Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

570 કિલો રક્ત ચંદનના લાકડાની ચોરી, 25 લાખની કિંમતનું ચંદન જપ્ત

સુરતના પુણા વિસ્તારમાં ATS ના અધિકારીઓએ રેડ  કરી હતી. રેડ દરમિયાન અંદાજે 570 કિલો જેટલા ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડમાં ATSએ સુરત SOG ને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અને કુંભારિયા ગામમાંથી કુલ 25 લાખની કિંમતનું 570 કિલો ચંદનનો જથ્થો જપ્ત કર્યો છે. ચંદનના લાકડા સાથે 3 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન પરમીટ વગર ચંદનનું લાકડું મળી આવતા ATS  દ્વારા કાર્યવ
570 કિલો રક્ત ચંદનના લાકડાની ચોરી  25 લાખની કિંમતનું ચંદન જપ્ત
સુરતના પુણા વિસ્તારમાં ATS ના અધિકારીઓએ રેડ  કરી હતી. રેડ દરમિયાન અંદાજે 570 કિલો જેટલા ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડમાં ATSએ સુરત SOG ને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અને કુંભારિયા ગામમાંથી કુલ 25 લાખની કિંમતનું 570 કિલો ચંદનનો જથ્થો જપ્ત કર્યો છે. ચંદનના લાકડા સાથે 3 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન પરમીટ વગર ચંદનનું લાકડું મળી આવતા ATS  દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વેચાણ માટે ચંદન સ્ટોર કર્યું હોવાની આશંકા
ATS અને સુરત SOGની રેડ દરમિયાન ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ 3 લોકોની અટક કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. અને ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જે ચંદન ઝડપાયું છે તેનું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ લેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવે સેમ્પલ તપાસ માટે એગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલાશે, અને ચંદન ક્યાં વેચાણ કરવાના હતા તેની પણ તપાસ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.