Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત જિલ્લામાં તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન 'શાળા પ્રવેશોત્સવ' યોજાશે

રાજ્ય સરકાર દ્વારા તા.૨૩ થી ૨૫ જુન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મો 'શાળા પ્રવેશોત્સવ' યોજાશે, જેના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સુરત જિલ્લાના ૦૯ તાલુકાના ૧૧,૯૯૪ બાળકોને ધો.૧માં પ્રવેશ કરાવવામાં આવશે. જે પૈકી માંડવી તાલુકાના સૌથી વધુ ૨૦૧૩ બાળકો ધો.૧માં પ્રવેશ કરશે. તા.૨૩મીએ પ્રથમ દિને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા
સુરત જિલ્લામાં તા ૨૩ થી ૨૫ જૂન દરમિયાન  શાળા પ્રવેશોત્સવ  યોજાશે
રાજ્ય સરકાર દ્વારા તા.૨૩ થી ૨૫ જુન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મો 'શાળા પ્રવેશોત્સવ' યોજાશે, જેના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સુરત જિલ્લાના ૦૯ તાલુકાના ૧૧,૯૯૪ બાળકોને ધો.૧માં પ્રવેશ કરાવવામાં આવશે. જે પૈકી માંડવી તાલુકાના સૌથી વધુ ૨૦૧૩ બાળકો ધો.૧માં પ્રવેશ કરશે. તા.૨૩મીએ પ્રથમ દિને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામની પ્રાથમિક શાળા અને કીમ ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે. સુરત જિલ્લામાં ધો.૧માં પ્રવેશપાત્ર એક પણ બાળક શાળાપ્રવેશથી વંચિત ન રહી જાય તેવા લક્ષ્ય સાથે જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ યોજાશે.
 અત્રે નોંધનીય છે કે, રાજ્યના ૧૮ હજાર ગામોની ૩૨,૦૧૩ પ્રાથમિક શાળાઓમાં ‘૧૭મા શાળા પ્રવેશોત્સવ’ યોજાશે. જેમાં મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ IAS-IPS-વરિષ્ઠ અધિકારીઓ વગેરે તા.૨૩ થી ૨૫ જુન એમ ત્રણ દિવસ શાળાઓની મુલાકાત લેશે.અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસ દરમિયાન તેઓ દરરોજ નિયત શાળાઓની મુલાકાત લેશે, અને વાલીઓ, સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે. આ દરમિયાન દર ત્રીજી શાળામાં ક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.