Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

8 મહિનાના માસુમને નિર્દયતાથી ફટકારવાના કેસમાં આયાને 4 વર્ષની સજા

8 મહિનાના માસુમને નિર્દયતાથી ફટકારવાનો કેસસુરતની કોર્ટે આયાને દોષિત જાહેર કરી કોર્ટે આરોપી આયાને ચાર વર્ષની કેદની સજા ફટકારીઆરોપી કોમલ રવિ તાંદલેકરને કોર્ટે સજા ફટકારી પાલનપુર પાટિયા રહેતા દંપતિએ આપી હતી ફરિયાદ બે ટ્વીન્સ સંતાનોની સંભાળ માટે આયાને રાખી હતીટ્વીન્સ પૈકી એક બાળકને ગાલ પર તમાચા મારતી હતી આયામાસુમને પલંગ ઉપર પછાડતી હતી આયા માસુમ બાળકને થયું હતું બ્રેઈન હેમરે
8 મહિનાના માસુમને નિર્દયતાથી ફટકારવાના કેસમાં આયાને 4 વર્ષની સજા
  • 8 મહિનાના માસુમને નિર્દયતાથી ફટકારવાનો કેસ
  • સુરતની કોર્ટે આયાને દોષિત જાહેર કરી 
  • કોર્ટે આરોપી આયાને ચાર વર્ષની કેદની સજા ફટકારી
  • આરોપી કોમલ રવિ તાંદલેકરને કોર્ટે સજા ફટકારી 
  • પાલનપુર પાટિયા રહેતા દંપતિએ આપી હતી ફરિયાદ 
  • બે ટ્વીન્સ સંતાનોની સંભાળ માટે આયાને રાખી હતી
  • ટ્વીન્સ પૈકી એક બાળકને ગાલ પર તમાચા મારતી હતી આયા
  • માસુમને પલંગ ઉપર પછાડતી હતી આયા 
  • માસુમ બાળકને થયું હતું બ્રેઈન હેમરેજ
  • 4 ફેબ્રુઆરી 2022 ના રોજ બન્યો હતો બનાવ
  • માલિકને શંકા જતા સીસીટીવી કેમેરો રૂમમાં લગાવ્યો હતો
8 મહિનાના માસુમને નિર્દયતાથી ફટકારવાના કેસમાં આયાને ચાર વર્ષની કેદ થતા સમાજમાં દાખલો બેસે એવી સજા સુરતની કોર્ટે (Surat Court) ફટકારી છે. સુરતના પાલનપુર પાટિયા રહેતા દંપતિએ બે સંતાનોની સામાળ માટે આયાને નોકરી પર રાખી હતી, અને એ જ મહિલા આયા બાળકને ગાલ પર તમાચા મારી પલંગ ઉપર પછાડતી હતી જેના કારણે ટ્વીન્સ પૈકીના એક બાળકને બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું, દંપતીને શંકા જતા રૂમમાં નોકરી પર જવા અગાવ લગાવ્યો હતો સપાઈ કેમેરો અને આખે આખો ભાંડો ફૂટ્યો હતો.

બે ટ્વીન્સ સંતાનોની સંભાળ માટે આયાને રાખી હતી
રાંદેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં એક વર્ષ પહેલા 8 મહિનાના માસુમ બાળકને નિર્દયતાથી માર મારવાના કેસમાં સંભાળ રાખનાર આયાને સુરતની કોર્ટે દોષી ઠેરવીને ચાર વર્ષની સાદી કેદ અને 5 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી,આ કેસમાં સરકાર તરફે એડવોકેટ નિતીન ચોવડિયાએ દલીલો કરી હતી. વાત છે રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘટનાની, વર્ષ હતો 2022 અને મહિનો હતો ફેબ્રુઆરી,પાલનપુર પાટીયા પાસે હીમગીરી સોસાયટીના જલારામ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશ શીરીષ પટેલ નોકરી કરે છે. પરિવારમાં પત્ની શિવાની અને ૮ માસના ટ્વીન્સ પુત્રો નિરવાન અને નિરમાન છે,તેમની પત્ની શિવાની પણ નોકરી કરે છે. બંને નોકરી કરતા હોવાથી બંને સંતાનોની સારસંભાળ માટે કોમલ રવિ તાંદલેકર ને આયા તરીકે નોકરી પર રાખી હતી.
આયા કોમલ 8 મહિનાના બાળકોને નિર્દયતાપૂર્વક માર માર મારતી 
મિતેશ પટેલ અને શિવાની નોકરી પર જતા હતા,ત્યારબાદ આરોપી આયા કોમલ 8 મહિના ના બાળકોને નિર્દયતાપૂર્વક માર માર મારતી હતી. 4 ફેબ્રુઆરી 2022 ના રોજ આયા કોમલે ટ્વીન્સ બાળકો પૈકી નિરવાનને નિર્દયતાથી માર મારીને ગાલ પર તમાચા માર્યા હતા અને કાન ખેચ્યા હતા ઉપરાંત નિરવાનને પલંગ ઉપર પછાડ્યો હતો. જેથી માસુમ નિરવાન માથામાં મુઢ ઈજા થવાના કારણે બેભાન થઈ ગયો હતો. નિરવાનને હોસ્પિટલમાં લઈ જતા તેને ત્રણ જગ્યાએ બ્રેઈન હેમરેજ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. તે પહેલા આયા પર શંકા હોવાથી મિતેશ પટેલે ઘરમાં સ્પાઈ કેમેરા મુક્યા હતા. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે કોમલ કેવી રીતે નિર્દયતા પૂર્વક નિરવાનને મારે છે.
આયા સામે ગુનો નોંધાયો
આ સમગ્ર બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી આયા કોમલ વિરુદ્ધ માર મારવાનો અને હત્યાની કોશિષનો ગુનો દાખલ કરાયો હતો,રાંદેર પોલીસે કોમલની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસસુરતની કોર્ટમાં ચાર્લી ગયો હતો. કોર્ટે આરોપી આયા કોમલને માર મારવાના ગુનામાં દોષી ઠેરવીને ૪ વર્ષની કેદની સજા અને રૂ.૫ હજારનો દંડની સજાનો હુકમ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.