એક જ મિલકત પર 33 કરોડની લોન લઈ કૌભાંડ આચરનારા 6 ઝડપાયા
એક જ મિલકત પર અલગ-અલગ બેંકોમાંથી લોન લઈને છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. જેમાં સુરતના વરાછા વિસ્તારના બિલ્ડર અશ્વિન વિરડીયા, તેની પત્ની સહિત કુલ 14 લોકોએ ફ્લેટ અને મિલ્કતો બેન્કમાં મોર્ગેજ મૂકીને રૂપિયા 30 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એક જ મિલકત ત્રણ અલગ અલગ લોકોને વેચીને તેના પર લોન લેવામાં આવી હતી. તેમજ મિલકતોનું ઓવર વેલ્યુએશન કરીને એક વખત દસ કરોડ બીજી વખત 23 કરોડની લોન લેવ
Advertisement

એક જ મિલકત પર અલગ-અલગ બેંકોમાંથી લોન લઈને છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. જેમાં સુરતના વરાછા વિસ્તારના બિલ્ડર અશ્વિન વિરડીયા, તેની પત્ની સહિત કુલ 14 લોકોએ ફ્લેટ અને મિલ્કતો બેન્કમાં મોર્ગેજ મૂકીને રૂપિયા 30 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એક જ મિલકત ત્રણ અલગ અલગ લોકોને વેચીને તેના પર લોન લેવામાં આવી હતી. તેમજ મિલકતોનું ઓવર વેલ્યુએશન કરીને એક વખત દસ કરોડ બીજી વખત 23 કરોડની લોન લેવામાં આવી હતી. બેંક મેનેજરે કરેલી ફરિયાદને આધારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયાએ પહેલા સિંગણપોર વિસ્તારમાં શ્રીજી કોર્પોરેશનના નામે દેવ પ્રયાગ રેસીડન્સી બનાવી હતી. જેમાં કુલ છ ભાગીદારો હતા.આ ભાગીદારોમાં એક ભાગીદાર અશ્વિન વિરડીયા પોતે હતા. આ દેવ પ્રયાગ રેસીડન્સીના પ્રોજેક્ટમાં એક બિલ્ડીંગનો પાવર ઓફ એટર્ની અશ્વિન વિરડીયા પાસે હતી જેથી તેના આધારે અશ્વિને વર્ષ 2012માં આ ફ્લેટ એક વ્યક્તિને વેચ્યો હતો. ત્યારબાદ આજ ફ્લેટ બીજીવાર અશ્વિને તેની ભાભી અસ્મિતાને પણ વેચ્યો હતો. ત્યાર બાદ ત્રીજી વખત આ ફ્લેટનો વેચાણ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2016માં ફરીથી આ ફ્લેટ અશ્વિન વિરાટ ખરીદી લીધો હતો આ પ્રકારે પ્લેટનો ખરીદ વેચાણ કરીને કુલ ૧૪ લોકોએ પંજાબ નેશનલ બેંક માંથી અલગ અલગ કરીને ૧૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફરી વખત બિલ્ડરે આજ ફ્લેટ અને મિલકત પર નાસિક મર્ચન્ટ બેન્કમાંથી 23 કરોડની લોન લીધી હતી. આમ કુલ એક જ મિલકત પર અલગ અલગ કરીને ૩૦ કરોડથી વધુની લોન લઈને આ તમામ આરોપીઓએ બેંક સાથે છેતરપિંડી કરી હતી.
આ સમગ્ર કૌભાંડમાં બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત તેની પત્ની રીટા વિરડીયા તેની ભાભી અસ્મિતા વિજળીયા ઉપરાંત બે અન્ય લોકો રાજેશ દેવાણી અને વિપુલ દેવાની પણ સંડોવાયેલા હતા અશ્વિને રાજેશ અને વિપુલને એક જ ફ્લેટ પર બંનેના નામે ૨૫ લાખની લોન અપાવી હતી આ કૌભાંડ કરનાર માત્ર બિલ્ડર અને તેનો પરિવાર જ નહીં સમગ્ર કૌભાંડમાં મિલકતના વેલ્યુઅર તેમજ બેંક મેનેજર પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે .આરબીઆઇ તરફથી નિમણૂક કરવામાં આવેલ અધિકારી તેમજ નાસિક મર્ચન્ટ બેંગ્લોર મેનેજર અને મુખ્ય અધિકારી પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
બેન્ક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને આ સમગ્ર કૌભાંડમાં હાલ બિલ્ડર અશ્વિન વિરડીયા તેની પત્ની તેની ભાભી અન્ય લોન લેનાર રાજેશ અને વિપુલ દેવાણી તેમજ નાસિક મર્ચન્ટ બેંકના મેનેજર જાલધરનાથ જાદવની અટક કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.જો કે આ કેસમાં લોન સેન્ટર લોન મેનેજર અને મિલકતનો વેલ્યુઅર એમ કુલ છ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.
Advertisement