Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODIને સુરતના વિદ્યાર્થીઓની અનોખી વેલેન્ટાઇન ગિફ્ટ

યુવા પેઢી દ્વારા વેલેન્ટાઇન્સ ડે ની અનોખી ઉજવણી કરાઇવિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદી માટે વેલેન્ટાઇન્સ બુકે ટ્રી તૈયાર કરીયુવા પેઢીના આઇકોન એવા વડા પ્રધાનને ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વેલેન્ટાઇન્સ ગિફ્ટ ગોલ્ડ રોઝથી બનાવાયું અમૂલ્ય બુકે વેલેન્ટાઈન બુકે ટ્રીમાં 151 ગોલ્ડ રોઝપ્રધાનમંત્રી મોદી વિદ્યાર્થીઓમાં પ્રિયપ્રધાનમંત્રી એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પર ચર
03:02 AM Feb 14, 2023 IST | Vipul Pandya
  • યુવા પેઢી દ્વારા વેલેન્ટાઇન્સ ડે ની અનોખી ઉજવણી કરાઇ
  • વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદી માટે વેલેન્ટાઇન્સ બુકે ટ્રી તૈયાર કરી
  • યુવા પેઢીના આઇકોન એવા વડા પ્રધાનને ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વેલેન્ટાઇન્સ ગિફ્ટ 
  • ગોલ્ડ રોઝથી બનાવાયું અમૂલ્ય બુકે 
  • વેલેન્ટાઈન બુકે ટ્રીમાં 151 ગોલ્ડ રોઝ
  • પ્રધાનમંત્રી મોદી વિદ્યાર્થીઓમાં પ્રિય
  • પ્રધાનમંત્રી એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પર ચર્ચા કરી હતી
  • કાયમ વિદ્યાર્થીઓની ચિંતા કરતા પ્રધાનમંત્રી મોદી
  • વિદ્યાર્થીઓ દ્વારા PM મોદી માટે વેલન્ટાઈન ગિફ્ટ બનાવી આભાર વ્યક્ત કરાયો


ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વેલન્ટાઈન્સ ડે (Valentine's Day) ની અનોખી ઉજવણી કરી હતી. સામાન્ય રીતે યુવા ધન વેલેન્ટાઇન ડે ની એક બીજા ને રોઝ આપી, ગિફ્ટ આપી વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરવામાં માનતા હોય છે.તેને બદલે આ વખતે સુરતના કેટલાક યુવા વિદ્યાર્થીઓ દ્વારા PM નરેન્દ્ર મોદી (Narendra Modi)ને  વેલેન્ટાઇન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું.
પીએમ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય
યુવા વર્ગ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે વડા પ્રધાન મોદી કાયમ ખુબજ ચિંતિત હોય છે.તેમના માટે ભવિષ્ય સરળ થઈ શકે તેવા આયોજન પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવે છે. થોડાં સમય પહેલાં PM દ્વારા પરીક્ષા પે ચર્ચા ના કાર્યક્રમ એ યુવાધનનું મન મોહી લીધું હતું,કાયમ વિદ્યાર્થીઓ માટે કઈક નવું અને ઉપયોગી થાય તેવું PM MODI કરતા રહે છે.
વિદ્યાર્થીઓ PM મોદીને પોતાના આદર્શ માને છે
વિદ્યાર્થીઓ PM મોદીને પોતાના આદર્શ માને છે. દેશભરમાં પ્રધાનમંત્રી મોદીની ચાહના છે.ખાસ કરીને સુરતના વિદ્યાર્થીઓ દર વખતે કઈક નવું કરવા માટે ઓળખાતા હોય છે તેવામાં પ્રેમના આ દિવસે એટલે વેલેન્ટાઇન ડે ને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની અને જાતે મહેનત કરી જવેલર્સની મદદ થી PM મોદી માટે વેલેન્ટાઇન નું ગિફ્ટ તૈયાર કર્યું.

ગ્રુપ દ્વારા એક ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે તૈયાર કરાવવામાં આવ્યું
સૌ કોઈ જાણે છે કે વેલેન્ટાઈન ડે ને ખાસ બનાવવા માટે પ્રેમી કપલ અવનવા અખતરા કરતા હોય છે.એક બીજા ને ગિફ્ટ આપતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રિય એવા વડાપ્રધાનને આ ખાસ દિવસે સુરતનું વિદ્યાર્થી ગ્રુપ એક બીજા નહિ પરંતુ PM MODIને ગિફ્ટ મોકલશે..ગ્રુપ દ્વારા એક ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે તૈયાર કરાવવામાં આવ્યું છે.જે 25 કેરેટના 151 ગોલ્ડ પ્લેટ રોઝથી બનાવાયું છે.જે અમૂલ્ય હોવાનું જ્વેલર્સ પણ જણાવી રહ્યા છે.

પીએમને ભેટ અપાશે
આ અંગે કેટલાક વિધાર્થીઓએ જણાવ્યું હતું કે સૌના વ્હાલા અને પ્રિય એવા પીએમ મોદી વિદ્યાર્થીઓ પ્રત્યે કાયમ કઈક નવું કરવાની તૈયારી રાખતા હોય છે.વડાપ્રધાનની વિધાર્થીઓ પ્રત્યેની લાગણી અને તેમના પ્રત્યેનો પ્રેમ આજે વિદ્યાર્થીઓમાં કઈક નવું કરવાની આશા જગાડી છે. જેને લઈને ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા pm modi ને પોતાની લાગણી દર્શાવવા માટે એક ખાસ બુકે ટ્રી બનાવી પીએમને ભેટ અપાશે.સુરત શહેરની ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 5-10 નહીં પરંતુ 151 ગોલ્ડ પ્લેટડ રોઝનું ખાસ બુકે ટ્રી તૈયાર કરાવડાવ્યું છે.જે અમૂલ્ય છે.
આ પણ વાંચો--ઇંગ્લેંડની લાડી અને રાજકોટનો વર, કાઠિયાવાડી કિશન વેડિયાની ઇંગ્લેંડની ઇલી હિચિંગ સાથે ધામધૂમથી સગાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GoldRoseValentineBouquetTreeGujaratFirstNarendraModiSuratSuratstudentsValentine'sDayValentine'sgift
Next Article