થઈ કે ડાયમંડ પેઢીના હીરા મોટા પ્રમાણમાં સુરતથી શ્રી રામ ટ્રાવેલ્સ બસ (Shri Ram Travels Bus) થકી વડોદરા લઈ જવાશે. આથી, લુટારુઓએ ટ્રાવેલ્સ બસનું મિનિટ ટુ મિનિટ શેડ્યૂલ પણ મેળવી લીધું હતું. ત્યાર બાદ પ્લાન મુજબ ગેંગનાં 6 સભ્ય પૈકી 4 બસને હાઇઝેક કરી લૂંટ (Robbry Case) કરવાના હતા. જ્યારે, અન્ય સભ્યો તેમને પિકઅપ કરવાનાં હતા. જો કે, આ અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓ લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલાં ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 ઇસમની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, દેશી તમંચો, 40 કાર્ટીઝ, રેમ્બો છરો સહિતના હથિયાર કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલ આરોપીઓમાં જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ, રાજેશ પરમાર, રહિશખાન, ઉદયવીરસિંગ અને વિજય મેનબંસીનો સમાવેશ થાય છે. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Delhi: ગૃહ મંત્રાલયે ગુજરાત રમખાણોના પીડિતોના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં વય મર્યાદા દૂર કરી