Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની વૃદ્ધાનું ઘર વ્યાજખોરની ચુંગાલમાંથી છોડાવી આપતી સુરત પોલીસ

સુરત શહેર પોલીસ (Surat City Police)નો માનવીય ચહેરો સામે આવ્યો છે. સુરત પોલીસે 85 વર્ષની વૃદ્ધાને પોતાનું ઘર વ્યાજખોરો (usurer)ની ચુંગાલમાંથી પરત અપાવ્યું છે. ઉપરાંત એક લાખ રૂપિયાની ઘરવખરી પણ આ વૃદ્ધાને વસાવી આપી છે. કોણ છે આ વૃદ્ધા, કઈ રીતે પરત મળ્યું ઘર, આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાંવૃદ્ધાએ વ્યાજે 1 લાખ રુપિયા લીધા હતાસવિતાબેનની ઉંમર 85 વર્ષ છે અને શરીરે તેઓ હાલ અશક્ત પણ છે. 2020 માં કોરોના કાળ દરમિયાન
સુરતની વૃદ્ધાનું ઘર વ્યાજખોરની ચુંગાલમાંથી છોડાવી આપતી સુરત પોલીસ
સુરત શહેર પોલીસ (Surat City Police)નો માનવીય ચહેરો સામે આવ્યો છે. સુરત પોલીસે 85 વર્ષની વૃદ્ધાને પોતાનું ઘર વ્યાજખોરો (usurer)ની ચુંગાલમાંથી પરત અપાવ્યું છે. ઉપરાંત એક લાખ રૂપિયાની ઘરવખરી પણ આ વૃદ્ધાને વસાવી આપી છે. કોણ છે આ વૃદ્ધા, કઈ રીતે પરત મળ્યું ઘર, આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં
વૃદ્ધાએ વ્યાજે 1 લાખ રુપિયા લીધા હતા
સવિતાબેનની ઉંમર 85 વર્ષ છે અને શરીરે તેઓ હાલ અશક્ત પણ છે. 2020 માં કોરોના કાળ દરમિયાન તેમના પુત્રનું આરોગ્ય બગડ્યું હતું અને ત્યારબાદ પુત્રનું મૃત્યુ થયું હતુ. પુત્રની સારવાર અને ક્રિયા કર્મ માટે સવિતાબેનની વહુ નીલાબેને પોતાના સંબંધિત પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. રૂપિયા એક લાખ લીધા બાદ નોકરી કરીને ધીમે ધીમે આ રૂપિયા પરત આપતા હતા પરંતુ જેની પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા તેમણે આવીને આ મકાન ખાલી કરાવી દીધું હતું. 
વ્યાજખોરે મકાન ખાલી કરાવ્યું
મકાન ખાલી થતા નિરાધાર બનેલા સવિતાબેન પોતાની પુત્રીને ત્યાં રહેવા જતા રહ્યા હતા. જોકે સરકાર દ્વારા વ્યાજખોરો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશની જાણકારી સવિતાબેન અને તેમની પુત્રવધને મળતા તેઓ સુરત અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. અડાજણ પોલીસે પણ માનવીય અભિગમ દાખવીને આ વૃદ્ધાને મકાન અપાવવા માટે તમામ મદદ કરી હતી.
વૃદ્ધાએ અડાજણ પોલીસનો સંપર્ક કર્યો
સુરત શહેર અડાજણ પોલીસ દ્વારા તુરંત વ્યાજે રૂપિયા આપનારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંપર્ક કર્યા બાદ પોલીસે સમજાવટનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે બંને પક્ષો વચ્ચે મીટીંગ કરાવીને વૃદ્ધાને તેમનું ઘર આપવા માટેની તૈયારી દર્શાવી હતી. વૃદ્ધાને તેમનું ગયેલું ઘર તો પરત મળી ગયું પરંતુ ઘરમાં વૃદ્ધા પાસે કોઈ પણ પ્રકારની ઘરવખરી હતી નહીં.  પોલીસે જોયું કે વૃદ્ધા અને તેમની પુત્રવધુ આ ઘરમાં ઘરવખરી વગર કેવી રીતે રહેશે. 

પોલીસ કર્મીઓએ પોતાના ખર્ચે ઘરવખરી વસાવી આપી
પોલીસે તુરંત જ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ પાસેથી ફંડ એકત્ર કરીને વૃદ્ધાને ઘરમાં ઘરવખરીની કેટલીક વસ્તુઓ લઈ આપી. વૃદ્ધાને ટીવી, પંખા, પલંગ, ગેસ સિલિન્ડર, ગેસની સગડી અને અનાજ જેવી વસ્તુઓ લઈ આપી. આજે વૃદ્ધાને પોતાનું ઘર મળતા તેમની આંખમાં હર્ષના આંસુ દેખાઈ રહ્યા છે વૃદ્ધા પણ પોતાની 85 વર્ષની ઉંમરે દીકરીને ત્યાં રહેવાનું ન ગમતું હોવાથી ઘર માટે અરજી કરી હતી અને પોલીસે વ્યાજખોરોની ચુંગાલમાંથી આ ઘર છોડાવી પણ આપ્યું. આજે વૃદ્ધ પોલીસ કર્મચારીઓના વખાણ કરવાની સાથે સાથે તેમને દિલથી આશીર્વાદ પણ આપી રહ્યા છે.
સુરત પોલીસનો માનવીય અભિગમ
સમાજમાં પોલીસની એક અલગ પ્રકારની છાપ હોય છે કે પોલીસ કર્મચારીઓ હંમેશા લેવામાં જ માનતા હોય છે કોઈ વસ્તુ આપવામાં માનતા નથી હોતા પરંતુ અડાજણના આ કિસ્સાથી પોલીસનો માનવીય અભિગમ અને આપવાની નીતિનો ચહેરો ઉજાગર થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.