Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં MBBS પરીક્ષામાં 5 વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાયા

પરીક્ષા શરૂ થવા પહેલા જ વિદ્યાર્થી પકડાયોનાપાસ થવાના ડરે  MBBS પરીક્ષામાં વિદ્યાર્થી કાપલી લઈ આવ્યોવિદ્યાર્થી પોતાના ખિસ્સામાંથી કાપલી કાઢવા ગયો ને પકડાઇ ગયોબે વિધાર્થી હોલ ટિકિટ પર જવાબ લખી લાવ્યાબે વિદ્યાર્થી મોબાઈલ લઈ આવ્યાપાંચેયને ઝીરો માર્કસ સાથે દંડ કરાયોસુરત (Surat)ની VNSG એટલે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)માં પાંચ વિદ્યાર્થીઓ પર સખ્ત કાર્યવાહી કરા
સુરતમાં  mbbs પરીક્ષામાં 5 વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાયા
Advertisement
  • પરીક્ષા શરૂ થવા પહેલા જ વિદ્યાર્થી પકડાયો
  • નાપાસ થવાના ડરે  MBBS પરીક્ષામાં વિદ્યાર્થી કાપલી લઈ આવ્યો
  • વિદ્યાર્થી પોતાના ખિસ્સામાંથી કાપલી કાઢવા ગયો ને પકડાઇ ગયો
  • બે વિધાર્થી હોલ ટિકિટ પર જવાબ લખી લાવ્યા
  • બે વિદ્યાર્થી મોબાઈલ લઈ આવ્યા
  • પાંચેયને ઝીરો માર્કસ સાથે દંડ કરાયો
સુરત (Surat)ની VNSG એટલે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)માં પાંચ વિદ્યાર્થીઓ પર સખ્ત કાર્યવાહી કરાઇ છે.  MBBSની પરીક્ષામાં વિધાર્થી પરીક્ષા શરૂ થાય તે પહેલાં ખિસ્સામાંથી કાપલી કાઢવા જતા સ્ક્વોર્ડની નજર પડતાં પકડાઈ ગયો હતો,એટલું જ નહીં, બે વિદ્યાર્થી હોલ ટિકિટ પર જવાબ લખીને આવ્યા હતા.જેઓ હોલ ટિકિટ જોતા હતા તે દરમિયાન અન્ય બે વિધાર્થી મોબાઇલ લઇને આવ્યા હતા. જો કે, આ વાતની જાણ યુનિવર્સિટીને થતાં જ તેમણે પાંચેય વિધાર્થીઓને જે તે વિષયમાં ઝીરો માર્ક્સ સાથે રૂપિયા 500ની પેનલ્ટી કરી છે.

એમબીબીએસની થિયરીની પરીક્ષા
જાન્યુઆરી માસમાં યુનિવર્સિટીમાં અલગ અલગ પરીક્ષાઓ યોજાઇ હતી, જેમાં જાન્યુઆરી-23ના એન્ડિંગમાં એમબીબીએસની થિયરીની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગર્વમેન્ટ મેડિકલ કોલેજ અને સ્મીમેર મેડિકલ કોલેજમાં સ્ક્વોર્ડની ટીમ પહોંચી હતી. 

5 વિદ્યાર્થી પકડાયા
યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન પહોંચેલી સ્ક્વોર્ડની ટીમે પાંચ વિદ્યાર્થીઓને પકડી યુનિવર્સિટી તંત્ર ને જાણ કરી હતી,આ અંગે કેટલાક યુનિવર્સિટી સૂત્રો એ જણાવ્યું હતું MBBS ની પરીક્ષામાં સ્ક્વોર્ડની ટીમ તપાસમાં હતી તે દરમિયાન વિધાર્થી ખિસ્સામાંથી કાપલી કાઢતા જ પકડાઈ ગયો હતો.જેથી તરત જ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ કરી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે અન્ય ક્લાસમાં પણ તપાસ કરતા બે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પર લખાણ મળી આવ્યું હતું.જેથી તેમની પણ તપાસ કરી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી અપાયો હતો.જ્યારે મોબાઇલ લઈને આવનાર બે વિધાર્થીઓને કોલેજ સુપરવાઇઝરે જ પકડી લીધા હતા. જે મામલે સુપરવાઇઝરે પણ ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને જાણ કરી હતી.
વિદ્યાર્થીઓએ ભુલ કબુલી
આમ,પાંચેય વિધાર્થીઓની ગેરરીતિની ફાઇલ યુનિવર્સિટીની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પાસે આવી હતી જેમાં પાંચેય વિધાર્થીઓનું હિયરિંગ હાથ ધરાતાં કાપલી લઇને આવનારા વિધાર્થીએ પોતાની ભૂલ કબૂલતા જણાવ્યું હતું કે, વાંચવાનું રહી ગયું હતું, જેથી નાપાસ નહીં થવાય તે ડરે કાપલી લઈ આવ્યો હતો, પરંતુ પહેલી વાર જ આવી ભૂલ થઈ હતી.આ રીતે જ હોલ ટિકિટ પર જવાબ લખી આવનારા બે વિધાર્થીઓએ પણ ભૂલ કબૂલી હતી.જ્યારે મોબાઇલ લાવનારા વિદ્યાર્થીઓએ ઊતાવળે પરીક્ષામાં આવ્યા હોય અને મોબાઇલ ખિસ્સામાં રહી ગયા હોવાનું કબૂલ્યું હતું. આમ, એમબીબીએસના પાંચેય વિધાર્થીઓએ પરીક્ષાના નિયમો તોડ્યા હોવાથી યુનિવર્સિટીએ પાંચેય વિધાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે રૂપિયા પાંચસોની પેનલ્ટી કરી અન્ય વિદ્યાર્થીઓને આવી ભૂલ ન કરવા સુચના આપી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×